કોમેડી કિંગ કપિલ શર્માએ શેયર કરી તેની લિટલ એન્જલની તસ્વીર, દીકરીની તસવીરો શૅર કરી જણાવ્યું નામ

કોમેડી કિંગ તરીકે જાણીતો કપિલ શર્મા અત્યારે જીવનનાં બેસ્ટ ફેઝમાં છે. . કપિલની પત્ની ગિન્ની ચતરથે 10 ડિસેમ્બર 2019નાં રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીનાં જન્મની સાથે જ કપિલ અને તેની પત્ની બહુજ ખુશ છે.કોમેડિયન કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથની દીકરીની પહેલી તસવીર સામે આવી છે. ખુદ પાપા કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીની તસવીરો શૅર કરીને દીકરીનું નામ પણ દુનિયાને કહ્યું છે.

કપિલ બીઝી શેડ્યૂલ હોવા છતાં પણ પોતાની નાનકડી પરી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે સમય કાઢી જ લે છે. કપિલનો નાનકડી પુત્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં કપલ તેની નાનકડી પરીને ખોળામાં લઈને દેખાઈ રહ્યા છે.એક ફોટામાં કપિલ અને તેમની પુત્રી એકબીજાની આંખોમાં જોતા દેખાઈ રહ્યા છે.

ફેન્સને કપિલનો પુત્રીની સાથેનો ફોટો ઘણો પસંદ પડી રહ્યો છે. ફોટો જોઈને કહી શકાય છેકે, કપલની તેમની લિટલ એન્જલની સાથે સારું બોન્ડિંગ થઈ ગયુ છે.ઉલ્લેખનીય છેકે, કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018નાં રોજ ગિન્ની ચતરથની સાથે લગ્ન કર્યા હતા. બંનેનાં લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ લગ્નમાં ટીવી, બોલીવુડ અને પંજાબી ઈન્ડસ્ટ્રીનાં ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.

કપિલ શર્મા પોતાનાં લગ્નની પહેલી વર્ષગાંઠના બે દિવસ પહેલાં જ પિતા બની ગયો હતો. એની પત્ની ગિન્નીએ 10 ડિસેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. આ ન્યૂઝ કપિલે ટ્વિટર પર બ્રેક કર્યા હતા. ,જેમા કપિલે લખ્યું હતું કે ‘દીકરી મેળવીને હું ધન્ય થયો છું. તમારા સૌના આશીર્વાદની અપેક્ષા છે. સૌને પ્રેમ. જય માતા દી.’

ફોટો શેયર કરતા કપિલે લખ્યું છે, ‘મારા દિલના ટુકડા અનાયરાને મળો.’નાની અનાયરાનો ફોટો શેયર કરતા જ સોશિયલ મિડિયામાં વાયલર થયો હતો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *