કરણ જોહરને મળી આવ્યો કુંભના મેળામાં ખોવાયેલો ભાઈ, ટ્વીટર પર મળ્યો આ રીતે

story karan johar duplicate-photo goes viral on social media

યાદ છે વિરાટ કોહલીનો એ હમશકલો? હા, વિરાટ કોહલીના બે હમશકલો અને પ્રિયંકા ચોપરાના ત્રણ. લાગે છે કે જુડવાની રીમેક બાદ આ હમશકલનો રોગ વધુ વાઈરલ થયો છે. હવે પ્રખ્યાત ડાયરેકટર એવા કરણ જોહરને પણ તેનો હમશકલ મળી આવ્યો છે. અને એ પણ બોર્ડર પારથી.

કરણ જોહરના એક ટ્વીટને રીપ્લાય કરીને પાકિસ્તાની એવા ઉસ્માન ખાનએ ટ્વીટ કર્યું હતું કે, “શું હું કુછ કુછ હોતા હૈ ના ડાયરેકટર જેવો લાગુ છું?”

થોડી જ વારમાં આ ટ્વીટ વાઈરલ થઇ હતી અને કરણ જોહરે પણ ટ્વીટ કર્યું હતું કે, “ઘણીવાર અમુક ટ્વીટ મારી બોલતી બંધ કરી દે છે, બસ આ ટ્વીટ એમાંની જ એક છે.” બસ, પછી તો ઘણા લોકોનું ધ્યાન આ ટ્વીટએ ખેચ્યું હતું અને ઉસ્માન ખાનએ વોટ્સ એપના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેમાં ઘણા લોકોએ તેને કહ્યું હતું કે તું કરણ જોહર જેવો લાગે છે.

લોકો એ વાત પર સંમત થયા હતા કે, “બંને એક જ સરખી રીતે પાઉટ કરે છે. ઘણા એ તો એવું પણ કહ્યું કે ઉસ્માન ખાનને લઈને કરણે પોતાની બાયોપિક બનાવવી જોઈએ. કોઈએ તો એમ પણ કહ્યું હતું કે ઉસ્માનને કોફી વિથ કરણમાં ઇન્વાઇટ કરવો જોઈએ.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *