Connect with us

અજબ ગજબ

આ ગામમાં લૉકડાઉનમાં ઘરમાં રહેનારને પંચાયત આપશે સોનું

Published

on

દેશમાં કોરોના વાયરસના ખતરાને જોતા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ લોકડાઉનનું પાલન કરાવવા માટે સરકાર વિવિધ રસ્તાઓ અપનાવી રહી છે. લોકો લોકડાઉનનું ભંગ કરતા અટકે તે માટે પોલીસે પણ ખૂબ મહેનત કરવી પડી રહી છે. ત્યારે કેરળના એક ગામે લોકડાઉન માટે નવતર પ્રયોગ કર્યો છે જેની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે.

વિશ્વભરમાં કોરોના વાયરસના હાહાકારના કારણે કેટલાય દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવાનો જો એકમાત્ર ઉપાય કોઈ હોય તો તે સોશિયલ ડીસ્ટન્સિંગ છે ત્યારે ભારતમાં ઘણા લોકો લોકડાઉનનો ભંગ કરતા નજરે પડે છે. પોલીસ કડક કાર્યવાહીની સાથે સાથે અનેકવિધ રસ્તાઓ અપનાવીને લોકોને સમજવવાના પ્રયત્ન કરી રહી છે.

લોકોને લોકડાઉનનું પાલન કરાવવા માટે કેરળના એક ગામે અનોખી વ્યવસ્થા ઉભી કરી. ગામની પંચાયતે ઓફર આપી કે લોકડાઉનનું પાલન કરો અને જીતો સોનું, રેફ્રીજરેટર સહીત 50 ઈનામ. કેરળના મલ્લપૂરમ જિલ્લાના થાઝેકકોડ ગ્રામ પંચાયતે આ નિર્ણય કર્યો છે. પંચાયતનું કહેવું છે કે જે પરિવાર લોકડાઉનમાં ઘરની બહાર નહીં નીકળે તેમને ઈનામ આપવામાં આવશે.

લોકડાઉનનું પાલન કરનારા લોકો માટે પહેલું ઈનામ છે સોનું. એ પછી બીજું ઈનામ રેફ્રિજરેટર તથા ત્રીજું ઈનામ વોશિંગ મશીન રાખવામાં આવ્યું છે. આમ લોકડાઉન ખતમ થયા બાદ અલગ અલગ 50 પ્રકારના ઈનામ આપવામાં આવશે. આ યોજના ગામમાં સાતમી એપ્રિલના રોજ લાગુ કરવામાં આવી હતી જેથી લોકો લોકડાઉનનું પાલન કરે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અજબ ગજબ

આવા હોવા જોઈએ સરકારી શિક્ષક…બાળકો માટે ઘરની દીવાલો પર બનાવી દીધા બ્લેકબોર્ડ

Published

on

કોરોના મહામારીના કારણે હજી પણ ઘણા રાજ્યોમાં શાળાઓ શરુ કરવામાં આવી નથી. ત્યારે ઝારખંડના દુમકા જિલ્લાના જડમુંડી ગામના એક શિક્ષકની ખૂબ જ પ્રસંશા થઈ રહી છે. જડમુંડીના ડુમરથાર ગામના સરકારી સ્કૂલના શિક્ષકે કોરોનાકાળમાં પણ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તેમના ઘરે જ અભ્યાસની વ્યવસ્થા કરી હતી.

સપન કુમાર નામના આ સરકારી શાળાના શિક્ષકે ગામમાં બાળકોના ઘરની દીવાલ પર બ્લેકબોર્ડ બનાવી દીધા હતા અને ત્યાં જ બાળકોને અભ્યાસ આપવાનુ શરુ કરી દીધુ હતું. ડુમરથાર ગામના આ શિક્ષકની પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. સાથે જ શિક્ષકે જે બ્લેકબોર્ડ એ રીતે તૈયાર કર્યા છે કે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહે તેથી બે બ્લેકબોર્ડ વચ્ચે અંતર પણ રાખ્યુ છે. સાથે જ માસ્ક પહેરવાના નિયમનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દુમકાના કલેક્ટરે જ્યારે શિક્ષાના આ અનોખા પ્રયોગની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તો નીતિ આયોગે પણ આ પહેલની પ્રશંસા કરી. નીતિ આયોગે આ તસવીરોને રી ટ્વિટ કરી શિક્ષકના ધગશની પ્રશંસા કરી હતી. મહત્વનું છે કે, કોરોના મહામારીના કારણે બાળકો માટે સ્કૂલે જવુ મુશ્કેલ છે. તેવી સ્થિતિમાં ડુમરથારના શિક્ષક સપન કુમારના આ પ્રયાસથી ત્યાંના બાળકો અભ્યાસથી વંચિત નથી. ઝારખંડમાં સ્કૂલની શિક્ષાને લઈને આ પ્રયોગ પ્રથમવાર થયો છે. ત્યારે શૈક્ષણિક રીતે પછાત મનાતા ઝારખંડમાં સ્કૂલી શિક્ષાને લઈ કરવામાં આવેલ આ પ્રયોગ નવી પ્રેરણા આપે તેવો છે.

Continue Reading

અજબ ગજબ

આવતીકાલે અંતરિક્ષમાં જોવા મળશે અનોખી આતશબાજી,દૂરબીનની મદદથી જોઇ શકાયે આ રહસ્યમય ઘટના

Published

on

અંતરિક્ષ એક રહસ્યમય જગ્યા છે, એ સાચું છે કે અહીંથી તમને આવનારા ગણતરીના કલાકોમાં એક ખાસ પ્રકારની સુંદર અને અનોખી આતશબાજી જોવા મળશે.

આ દ્શ્ય સુંદર હશે. આકાશમાં ચમકતા ધૂમકેતુ ધરતીની પાસેથી નીકળશે અને સાથે જ તમે તેને દૂરબીનની મદદથી ખુલ્લી આંખે જોઈ શકશો.

આવું મે મહિનામાં બે વાર થવાનું છે. એક 13 મેના રોજ એટલે કે આવતીકાલે. પૃથ્વીથી લગભગ 8.33 કરોડ કિલોમીટર દૂરથી પસાર કરશે. તેનું નામ કોમેટ સ્વાન Comet SWAN છે, હાલમાં તે પૃથ્વીથી લગભગ 850 મિલિયન કિલોમીટર દૂર છે. ખૂબ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યું છે. આ પછી, 23 મેના રોજ, ધૂમકેતુ એટલાસ Comet ATLAS પૃથ્વીની પાસેથી પસાર થશે.

ધૂમકેતુ સ્વાન ફક્ત તે લોકોને જ દેખાશે જેઓ વિષુવવૃત્તની લાઇનની દક્ષિણમાં રહે છે. દુ: ખની વાત એ છે કે ભારત વિષુવવૃત્તરની દિશામાં ઉત્તર છે, તેથી અહીંના લોકો આ ધૂમકેતુઓને ખુલ્લી આંખોથી જોશે નહીં. ભારતના લોકો તેને દૂરબીનથી જોઈ શકે છે. આ પાઈસેજ કોન્સ્ટીલેશનની જેમ ઝડપથી આવી રહ્યો છે. આ લીલા રંગમાં ઝડપથી ચમકતો દેખાશે.

Continue Reading

અજબ ગજબ

લો બોલો…આ દેશમાં બકરી અને ફળને પણ થયો કોરોના !

Published

on

પૂર્વ આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક બકરી અને ખાસ પ્રકારના ફળનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલે રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ ચીન દ્વારા આપવામાં આવેલ ટેસ્ટ કિટ પર સવાલ ઉઠાવ્યા છે.

હકીકતમાં તાન્ઝાનિયામાં એક બકરી અને એક ખાસ પ્રકારના ફળ પોપોમાં કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. જે બાદ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ ચાઈનીઝ ટેસ્ટિંટ કિટ બેકાર છે, તેની તપાસ થવી જોઈએ.

રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ જણાવ્યું હતું કે, વિદેશથી કોરોના વાયરસની ટેસ્ટ કિટ આવી છે જેમાં ખામી છે. તેમણે જણાવ્યું કે, આવું કેવી રીતે બની શકે કે પોપો ફળ અને બકરી પણ કોરોના પોઝિટિવ થઈ ગયા.

રાષ્ટ્રપતિ માગુફુલીએ આ અંગે સેનાને જણાવ્યું છે કે, ટેસ્ટ કિટની તપાસ કરાવવામાં આવે, કેમકે તપાસ કરનારા લોકોએ માણસો સિવાય અન્ય પ્રજાતિઓના પણ સેમ્પલ જમા કર્યા હતા. બકરી, પોપો ફળ અને ઘેટાંમાંથી પણ કોરોના વાયરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સેમ્પલને તપાસ તંજાનિયાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. અહિંયા બકરી અને ફળના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને લઈને દેશમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યાંજ વિપક્ષે સરકાર પર કોરોના વાયરસ સંક્રમણના કે છૂપાવવાનો આક્ષેપ કર્યો છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending