ટ્રેનો માટે વેબસાઇટ ખુલતાની સાથે જ અઢી કલાકમાં આટલી ટિકિટનું વેચાણ

ઇન્ડિયન રેલવેએ યાત્રાળુઓની સુવિધા માટે 1 જુનથી 200 પેસેન્જર ટ્રેનોને ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો માટે ગુરુવારે એટલે કે આજે સવારે 10 વાગ્યે બુકિંગ શરૂ થયું અને માત્ર એક કલાકની અંદર લગભગ 1.50 લાખ ટિકિટનું બુકિંગ થઇ ગયું છે.

રેલવેએ એસી સ્પેશિયલ અને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની સિવાય આ 200 ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોમાં જનરલ કોચ માટે પણ ટિકિટ બુક કરાવી શકાય છે. જોકે વિના કન્ફર્મ ટિકિટ આ ટ્રેનોમાં યાત્રાની મંજૂરી નહીં હોય.

રેલવેએ 1 જૂનથી શરૂ થઇ રહેલી 200 ટ્રેનો માટે 21 મે એટલે કે ગુરુવારની સવારે 10 વાગ્યે વેબસાઇટ પર બુકિંગ શરૂ થયું અને થોડી વારમાં જ લગભગ 1.50 લાખ ટિકિટોનું બુકિંગ થઇ ગયું.

રેલવે દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ યાત્રાળુઓએ માત્ર એક કલાકમાં 1 જૂનથી શરૂ થઇ રહેલી 73 ટ્રેનો માટે 1,49,025 ટિકિટોનું બુકિંગ કરી નાંખ્યું. આ હેઠળ 2,90, 510 લોકોની ટિકિટ બુક કરવામાં આવી.

પીયૂષ ગોયલે જણાવ્યું કે એક જૂનથી શરૂ થઇ રહેલી ટ્રેનો માટે માત્ર અઢી કલાકમાં સેકન્ડ ક્લાસ પેસેન્જર્સ ટ્રેન માટે 4 લાખથી વધારે ટિકિટોનું બુકિંગ થયું. તેઓએ કહ્યું કે ટિકિટોનું બુકિંગ જોતા લાગે છે કે મોટી સંખ્યામાં લોકો ઘરે પાછા જવા માંગે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *