ઈશાની વિદાયમાં નીતા અંબાણીની આંખમાંથી આંસુ ન થમ્યા ન પિતાએ છોડ્યો હાથ

પારંપારિક તો ખરા પણ ભવ્ય લગ્ન

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશાના 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે લગ્ન થઇ ચુક્યા છે. મુકેશ અંબાણીના પરિવારનો આ પહેલો પ્રસંગ હતો. સૌ કોઈને ખબર છે કે ઈશાના લગ્નની દરેક ક્ષણ અને દરેક વસ્તુમાં ગુજરાતીપણું છલકાતું હતું. લગ્નની વિધિ હોય કે મહેમાનોની આગતાસ્વાગતા બધું જ પરંપરાગત રીતે કરવામાં આવ્યું. અને સોશિયલ મીડિયા પર ઈશાના લગ્નના વીડિયો થોડા થોડા સમયે વાયરલ થતા રહે છે.

સાસુમાએ ખેંચ્યુ જમાઈનું નાક

પરંપરા અનુસાર નીતા અંબાણીએ જમાઈ આનંદ પિરામલનું નાક ખેચ્યું હતું.

આ રીતે મંડપમાં આવી અંબાણી પરિવારની લાડલી

મંડપમાં જયારે ઈશા અંબાણીનું આગમન થયું ત્યારે સુમધુર ગીત વાગતું હતું. અને સૌ મહેમાનોએ ઝાંજારના અવાજ વાળી ગંટડી વગાડી હતી.

કન્યાદાન વખતે થયા ભાવુક

ઈશાના લગ્નના અગાઉ પણ કેટલાક વીડિયો વાયરલ થયા હતા. આ વીડીઓ માં ઈશા મંડપમાં આવી તેનો અને કન્યાદાન વખતે ઈમોશનલ થયેલા નીતા-મુકેશ અંબાણીનો વીડિયો પણ વાયરલ થયો હતો.

વિદાયની ઘડી આવી ગઈ

બાળપણ જેની સાથે લડી-ઝઘડીને અને મજાક-મસ્તી કરીને વિતાવ્યું હોય તે બહેન કાલથી આ ઘરમાં નહીં હોય તેવી લાગણી ઈશાના બંને ભાઈઓના ચહેરા પર દેખાઈ. આકાશ અને અનંત અંબાણીએ પણ ઈશાને ભારે હૈયે વિદાય આપી. બેકગ્રાઉન્ડમાં વાગતા ‘લાડલી’ ગીતના શબ્દો અને સંગીતે માહોલને વધુ ભાવુક કર્યો.

વિદાયમાં આંસુ ન રોકાયા

થોડા દિવસો પહેલા જ ઈશાના લગ્નના 16 દિવસ બાદ હવે તેની વિદાયનો વીડિયો સામે આવ્યો છે. દીકરીના લગ્નનો ઉત્સાહ મા-બાપને જેટલો હોય તેનાથી ચાર ગણું દુઃખ પોતાના કાળજાનો કટકો કોઈને સોંપી દેવાનું હોય છે. દીકરીની વિદાયની વેળા મા-બાપ માટે સૌથી કપરી હોય છે. આવું જ દુઃખ સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચહેરા પર જોવા મળ્યું. ઈશાની વિદાય વખતે નીતા અંબાણી દીકરીને ભેટીને ખૂબ રડ્યા તો મુકેશ અંબાણીએ છેક સુધી ઈશાનો હાથ પકડી રાખ્યો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *