આઈફોન 2020માં ક્વૉલકોમ અલ્ટ્રાસોનિક ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે

વર્ષ 2020માં લોન્ચ થનારા આઇફોનમાં વધારે સિક્યોરિટી ફીચર આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઈફોન 2020માં ક્વૉલકોમ અલ્ટ્રા સોનિક ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે એપલ કંપનીએ તાઈવાનની ટચસ્ક્રીન બનાવતી કંપની GIS સાથે પાર્ટનરશિપ કરી છે.

ક્વૉલકોમે ગત મંગળવારે કંપનીની ત્રીજી એન્યુઅલ સ્નેપડ્રેગન ટેક્નોલોજી સમિટમાં નવું 3D સોનિક મેક્સ અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર રજૂ કર્યું છે. આ સેન્સરમાં વધારે રેકગ્નાઈઝ એરિયા મળે છે. યુઝર તેની મદદથી 2 આંગળી સ્કેન કરી શકશે. તેનાથી યુઝરને વધારે સિક્યોરિટી મળશે.

ક્વૉલકોમ કંપની સેમસંગને પણ પોતાના અલ્ટ્રા સોનિક સેન્સર સપ્લાય કરે છે, પરંતુ એપલ કંપનીને તે એડવાન્સ વર્ઝનનું સેન્સર સપ્લાય કરશે.

ટેક એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર એપલ કંપની વર્ષ 2020માં 5.4 ઈંચનો 1 ફોન, 6.1 ઇંચના 2 ફોન અને 6.7 ઇંચનો 1 ફોન લોન્ચ કરશે. આ તમામ સ્માર્ટફોન 5G ટેક્નોલોજીને સપોર્ટ કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર એપલ કંપની વર્ષ 2020માં લોન્ચ થનારા આઇફોનમા ક્વૉલકોમનાં X55 મોડેમનો ઉપયોગ કરશે. આઈફોન 2020નાં તમામ મોડેલમાં OLED ડિસ્પ્લે મળશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *