ફરી ચર્ચામાં આવી કંગના રનોત,આદિત્ય ચોપડા પર લગાવ્યો આ ગંભીર આરોપ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલિવુડ બે ભાગમાં વહેચાય ગયું છે. તેની સાથેજ ઘણા વિવાદ પણ ચર્ચામાં આવ્યા છે.જેમા સૌથી મોટો મુદ્દો છે નેપોટિઝમનો આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.


ઘણા અભિનેતા-અભિનેત્રીઓ બોલીવુડમાં પોતાની આપવીતી જણાવીને નેપોટિઝમ પર પોતાની મહોર લગાવી ચુક્યા છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં કંગના રનોતે એક નવો ખુલાસો કરીને આ મુદ્દાને બળ પૂરુ પાડ્યું છે.

કંગનાએ જણાવ્યું છે બોક્સ ઓફિસ પર સફળતાના કીર્તિમાન સ્થાપિત કરનારી ફિલ્મ સુલ્તાન પહેલા કંગનાને ઓફર થઇ હતી.પરંતુ કંગનાએ કોઈ કારણોસર ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સલમાન ખાન હતો અને કંગનાએ ના પાડ્યા બાદ ફિલ્મમાં અનુષ્કા શર્માની એન્ટ્રી થઈ હતી.


ફિલ્મ રિલીઝ થયાના આટલા વર્ષો બાદ કંગનાએ તે સમયની વાતોને ઉજાગર કરી છે, જેને જાણીને બોલીવુડ જગતમાં હલચક મચી ગઈ છે. જો તેના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા હોય તો આદિત્ય ચોપડા ગ્રુપે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


કંગના રનોતે સુલ્તાનમાં કામ કરવાની ના પાડ્યા બાદ આદિત્ય ચોપડા ગુસ્સો થયા હતા. અને કંગનાએ સુલ્તાનને ના પાડી દીધી છે,એ જાણ્યા બાદ આદિત્ય ચોપડાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. અને કંગનાના કહેવા પ્રમાણે તેને કંગનાને ધમકી પણ આપી હતી, એ તેનું કરિઅર ખતમ કરી દેશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *