ઈનાયાનો ક્યુટ હેલોઈન અવતાર થયો વાયરલ

સોહા અલી ખાનની પુત્રી ઈનાયા નાઓમી ખેમૂ પોતાની ક્યૂટનેસને કારણે ચર્ચામાં રહે છે. સોહા-કૃણાલની પુત્રી ઈનાયાના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલાં રહે છે. દર વર્ષે 31 ઓક્ટોબરે હેલોવીન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ ખાસ અવસર પર સોહાએ પુત્રી ઈનાયાનો સુંદર ફોટો શેર કર્યો હતો. ઈનાયાએ હેલોવીન ડે પર બ્લેક કલરનું સુંદર ફ્રોક પહેર્યુ છે. સોહાએ બે પોસ્ટ કરી છે. પહેલામાં ઈનાયા બિલ્ડિંગમાંથી બહાર જોઈ રહી છે.

ફોટામાં ઈનાયા બેક લુક દેખાડી રહી છે. તો બીજી પોસ્ટમાં સોહાએ ઈનાયાનાં ત્રણ ફોટા એક કરીને એક વીડિયો બનાવ્યો ચે. આ ત્રણેય ફોટામાં ઈનાયા આંખો મોટી કરીને ડરાવવાનાં પ્રયાસો કરી રહી છે. પરંતુ ક્યૂટનેસથી ઓવરલોડ આ ફોટાથી કદાચ જ કોઈ ડરી ગયુ હશે. હેલોવીન ડે ને  સેલિબ્રેટ કરતી ઈનાયાના ફોટા વાયરલ થઈ રહ્યા છે. લોકો ઈનાયાની સુંદર આંખોનાં વખાણ કરી રહ્યા છે.

View this post on Instagram

Peek a boo!! 👻 #happyhalloween

A post shared by Soha (@sakpataudi) on

હાલમાં જ ભાઈબીજને સેલિબ્રેટ કરતાં કૃણાલ ખેમૂએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ઈનાયા ગાયત્રી મંત્ર બોલતા દેખાઈ હતી. આટલી નાની ઉંમરમાં ઈનાયાને આખો ગાયત્રી મંત્ર યાદ છે આ જોઈને લોકો ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છેકે, પોપ્યુલારિટીનાં મામલામાં ઈનાયા ભાઈ તૈમૂર કરતાં કમ નથી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *