જેક્લીન પરિવાર અને મિત્રો સાથે જ જન્મદિવસ ઉજવશે

જેક્લીન ફર્નાન્ડિઝ  પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભારે ઉત્સુક છે. આવતીકાલે તે તેના જન્મદિવસની ઉજવણી કરનાર છે. પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવણી કરનાર છે. ગયા વર્ષે તે યુરોપમાં જન્મદિવસ મનાવવા માટે પહોંચી હતી.


ખુબસુરત જેક્લીન હવે બોલિવુડમાં મજબુતી સાથે પગ જમાવવામાં સફળ રહી છે. સલમાન સાથે ફિલ્મ કિકમાં કામ કર્યા બાદ જેક્લીન લોકપ્રિય અભિનેત્રી તરીક ઉભરી ચુકી છે. તેની પાસે હાલમાં સૌથી વધારે ફિલ્મો રહેલી છે.  જેકલીનની છેલ્લી કેટલીક ફિલ્મો સફળ સાબિત થઇ રહી નથી. પરંતુ તે આશાવાદી બનેલી છે. સિદ્ધાર્થ સાથેની ફિલ્મમાં કામ કર્યા બાદ તેકેટલીક નવી ફિલ્મમાં પણ જોવા મળનાર છે. તેની પાસે જે ફિલ્મો હાથમાં રહેલી છે તેમાં સુશાંત સિંહ રાજપુત સાથે ડ્રાઇવ અને સલમાન સાથે રેમો ડિસોઝાની ફિલ્મનો સમાવેશ થાય છે.


સલમાન ખાન રેમો સાથે ફિલ્મને લઇને ખુશ છે. આ ફિલ્મની પટકથા ખુબ રોમાંચક બનાવવાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મમાં સલમાન ખાન એક પુત્રીના પિતાની ભૂમિકા અદા કરનાર છે.જેકલીન તરૂણ મનસુખાની અને કરણ જોહરની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જેકલીને પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત અલાદિન સાથે કરી હતી. ત્યારબાદથી તે સતત સંઘર્ષ કરી રહી હતી. સલમાન સાથે કિક ફિલ્મમાં કામ કર્યા બાદ તે સ્ટાર તરીકે ઉભરી આવી હતી. આ ફિલ્મ બાદ તેની ફિલ્મો લોકો નિહાળતા થયા છે.


સિદ્ધાર્થ સાથેની જેન્ટલમેન ફિલ્મમાં તે શાનદાર પોલ ડાન્સ કરી ચુકી છે. તે ફિલ્મોમાં આઇટમ સોંગ પણ કરી ચુકી છે. રેમોની ટાઇટલ વગરની ફિલ્મને લઇને જેક્લીનનો સમપર્ક કરવામાં આવી ચુક્યો છે. પોલ ડાન્સમાં બં ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લીધા બાદ હવે તે રેમોની ફિલ્મમાં આના કરતા પણ વધારે મુશ્કેલ ડાન્સ સ્ટેપ કરનાર છે. જેક્લીન કહે છે કે સાજિદ અને સલમાનના માર્ગદર્શનના કારણે તેને સૌથી વધારે ફાયદો થયો છે.


જેક્લીન નવા અભિનેતા વરૂણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા અને અન્યો સાથે નજરે પડી ચુકી છે. આવી જ રીતે તે અક્ષય કુમાર, રણબીર કપુર સાથે પણ નજરે પડી ચુકી છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *