2 મિનિટમાં રિપેર કરો બગડેલું મેમરી કાર્ડ: શોપ પર જવાની જરુર નહિ રહે

SD-Card-Recovery

મોટાભાગના લોકો મોબાઇલમાં મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, પણ આ મેમરી કાર્ડ કારબ થવાના પણ ચાન્સ રહે છે. જો મેમરી કાર્ડ જ ખરાબ થઇ જાય તો શું, આજે અમે આપને જણાવીશું કેમ ખરાબ થાય છે તમારું મેમરી કાર્ડ અને તેને માત્ર 2 મિનિટની અંદર કેવી રીતે રિપેર કરી શકાય.

મેમરી કાર્ડ ખરાબ થવાનું કારણ:

મેમરી કાર્ડ ખરાબ થવાનું સૌથી પહેલું કારણ તમારો ફોન છે. સ્માર્ટ ફોનમાં બ્રાઉઝિંકગ કરતા સમયે કે કોઈ અન્ય કારણસર વાઈરસ આવી જાય છે, જેનાથી મોબાઈલની સાથે સાથે મેમરી કાર્ડ પણ ખરાબ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે મેમરી કાર્ડ ખરાબ થવાનું કારણ એન્ડ્રોઈડ છે, કારણ કે તેમાં વાઈરસ સહેલાઈથી આવી શકે છે. પણ એવું નથી જો તમે થોડી કાળજી રાખશોતો તમારૂ મેમરી કાર્ડ ક્યારેય ખરાબ થાય નહિ.

રીપેર કરો મેમરી કાર્ડ:

Adptor

  • સૌ પ્રેથમ પહેલા તમારા મેમરી કાર્ડને પોતાના કમ્પ્યુટર કે લેપટોપ સાથે કનેક્ટ કરો. કાર્ડ રિડર દ્વારા તમે તેને કનેક્ટ કરી શક્શો.
  • બાદમાં Ctrl+R કમાન્ડ આપો. હવે જે વિન્ડો ઓપન થાય તેમાં CMD ટાઇપ કરીને એન્ટર કરો
  • હવે તેમાં તમારા મેમરી કાર્ડનું જે નામ છે તે આપો. દાખલા તરીકે જો મેમરી કાર્ડનું નામ A: છે તો A: ટાઈપ કરીને એન્ટર કરો
  • બાદમાં ફોર્મેટ A: ટાઈપ કરીને એ્ટર કરો
  • હવે તમારી પાસે એક કન્ફર્મેશન મેસેજ આવશે જેમાં હા માટે Y અને ના માટે N એન્ટર કરો
  • Y એન્ટર કરવાથી તમારું મેમરી કાર્ડ ફોરમેટ થઈ જશે. કાર્ડ ફોરમેટ થયા બાદ તમે તેને વાપરી શક્શો

નોધ: ધ્યાન રહે કે કાર્ડ ફોરમેટ થવાથી તેમાં રહેલા ડેટાનો નાશ થશે. તેને તમે પાછો નહિ મેળવી શકો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *