Connect with us

હેલ્થ

જો તમે લેપટોપ ખોળામાં રાખીને કામ કરો છો તો ચેતી જજો! પુરુષોતો ખાસ આ બીમારીનો બની શકે છે ભોગ

Published

on

If you work with a laptop in your pocket, beware! Men in particular can be victims of this disease

અત્યારના સમયમાં મોટાભાગનું કામ કોમ્પ્યુટર અને લેપટોપ પર આધારિત હોય છે. એમાં ઉપરથી કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર ખૂબ ચાલ્યુ અને તેના જ કારણે નાના બાળકોથી માંડીને સૌ કોઇ લેપટોપનો વપરાશ વધવા લાગ્યો.  ઘણા લોકો કામમાં એવા ઓતપ્રોત થઇ જાય છે કે ખોળામાં જ લેપટોપ લઇને કલાકો સુધી કામ કરતા રહે. પરંતુ શું તમને ખબર છે આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે ?

If you work with a laptop in your pocket, beware! Men in particular can be victims of this disease

આખો દિવસ લેપટોપનો ઉપયોગ એ શરીર પર ખરાબ અસર કરે છે. લેપટોપમાંથી નીકળતી ગરમી આપણી ત્વચા અને આંતરિક પેશીઓને નુકસાન પહોંચાડે છે.  લેપટોપ ખોળામાં લઇને લાંબા સમય સુધી બેસવાથી પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા પણ થઈ શકે છે. લેપટોપ કરતા પણ વધુ નુકસાન તેની સાથે જોડાયેલા વાઈફાઈને કારણે થાય છે કારણ કે રેડિયેશન ઈન્ટરનેટ કનેક્શન સાથે સંબંધિત છે.

If you work with a laptop in your pocket, beware! Men in particular can be victims of this disease

લેપટોપ માંથી નીકળતી ગરમી સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ નુકસાન પહોંચાડે છે. તેનું કારણ શરીરની રચના છે. સ્ત્રીઓમાં, ગર્ભાશય શરીરની અંદર હોય છે, જ્યારે પુરુષોમાં, અંડકોષ શરીરની બહાર સ્થિત હોય છે, જેના કારણે ગરમીનું કિરણોત્સર્ગ નજીક રહે છે. એટલા માટે પુરુષોએ લેપટોપનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે ઉચ્ચ તાપમાનને કારણે શુક્રાણુની ગુણવત્તામાં ઘટાડો થાય છે, પ્રજનન ક્ષમતામાં સમસ્યા આવી શકે છે.

If you work with a laptop in your pocket, beware! Men in particular can be victims of this disease

લેપટોપને પગ પર કે ખોળામાં રાખવાને બદલે ટેબલ પર રાખીને તેનો ઉપયોગ કરો. કેટલાક લોકો લેપટોપનો ઉપયોગ કરતી વખતે પલાઠી પર રાખીને બેસી જાય છે, જેના કારણે લેપટોપનું રેડિયેશન સીધું શરીર પર પડે છે. ઉપકરણમાંથી નીકળતી ગરમી તમને બીમાર કરી શકે છે. લેપટોપનો સતત ઉપયોગ કરવાનું ટાળો. તેનાથી આપણા સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાથી લેપટોપમાથી નીકળતા રેડિએશન નુકસાનકારક નીવડે છે. હાર્ડ ડ્રાઈવમાંથી લો ફ્રીક્વન્સી રેડિયેશન બહાર આવે છે, જ્યારે બ્લૂટૂથ કનેક્શનમાંથી એ જ રેડિયેશન બહાર આવે છે. રેડિયેશનની અસરને કારણે તમને નિંદ્રા, ગંભીર માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading

હેલ્થ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

Published

on

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગનુ સેવન કરવાના ફાયદા 

  1. દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
  2. જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
  3. ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
  4. લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

 

Continue Reading

હેલ્થ

ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર

Published

on

Follow these tips! Joint pain will be gone soon

 

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

Follow these tips! Joint pain will be gone soon

પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.

Follow these tips! Joint pain will be gone soon

અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.

Follow these tips! Joint pain will be gone soon

લસણ 
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending