વિદેશીઓની સરખામણીએ ભારતીયોના મગજનો આકાર નાનો

એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, પશ્ચિમી દેશોમાં રહેતા લોકોની સરખામણીએ ભારતના લોકોના મગજનો આકાર થોડો નાનો છે. ન્યુરોલોજી ઈન્ડિયા નામની જર્નલમાં આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વ અને પશ્ચિમના લોકોની સરખામણીએ ભારતીય લોકોનાં મગજની લંબાઈ, પહોળાઈ અને ઘનત્વ નાનું છે. આ અભ્યાસ દરમિયાન હૈદરાબાદ IIT દ્વારા પહેલીવાર ઈન્ડિયન બ્રેન એટલસ તૈયાર કરવામાં આવ્યો છે. આ સંશોધન અલ્ઝાઇમર અને મગજ સાથે સંકળાયેલ બીમારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ અભ્યાસ પછી મગજ સાથે સંકળાયેલ બીમારીઓ અને તકલીફોને સમજવામાં મદદ મળશે. આ રિસર્ચ કરવા માટે સંશોધકોએ 21-30 વર્ષ વયના 100 યુવાન તંદુરસ્ત ભારતીયોનું પરીક્ષણ કર્યું. અભ્યાસમાં તમામ ભાગ લેનારાઓની સાયકોલોજીકલ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની તપાસ કરવામાં આવી હતી. હૈદરાબાદની ત્રણ જુદી જુદી હોસ્પિટલોમાં આ વિષયોના MRI સ્કેન કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદના સંશોધકોએ કર્યો છે. આ અબ્યાસ બાદ સંશોધકોનું કહેવું છે કે ભારતીય લોકોનાં મગજનું કદ થોડું નાનું છે. આ વાત અલગ-અલગ સ્કેનમાં સામે આવી છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *