હોલીવુડ ફિલ્મમાં જોવા મળશે હુમા કુરેશી

એક્ટ્રેસ હુમા કુરેશી ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે. એક્શન અને હોરરથી ઘેરાયેલી આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફિલ્ક્સ પર રિલીઝ થશે. હુમા છેલ્લાં ચાર મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. હુમા કુરેશીએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ફિલ્મ ‘આર્મી ઑફ ધ ડૅડ’નું શૂટિંગ પૂરુ કર્યું છે.

આ ફિલ્મને અમેરીકન ફિલ્મ મેકર ઝૅક સ્નાઇડરે બનાવી છે. ઝૅક સ્નાઇડરે ‘ડૉન ઑફ ધ ડૅડ’ બનાવી હતી. આ ફિલ્મ લાસ વેગાસનાં ઝોમ્બી પર આધારિત છે. ફિલ્મનાં ક્લેપબૉર્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હુમાએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મનું શૂટિંગ પૂરુ થયુ છે. હું આ સ્પેશ્યલ ‘આર્મી ઑફ ધ ડૅડ’ના શૂટિંગ માટે જુલાઈથી અમેરીકામાં છું. તમને સૌને આ ફિલ્મ દેખાડવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.’ આ પહેલા હુમા કુરેશી નેટફ્લીક્સની વેબ સીરીઝ લીલામાં જોવા મળી હતી. આ એક્શન અને હોરર ફિલ્મમાં હુમા કુરેશી ગીતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ડબલ્યુડબલ્યુએફના જાણીતા રેસલર બતીસ્તા પણ જોવા મળશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *