કેટરિના ફરી વખત કરશે આનંદ એલ રાય સાથે કામ

કેટરિના કૈફે આનંદ એલ રાય નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ ઝીરોમાં કામ કર્યુ  હતુ…….હવે અભિનેત્રી ફરી  આનંદ એલ રાયની ફિલ્મમાં કામ કરવાની છે.આ એક કોરીયન ફિલ્મની રીમેક હશે જેનું નામ મિસ અને મિસિસ કોપ હશે..આ ફિલ્મમાં કેટરિના મહિલા પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં વધુ એક અભિનેત્રી હશે જેને હજી ફાઇનલ કરવામાં આવી નથી.આ એક ક્રાઇમ કોમેડી ફિલ્મ બનશે. કોરિયા અને ભારતની સંસ્કૃતિ  સમાન હોવાથી ભારતીય દર્શકોને આ ફિલ્મ ચોક્કસ પસંદ પડશે તેવી આનંદ એલ રાયને ખાતરી છે….. અન્ય અભિનેત્રી તરીકે વિદ્યા બાલનનું નામ બોલાઇ રહ્યું છે. કેટરિના મિસ કોપ અને વિદ્યા બાલન મિસિસ કોપ તરીકે હશે.આનંદ એલ રાય સાથે શાહરૂખ પણ આ ફિલ્મનો સહ નિર્માતા છે…… જોકે તે આ ફિલ્મમાં કામ કરવાનો નથી. જોકે તે કદાચ આ ફિલ્મમાં કેમિયો કરે અથવા તો બેકગ્રાઉન્ડમાં નેરેટર્સનો રોલ કરે તેવી શક્યતા છે…….

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *