Connect with us

ઈતિહાસના પાનામાં લટાર

ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ

Published

on

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે છે. લગભગ 6 મહિના સુધી અહીં દર્શન અને યાત્રા શરૂ રહે છે. ત્યાર બાદ કારતક મહિનો એટલે ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી કપાટ બંધ થઇ જાય છે. કપાટ બંધ થવા પર ભગવાન કેદારનાથને પાલખી દ્વારા ઊખીમઠ લઇ જવામાં આવે છે અને ત્યાં ઓંકારેશ્વર મંદિરમાં 6 મહિના સુધી તેમની પૂજા કરવામાં આવે છે.

કેદારનાથ ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજું ધામ છે. આ સિવાય તે 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચી જગ્યાએ બનેલું અગિયારમું શિવલિંગ છે. મહાભારત પ્રમાણે અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. આ મંદિર લગભગ 1 હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યે બનાવ્યું હતું. આ તીર્થ 3,581 વર્ગ મીટરની ઊંચાઈએ ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે.

 

સ્કંદ પુરાણ પ્રમાણે ગઢવાલને કેદારખંડ કહેવામાં આવે છે. કેદારનાથનું વર્ણન મહાભારતમાં પણ છે. મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ અહીં પૂજા કરી હોય તેવી વાત સામે આવે છે. માન્યતા છે કે, 8મી-9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા હાલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદિર વિશે સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન મળે છે. બદ્રીનાથ મંદિર વૈદિક કાળમાં પણ ઉપસ્થિત હોવાનું પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. થોડી માન્યતાઓ પ્રમાણે, અહીં પણ 8મી સદી બાદ આદિ શંકરાચાર્યે મંદિર બનાવ્યું હતું.

શિવ મહાપુરાણની કથા પ્રમાણે મહાભારત યુદ્ધ પૂર્ણ થવા પર પાંડવોએ પરિવાર અને પોતાના જ ગૌત્ર હત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે વેદવ્યાસજીથી પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ જણાવ્યું કે, પાપમાંથી મુક્તિ મેળવવા માટે કેદાર ક્ષેત્રમાં જઇને ભગવાન કેદારનાથનું દર્શન અને પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ પાંડવોએ કેદાખંડની યાત્રા શરૂ કરી.

કેદારખંડમાં પાંડવોને જોઇ ભગવાન શિવ ગુપ્તકાશીમાં જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ થોડે દૂર જઇને શિવજીએ એક બળદનું સ્વરૂપ ધારણ કર્યું. પાંડવોને જાણ થઇ કે આ બળદ સ્વરૂપમાં શિવજી જ છે. ભગવાન શિવે પાંડવોના મનની વાત જાણી લીધી. ત્યાર બાદ તેઓ ધરતીમાં ફસાવવા લાગ્યાં. ભીમે તેમને રોકવા માટે બળદ સ્વરૂપી શવજીની પૂંછડી પડી લીધી અને અન્ય પાંડવ પણ કરૂણા સાથે રડવા લાગ્યાં અને ભગવાન ભોળાનાથની સ્તૃતિ કરવા લાગ્યાં. જેથી ભગવાન પ્રસન્ન થઇને તેમની પ્રાર્થનાથી બળદની પીઠ ઉપર ત્યાં જ સ્થિત થઇ ગયાં. પાંડવોએ તેમની પૂજા કરીને ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી.

ઊખીમઠના મેનેજર અરૂણ રતૂડી પ્રમાણે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ અને સમય ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રિએ નક્કી થઇ જાય છે. આ મુહૂર્ત ઊખીમઠના ઓંકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ પ્રમાણે કાઢે છે. કપાટ ખોલવાનું મુહૂર્ત મોટાભાગે અક્ષય તૃતીયા અથવા તેના એક-બે દિવસ પછીની તારીખ હોય છે. 6 મહિના સુધી કેદારનાથ યાત્રા શરૂ રહે છે. મેનેજર રતૂડી પ્રમાણે કેદારનાથના કપાટ બંધ થવાની તારીખ નિશ્ચિત રહે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ બાદ ભાઈબીજ પર સવારે પૂજા-અર્ચના કરી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ વર્ષે 16 નવેમ્બરે કેદારનાથ મંદિરના કપાટ બંધ થશે.

અક્ષય તૃતીયા બાદ ઉત્તરાખંડના ચારેય ધામની યાત્રા શરૂ થઇ જાય છે. જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામે પૂર્ણ થાય છે. મેનેજર રતૂડીએ જણાવ્યું કે, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ અક્ષય તૃતીયાએ ખુલી ગયા છે. ત્યાર બાદ કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં. કોરોના મહામારીના કારણે આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 15 મેના રોજ ખુલશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઈતિહાસના પાનામાં લટાર

ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં કરવામાં આવ્યો છે ક્વોરન્ટીન શબ્દનો ઉલ્લેખ,જાણો શા માટે ગાંધીજીને 23 દિવસ માટે ક્વોરન્ટીન રહેવુ પડ્યુ હતું

Published

on

ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોના વાઇરસનો પગપેસારો થયા બાદ ‘ક્વોરન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીએ તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે.

1896માં ગાંધીજી પરિવાર સાથે મુંબઈથી જહાજમાં દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થયા ત્યારે મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેથી જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા કાંઠે પહોંચ્યા ત્યારે ગાંધીજી તથા જહાજમાં સવાર તમામ લોકોને ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી.

તે સમયમાં જાણો શા માટે ગાંધીજીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, તો વાત એમ છે કે આત્મકથામાં ગાંધીજીએ નોંધ્યું છે કે ‘કુરલૅંડ’ નામના જહાજમાં તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા છે. 1996ની 18કે 19મી ડિસેમ્બરે જહાજ ડરબનના બારામાં પહોંચે છે.

ગાંધીજીએ લખ્યું છે કે, ‘જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે.’ તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા ત્યારે મુંબઈમાં મરકી (પ્લેગ)નો રોગચાળો હતો. તેથી ડરબન પહોંચેલા ગાંધીજીના જહાજને બંદરમાં જ અટકાવી દેવાયા હતા અને ગાંધીજી સહિત તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન કરાયા.

પ્લેગના રોગચાળામાં 23 દિવસ ક્વોરન્ટીન રહેવું પડે એવો નિયમ હોય છે. એટલે જહાજ મુંબઈથી ઉપડ્યું એ પછીના 23 દિવસ પૂરા થાય ત્યાં સુધી તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન થવાની ફરજ પાડવામાં આવે છે. જો કે ગાંધીજીએ નોંધ્યું છે કે માત્ર રોગચાળાને લીધે નહીં પણ દક્ષિણ આફ્રિકામાં તેઓ રાજકીય રીતે સક્રિય થયા હોવાથી યેનકેન પ્રકારે તેમને ભારત પરત મોકલી દેવાનો દક્ષિણ આફ્રિકાની સરકારનો ઈરાદો હતો. આ ઈરાદા સામે ગાંધીજી તથા જહાજના પ્રવાસીઓએ મક્કમતા દાખવતા અંતે 1897ની 23મી જાન્યુઆરીએ ક્વોરન્ટીનનો અંત આવે છે અને પ્રવાસીઓને જહાજમાંથી ઉતરવાની મંજૂરી આપવામાં આવે છે.


ગાંધીજીએ આત્મકથામાં ક્વોરન્ટીન માટે સૂતક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જો કે તેમણે અંગ્રેજી શબ્દ ‘ક્વોરન્ટીન’નો ઉલ્લેખ પણ કર્યો છે. ગાંધીજીએ લખ્યું હતું કે, મુંબઈથી નીકળ્યા ત્યારે મરકીનો રોગચાળો હતો જ્યારે ગાંધીજીનું જહાજ ડરબન પહોંચે છે ત્યારે જહાજ પર પીળો વાવટો ફરકાવવામાં આવે છે. જે ક્વૉન્ટાઇન કરાયાનો સંકેત હતો.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

આ પહેલા પણ ચીને કરી હતી આવી ખોફનાક ભૂલ, જેના કારણે થયા હતા કરોડો લોકોના મોત

Published

on

અત્યારે દેશ અને દુનિયા કોરોના નામની મહામારીનું શિકાર બન્યું છે. ચીન દ્રારા ફેલાયલો કોરોના વાયરસની અસર વિશ્ર્વભરમાં ફેલાઇ રહ્યો છે.પણ શું ચીનમાં આવી કોઇ ઘટના કે જેમાં કરોડો લોકોના મોત થયા હોય કેવી આ પહેલી ઘટના નથી આ પહેલા પણ આપી ઘટનાઓ બની છે.

ઇતિહાસમાં ઘણી એવી ભયાનક અને ગંભીર ઘટનાઓ બની છે જે અંગે જાણીને રૂંવાડા ઉભા થઇ જાય છે. એક એવી જ ભયાનક ઘટના આજથી 62 વર્ષ પહેલા ચીનમાં બની હતી. જેમા કરોડો લોકો માર્યા ગયા હતા અને આ ભયાનક તબાહી પાછળ પોતાની ભૂલ હતી જેને બાદ સુધારલાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ ખૂબ મોડું થઇ ગયું હતું. આ ઘટનાને ગ્રેટ ચાઇનિઝ ફેમિનેના નામથી ઓળખવામાં આવે છે. કદાચ જ કોઇ એવો ચીની નાગરિક હશે જે આ ઘટના અંગે ન જાણતું હોય.

1958 ની વાત છે. ત્યારે ચીનની સત્તા સંભાળી રહેલા હતા માઓ જેડોન્ગ, જેને માઓ સે-તુંગ પણ કહેવામાં આવે છે. તેમણે એક અભિયાન શરૂ કર્યું હતું,. જેને ફોર પેસ્ટ કેમ્પેઇના નામથી ઓળખવામાં આવે છે આ અભિયાન હેઠળ તેમણે ચાર જીવ, મચ્છક, માખી, ઉંદર અને ચકલીને મારવાનો આદેશ આપ્યો હતો. તેમનું કહેવું હતું તે આ ચારેય જીવ ખેડૂતોની મહેનત બેકાર કરી દે છે. ખેતરમાં રહેલું અનાજ ખાય જાય છે.

પરંતુ હવે મચ્છર , માખી અને ઉંદરને મારવા થોડૂંક મુશ્કેલ કામ હતું, કારણકે તે સહેલાઇથી પોતાને છુપાવી લેતા હતા. પરંતુ ચકલીઓની આદત હોય કે તે હંમેશા માનવની વચ્ચે રહેલાનું પસંદ કરે છે. જોકે તે માઓ જેડોન્ગના આદેશનો શિકાર બની ગઇ અને આખા ચીનમાં તેણે શોધીને મારવામાં આવ્યા. એટલું જ નહીં તેમના માળાઓ(ઘર) પણ તોડી પાડવામાં આવ્યા. જેથી કોઇ જીવીત ન રહે.

લોકો વાસણ, ટિન કે ડ્રમ વગાડીને ગૌરૈયાને તેની જગ્યાલ પરથી ઉડાવતા અને તેને ત્યાં સુધી બેસવા ન દેતા જ્યાં સુધી તે ઉડતા-ઉડતા થાકી ન જાય અને આકાશમાંથી પડીને મરી ન જાય એટલું જ નહીં, જે વ્યક્તિની જેટલી સંખ્યા ચકલી (ગોરૈયા)ને મારતા હતો. તેને એટલું મોટું ઇનામ પણ મળતું હતું આ લાલચમાં ચીની લોકો કઇક એવું કરી બેઠા, જેની કદાચ આશા પણ ન હતી.

એક ઘટના છે, જ્યાં ચકલીનું એક ઝુંડ બીજિંગ સ્થિત પોલેન્ડના દુતાવાસમાં જઇને છુપાઇ ગયું, પરંતુ ચીની લોકો તેને મારવા ત્યાં સુધી પહોંચી પણ ગયા જોકે, દુતાવાસના અધિકારીઓએ તે લોકોને અંદર ન જવા દીધા. જેથી ચીની લોકોએ એક તરકીબ નીકાળી અને દુતાવાસને ચારેય તરફથી ઘેરી લીધો અને ડ્રમ વગાડવા લાગ્યા. આ સિલસિલો સતત બે દિવસ ચાલ્યો આખરે ચકલીઓનું ગ્રુપ વધારે અવાજના કારણે દુતાવાસની અંદર જ મરી ગયું. જે બાદ સફાઇ કર્મીઓએ તેને બહાર ફેંકી દીધા.

વર્ષ 1960માં માઓ જેડોન્ગે ગોરૈયાને મારવો તેનો ઇરાદો ત્યારે બદલી લીધો જ્યારે ચીનના એક પ્રખ્યાત પક્ષી વિજ્ઞાની શો-શિન ચેંગે તેમણે કહ્યું કે ગૌરૈયા મોટી સંખ્યામાં અનાજની સાથે સાથે તેને નુકસાન પહોંચાડનાર કીડા પણ ખાય જાય છે. આ વચ્ચે ચીનમાં ચોખા ઉત્પન્ન કરવાની જગ્યાએ તેની સંખ્યા ઘટતી જતી હતી. જે બાદ માઓએ આદેશ આપ્યો કે ગૌરૈયાઓને મારવામાં ન આવે પરંતુ તેની જગ્યાએ અનાજ ખાનારા કીડાઓને મારવામાં આવે.

પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હતું. ચકલીઓ ન હોવાના કારણે કીડાઓની સંખ્યામાં વધારો થયો હતો જેના કારણે પાક બરબાદ થઇ ગયો આ કારણે ચીનમાં એક ભાયનક અકાળ પડ્યો અને જેના કારણે કરોડો લોકો ભૂખમરાના કારણે માર્યા ગયા ચીની સરકારના આંકડા મુજબ, આશરે 15 મિલિયન એટલે 1.50 કરોડો લોકોના મોત ભૂખમરાના કારણે થઇ હતી. જોકે, અન્ય કેટલાક રિપોર્ટ્સ મુજબ, 15-45 મિલિયન એટલે 1.50-4.50 કરોડ લોકો ભૂખમરાના કારણે માર્યા ગયા હતા. આ ચાઇનાના ઇતિહાસનો સૌથી મોટો ત્રાસવાદી ભાગ છે.

Continue Reading

Featured

જાણો દુનિયાની એવી કેટલીક રહસ્યમય જગ્યાઓ વિશે, જેના રહસ્યનો ભેદ ઉકેલવામાં હજુ સુધી કોઈને સફળતા મળી શકી નથી.

Published

on

1 ) બ્લડ ફોલ્સ :


એન્ટાર્કટિકાના ટેલર ગ્લેશિયર પર જામેલા બરફમાં એક અનોખી જગ્યા આવેલી છે, જ્યાં લાલ રંગનું ઝરણું વહે છે. ઉલ્લેખનીય છે કે , આ ઝરણાંને જોઈને એવું લાગે છે કે આ લોહીનું ઝરણું વહી રહ્યુ છે. જો કે વૈજ્ઞાનિકોએ આના પર ઘણું સંશોધન કર્યા બાદ તેનો રાઝ સામે આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું કે, ઝરણાનાં પાણીમાં આયર્ન ઓકસાઈડ અથવા રસ્ટનું પ્રમાણ હોવાથી તે બ્લડ રેડ કલરનું દેખાય છે.

2 ) ફાયરી ગેટ :


આશરે ૫૦ વર્ષથી આગમાં ઘેરાયેલો અને ૨૨૬ ફૂટ ઊંડો ખાડો કારકુમના તુર્કમેન રણની મધ્યમાં સ્થિત છે. જે તુર્કમેનિસ્તાનમાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧ માં નવા કુદરતી ગેસ ક્ષેત્રે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ડ્રિલિંગ રિગ તેમજ બીજા એવા ઉપકરણોના વપરાશથી પૃથ્વીના છિદ્રમાંથી હાનિકારક ગેસનું નિર્માણ થયું. આથી આ ગેસનો નાશ કરવા માટે તેને બાળી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. લોકો આ આગના બુઝાવાની રાહ જોતા રહ્યા પરંતુ આ આગ હજુ સુધી ઓલવાઈ નથી. આથી તેને ‘નરકના દરવાજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

3 ) નેવર એન્ડીંગ લાઈટ સ્ટોર્મ :


પશ્ચિમી વેનેઝુએલામાં આવેલ કટાટમ્બો નદી પર દરરોજ આશરે 260 જેટલા વીજળીના તોફાન નોંધાયા છે. એમ માનવામાં આવે છે કે, પર્વતોના આકારમાંથી નીકળતી ગરમ હવા સાથે ઠંડી હવા અથડાતા આ પવન સર્જાયા, જે પછી એકબીજા સાથે ટકરાઈને બાષ્પીભવન થતાં, પાણી અને નજીકના તેલ ક્ષેત્રના મિથેન દ્વારા બળતણ કરવામાં આવ્યું . અને ત્યારથી આ કદી પૂરું ના થનારું વીજળીનું તોફાન યથાવત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વીજળીનું તોફાન એટલી ક્ષમતા ધરાવે છે કે , તે એકસાથે ૧૦૦ મિલિયન લાઈટના બોકસને ઉજાગર કરી શકે છે.

4 ) ધ બોઇલિંગ રિવર :


પેરુનાં જંગલોમાં અંશાનિકા ક્ષેત્રમાં એક ઉકળતી નદી વહે છે. આશરે 25 મીટર પહોળી અને 6 મીટર ઊંડી આ નદીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ નદીની આસપાસનું વાતાવરણ પાણીમાંથી નીકળતા ધુમાડાને કારણે ધૂંધળું અને ડરામણું લાગે છે. ઉલ્લેખનીય છે કે, એમેઝોન બેસિનની આ નદી એક સક્રિય જ્વાળામુખીથી આશરે 400-450 કિલોમીટર જેટલી દૂર આવેલી છે, છતાંય આ નદીનું પાણી એક્દમ ગરમ રહે છે. આથી આ નદીને ‘ધ બોઇલિંગ રિવર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

5 ) ટ્વીન ટાઉન :


કેરાલામાં આવેલું એક અનોખું ગામ, જેને ‘કોડીન્હી’ ના નામથી ઓળખવામાં આવે છે. અહીની ખાસ વાત એ છે કે અહી મોટા ભાગે જોડિયા બાળકો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ નાનકડા ગામની વસ્તી આશરે ૨૦૦૦ આસપાસ નોંધવામાં આવી છે. અને તેમાં પણ ૪૫૦ જેટલાં બાળકો જોડિયા જોવા મળે છે. મહત્વનું છે કે, વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં જોડિયા બાળકો કોડીન્હી ગામમાં જોવામાં આવે છે.

6 ) ધ સ્લીપિંગ સિટી :


કઝાકિસ્તાનના કલાચી નામના ગામમાં લોકો એવી રીતે સૂવે છે અને એટલું સૂવે છે જેની કોઇ કલ્પના પણ કરી શકતું નથી. નોંધનીય છે કે, ઉત્તરી કઝાકિસ્તાનમાં વસેલાં આ ગામમાં લોકો રહસ્યમયી રીતે સૂવાની બીમારીથી પીડિત છે. જ્યારે આ લોકો એકવાર સૂઇ જાય છે ત્યારે અનેક દિવસો અને મહિનાઓ સુધી ઊઠતાં જ નથી. આ ગામની વસ્તી લગભગ 600 છે. આ ગામના લગભગ 14 ટકા લોકો આ બીમારીથી પીડિત છે. નોંધનીય છે કે, કઝાકિસ્તાનના આ ગામની પાસે એક સમયે યૂરેનિયમની ખાણ હતી. જે હાલ બંધ થઇ ચૂકી છે. આ ખાણમાં ઝેરી રેડિએશન થતું રહેતું હતું. રિપોર્ટ પ્રમાણે આ ખાણના કારણે જ લોકોને આવી અજીબોગરીબ બીમારીએ જકડી લીધા છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending