Connect with us

ગુજરાત

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ….આવો જાણીએ કચ્છની જાણી-અજાણી વાતો …….

Published

on

ગુજરાતમાં સોથી મોટો જીલ્લો એટલે કચ્છ.કચ્છ કાઠીયાવાડથી અલગ પડે છે.કચ્છના ઉત્તર ભાગમાં નાનું રણ અને કચ્છના પૂર્વ ભાગમાં મોટું રણ આવેલું છે.કચ્છના લોકો કચ્છી અથવા ગુજરાતી ભાષા બોલે છે.અને ત્યાં અંગ્રેજી,હિન્દી,મરાઠી બોલનારા લોકોની વસ્તી પણ ઘણી છે.મળી આવેલા અવશેષો પ્રમાણે કહીએ તો કચ્છ એ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે.

કચ્છમાં ૧૦તાલુકાઓ ૧૦ શહેર અને ૯૫૦ ગામડાઓ આવેલા છે.જાણે એવું કહી શકાય કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે તેનું નામ કચ્છ પડ્યુ  હશે.કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે.

કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપતિ – ખનીજો ધરાવે છે. કચ્છમાં મુખ્યત્વે મીઠા ઉદ્યોગ સૌથી મોટો છે. રાજ્યનું ૭૦% મીઠું કચ્છમાં પાકે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. આ જીલ્લામાં નાના મોટા કુલ ૫ બંદરો આવેલા છે જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે.જેમાં ગુજરાતમાં કંડલા એ સોથી મોટું બંદર છે. કચ્‍છ મ્‍યુઝિયમ કચ્‍છનું એક માત્ર સરકારી મ્‍યુઝિયમ છે.

અને જો સંસ્કૃતિની વાત કરીએ તો તેની અનોખી કળા અને કારીગરીથી આ કચ્છ જીલ્લો વિશ્વભરમાં જાણીતો છે.ત્યારે દેશ વિદેશના લોકો અહી કચ્છની સંસ્કૃતી નિહાળવા માટે આવે છે.ત્યાના શ્રમિકો પોતાના આ હસ્તકલાને જીવંત રાખવા ખુબ જ મહેનત કરે છે.તેઓ સારા કે નરસા દિવસોમાંથી પસાર થઈ પોતાના એતિહાસિક વારસાને જાળવી રાખવા ખુબ જ મહેનત કરી છે.અને દેશમાં સોથી વિશાળ વિસ્તાર ધરાવનાર જીલ્લો એ દેશના બીજા ક્રમે આવે છે.આ જિલ્લાને જાણે કુદરતે ડુંગર, રણ અને દરિયાનો સમન્વય કરેલો હોય એવું લાગે.આ કચ્છના લોકો ઘણા આપત્તિ માંથી પસાર થઈ,આ પ્રદેશ છતાં એની એ જ ખુમારીથી છાતી કાઢીને ઉભો છે.

કચ્‍છ એક જીવંત સંસ્‍કૃતિ છે. અહીં શિલ્‍પ, કૌશલ્‍યો, મહેલો, કિલ્‍લાઓ, રંગબેરંગી ગામડા, મનમોહક વસ્‍તી, સમુદ્ર કિનારો, પક્ષીજીવન અને હસ્‍તશિલ્‍પ આવેલા છે.ગુજરાતમાં કચ્‍છ ઉત્‍સવ ગુજરાતની સુંદરતા, પરંપરા, સંસ્‍કૃતિ અને ભાવના સાથે સાથે કલાત્‍મક વારસાનું પ્રતીક છે. રણ ઉત્‍સવ જે સામાન્‍ય રીતે શીવરાત્રીના મેળા માટે પ્રમુખ શીવમંદિર પાસે ઉજવવામાં આવે છે.અહીંના માટીના શિલ્‍પો, શિલ્‍પ પરંપરા અને અલિપ્‍ત સુંદર પોશાકો નોંધનીય છે.

આ વિસ્‍તારમાં દરેક સમુદાયની પોતાની અલગ સંગીત, નૃત્‍ય, શિલ્‍પ તથા કપડા દ્વારા અલગ ઓળખાણ છે. કચ્‍છ મહોત્‍સવમાં શ્રેષ્‍ઠ રંગીનનૃત્‍ય, સંગીત, સંગીતનો આનંદ, સિંધી ભજન, લગ્‍નગીતો, લોકકળા, શિલ્‍પ પ્રદર્શનો તથા ગાથા ગીત દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અહીંના મુખ્‍ય આકર્ષણો છે. જુદી જુદી શૈલીના કપડા, અલંકારો, લાકડાના શિલ્‍પો અહીં વેચવામાં આવે છે.હાજીપીર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી એક દરગાહ છે. આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે.ઉપરાંત કચ્છમાં માતાનો મઢ પણ આવેલો છે.

જો વાત કરીએ ત્યાંના નૃત્યની તો દાંડિયા રાસ કચ્છના પરંપરાગત લોક નૃત્યમાનુ એક નૃત્ય છે. દાંડિયા રાસમાં મંડ, નમન, બેઠીયા, બારિયા, અહીયા, પંચિયા, અને દોઢિયા જેવી વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. પુરુષો અને સ્ત્રીઓ તેમના હાથમાં નાની લાકડીના દાડીયા સાથે ગોળ ચક્રમાં ફરી રાસના પગલાંઓ લે છે.કચ્છના લોક નૃત્ય ઉપરાંત, લોકો ઘણા ગુજરાતી નૃત્ય ના સ્વરૂપને પણ અનુસરે છે જેમાં ટીપણી નૃત્ય, ઢોલી નૃત્ય, અને મંજીરા નૃત્યનો સમાવેશ થાય છે. આ બધા નૃત્યોમાં લોકો ઢોલ, મંજીરા, એકતારા, તબ્લા વગેરે જેવા સંગીત વગાડવાના વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે.

કચ્છનો લોક નૃત્ય ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. સૌથી પ્રસિદ્ધ નૃત્ય સ્વરૂપ ગજિઓ અને દાંડિયા રાસ છે. કચ્છમાં ઘણા તહેવારો ઉજવાય છે અને આ ઉજવણી લોક નૃત્ય સ્વરૂપો સાથે કરવામાં આવે છે. ક્ચ્છનાં અનેક તીર્થ સ્થાનોમાં લખપત તાલુકામાં આવેલું કટેશ્વર પણ એક પૌરાણિક તીર્થધામ છે.તેમજ વાત કરીએ ત્યાના પહેરવેશની તો ભરતકામ કચ્છ નો સમાનાર્થી તરીકે એક હસ્તકલા બની ગયું છે, અન્ય કાપડ હસ્તકલા અને હાર્ડ સામગ્રી હસ્તકલા આ જમીનને રંગ અને ઓળખ આપે છે. વેપાર, કૃષિ અને પશુપાલન દ્વારા જોડાયેલા અનેક સમુદાયોમાંથી હસ્તકલા દ્વારા કચ્છમાં એક આગવી ઓળખ ધરાવે છે.

કચ્છના પરમ્પરાગત ભરતકામમાં સુફ એ ત્રિકોણ પર આધારિત પીડાદાયક ભરતકામ છે જે, જેને “સુફ” કહેવાય છે. સુફની પાછળની બાજુથી કામ કરાયેલ સપાટીની સૅટિન સ્ટીચના માંપ દ્વારા કાપડની વેપારી ભાવ નકી કરી વેતન આપે છે. ઢબ ક્યારેય દોરવામાં આવતી નથી.નાના ત્રિકોણ સાથે સમપ્રમાણતા દાખલાઓ અને ઉચ્ચાર ટાંકા ભરે છે.કચ્છમાં ભરતકામની મુખ્ય શૈલીઓમાં સીંધ-કચ્છ પ્રાદેશની સુફ, ખારેક, અને પાકોની શૈલીઓ અને રબારી, ગરાસીયા જત અને મુતાવાની વંશીય શૈલીઓ છે.વિશિષ્ટ શૈલીઓ જીવનશૈલી દર્શાવે છે. તેઓ પશુપાલકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

જેમની વારસાઇ સાંસ્કૃતિક મિલકત તરીકે સાંસ્કૃતિક મિલકત માનવામાં આવે છે.જે જમીન કરતાં વધુ કીમતી છે.કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ત્યારે વાત કરીએ ત્યાના રણની કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ એ ૩૦,૦૦૦ ચો કિમી નું ક્ષેત્ર છે જે સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી વિસ્તરેલો છે. આ કળણ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામને સ્પર્શે છે.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો એ વાત પણ જાણતા હશો કે તેમણે “ખુશ્બુ ગુજરાત કી” નામની ગુજરાત ટુરીઝમની જાહેરાત આવે છે. જેમાં સફેદ ગુજરાતી કેડિયું અને માથે લાલ પાઘડી બાંધેલી હોય છે અને સફેદ વિસ્તાર તરફ આંગળી ચીંધતા જે દશ્ય બતાવે છે તે યાદ છે ને! એ દ્રશ્ય છે અતિ રમણીય અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું કચ્છનું સફેદ રણ ધોરડો કે જયાં સફેદ રણમાં મહોત્સવ યોજાય છે

સફેદ રણમાં ખારૂ પાણી રહી પછી ખુલ્લા રણમાં પવનની જોરદાર તાકાતથી કંરટ પેદા થાય છે અને તેથી દલદલી જમીન પર મીઠું પાકે છે. આ મીઠામાં ચોમાસું પાણી ભળે એટલે ચીકાશ પેદા થાય છે. આ ચીકાશ સાથેનુ મીઠું જયારે ઠંડી પડે ત્યારે જામી જાય છે અને તેથી સફેદ રણ સર્જાય છે.ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રેન્કિંગ પર ભારત: ‘ભૂલભર્યું, ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે’

Published

on

ભારતે શનિવારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 રેન્કિંગને નકારી કાઢ્યું હતું. અને કહ્યું હતું કે ઇન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રેન્કિંગ એ “ભૂખનું ખોટું માપ” છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું 107મું રેન્કિંગ એ “એક રાષ્ટ્ર કે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી” તરીકે દેશની છબી ખરાબ કરવાના સતત પ્રયાસનો એક ભાગ છે, કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતને 121 દેશોમાંથી 107માં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના બાળકોનો બગાડ દર 19.3 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending