કેટરીનાનો ડ્રીમ પોજેક્ટ ‘કે બ્યૂટી’ થયો લોન્ચ

કેટરીના કૈફનો ડ્રીમ પોજેક્ટ ‘કે બ્યૂટી’ લોન્ચ થઈ ગયો છે. આ બ્યૂટી લાઈનમાં અંદાજે 64 આઈટમ્સ છે, જે માટે કેટરીનાએ નાયકા ડોટ કોમની મદદ લીધી છે. કેટરીનાએ બ્યૂટી લાઈન લોન્ચિંગનો સ્પેશિયલ વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં સાઈના નેહવાલ તથા સાઉથ એક્ટ્રેસ નયનતારા જોવા મળી હતી.

કેટરીનાએ પોતાની બ્યૂટી પ્રોડક્ટ્સ અંગે કહ્યું હતું કે તેની પ્રોડક્ટ્સ ગ્લેમર તથા કેર વચ્ચેનો બ્રિજ છે. કારણ કે તેની અત્યાર સુધીની જર્નીમાં મેકઅપનો રોલ મહત્ત્વનો રહ્યો છે. આથી જ તેને મેક-અપ માટેનો પ્રેમ આ રીતે વ્યક્ત કરવાનું સપનું જોયું હતું.કેટરીનાએ પોતાની બ્યૂટી લાઈનનું આ જ નામથી ઈન્સ્ટા પેજ પણ બનાવ્યું છે, જેમાં તેણે પ્રોડક્ટની લોન્ચિંગ ડેટ શૅર કરી છે. કેટરીના કૈફ એક્ટર અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *