આઇપીએલ ૧૩ની શરૂ કરાઇ તડામાર તૈયારીઓ, ખેલાડીઓએ રાખવુ પડશે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન

કોરોના વાયરસની વચ્ચે ક્રિકેટપ્રેમીઓ વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે,ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલની ૧૩મી સિઝન માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુઇએમાં રમાનારી આ ટી૨૦ લીગ પ્રેક્ષકોની ગેરહાજરીમાં બંધબારણે રમાશે.

ત્યારે મળતી માહિતી મુજબ આઇપીએલ પહેલાં તમામ ખેલાડીઓના બે સપ્તાહમાં ચાર-ચાર વખત કોરોના ટેસ્ટ થશે. આ ઉપરાંત કોમેન્ટેટર્સ પણ છ ફૂટના અંતરે બેસીને લાઇવ કોમેન્ટરી આવશે. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્ત રીતે અમલ કરવામાં આવશે.

આ વખતની આઇપીએલમાં ઘણા ફેરફારો જોવા મળશે. ગ્રાઉન્ડ ઉપર મૂકવામાં આવતા ડગઆઉટમાં ગણતરીના ખેલાડીઓ તથા સહાયક સ્ટાફ રહેશે. આ ઉપરાંત ડ્રેસિંગરૂમમાં ૧૫ કરતાં વધારે ખેલાડીઓની મંજૂરી આપવામાં આવશે નહીં. બીસીસીઆઇ ચુસ્ત રીતે ટૂર્નામેન્ટમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર લાગુ કરશે.

જાણવા મળી રહ્યુ છે કે પ્રત્યેક ખેલાડી ટૂર્નામેન્ટ પહેલાં બે સપ્તાહના ગાળામાં ચાર કોવિડ-૧૯ ટેસ્ટમાંથી પસાર થશે. બે ટેસ્ટ ભારતથી યુઇએ જતાં પહેલાં અને બાકીના બે ટેસ્ટ યુએઇ ખાતે ક્વોરન્ટાઇનના સમયગાળા દરમિયાન કરવામાં આવશે.

એસઓપીને વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ઇસીબીએ તૈયાર કરેલા માપદંડ મુજબ તૈયાર કરવામાં આવી છે. એક વખત જો કોઈ ટીમને હોટેલ આપવામાં આવશે તો પાછળથી કોઈ પણ કિંમતે તેને બદલવામાં આવશે નહીં.

તેની સાથે એક મહત્વનો નિર્ણય પણ લેવા આવશે કે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે રમાનારી આઇપીએલમાં ખેલાડીઓની પત્ની તથા ગર્લફ્રેન્ડને સાથે લઈ જવી કે નહીં કે અંગે ગર્વિંનગ કાઉન્સિલ નિર્ણય લેશે.

 

 

 

જોકે આઇપીએલ ૨૦૨૦ માટે હજુ સુધી ભારત સરકારની મંજૂરી મળી નથી પરંતુ યુએઇએ યજમાની કરવાની સહમતી વ્યક્ત કરી દીધી છે. બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ ફ્રેન્ચાઇઝીના માલિકો, ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડને પણ બાયો સિક્યોર બબલ તોડવાની મંજૂરી મળશે નહીં. એક વખત બાયો-બબલ આવી ગયા બાદ કોઈને તે તોડવાની મંજૂરી મળશે નહીં.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *