દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 500થી પણ વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે તો સામે ભારત સરકારના ઝડપથી લેવામાં આવી રહેલ નિર્ણયો અને આરોગ્ય વિભાગની સતર્કતાના કારણે કોરોના પોઝિટિવ કેસના દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. વિશ્વભરને પોતાના ભરડામાં લઇને કચકચાવી રહેલા કોરોના વાયરસને કારણે સ્થિતિ દિન-પ્રતિદિન બગડી રહી છે. આ કારણે ઘણા લોકો હવે શારીરિક કરતાં માનસિક રીતે વધારે પરેશાન રહેવા લાગ્યા છે. આવા સમયમાં ભારતીયોને યોગ્ય કાળજી લેવા પ્રોત્સાહિત કરનારા એક સમાચાર પણ આવ્યા છે.
મૂળ આગ્રાના નિવાસી વિકાસ સારસ્વતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક આશા જગાવનારો વિડિઓ પોસ્ટ કર્યો છે. આ વિડિઓ ભારતના સૌપ્રથમ કોરોના પોઝિટિવ દર્દી ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી અમિત કપૂરનો છે. અમિત કપૂર હવે કોરોનાના પ્રકોપમાંથી સંપૂર્ણ પણે ઉગરી આવ્યા છે. આ સાથે તેમના પરિવારના અન્ય સભ્યોની પણ સુ:ખદ રિકવરી થઇ ગઇ છે. જુઓ કોરોનાના પ્રકોપમાંથી સંપૂર્ણ ઉગરી આવેલ અમિત કપૂરે શું કહ્યું….
"જયારે વિકસિત દેશો એમના દેશને ન બચાવી શક્યા તો ભારતમાં ફેલાઈ ગયો તો આપણે કેવી રીતે બચાવી શકીશું"
આ શબ્દો છે દેશમાં સૌ પ્રથમ #coronavirus થી પીડિતોમાંના એક અમિત કપૂર(આગ્રા)નાં જે હવે બિલકુલ સાજા થઇ ગયા છે.સાંભળો તે શું કહે છે
@GujHFWDept @CMOGuj @InfoGujarat @PIBAhmedabad pic.twitter.com/VK7jzLuydR— DD News Gujarati (@DDNewsGujarati) March 23, 2020