ટ્રાવેલ
શાનદાર વાસ્તુકલાનો અદભૂત નમૂનો છે રાજસ્થાનનો 500 વર્ષ જુનો ખિમસર કિલ્લો…
Published
3 years agoon

ખિમસર રાજસ્થાનના થરના રણ કિનારે પથરાયેલું નગર છે. રાજસ્થાનનો ખિમસર કિલ્લો ઐતિહાસિક કિલ્લો શૌર્ય અને દેશપ્રેમનું પ્રતીક છે. કેન્દ્રના પ્રવાસન નિગમે આ કિલ્લાને ગ્રાન્ટ હેરિટેજ જાહેર કર્યો છે. ખિમસર કિલ્લો અહીંનુ સૌથી પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે, જે થાર મરુસ્થળના કિનારે સ્થિત છે. આ કિલ્લાનું નિર્માણ ઠાકુર કરમ સિંહજીએ સોળવી શતાબ્દીમાં કરાવ્યું હતું. જે જોધપુર સંસ્થાપક જોધાજીના 8માં પુત્ર હતા. આ પીળા રંગના કિલ્લાનું નિર્માણ 16મી શતાબ્દીમાં સંપૂર્ણપણે રાજપૂતાના વાસ્તુકળા શૈલીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.
જો તમે વાસ્તુકળાના શોખીન હોવ તો અને વાસ્તુકલાનો અદભૂત સંગમ જોવો હોય તો રાજસ્થાનનો ખિમસર કિલ્લો એક ખુબ જ સારો ઓપ્શન છે. અહીં વાસ્તુશિલ્પ અને કિલ્લાની અંદર બનાવેલી વાસ્તુકલા વાસ્તુપ્રેમીઓને ખુબ જ આકર્ષે છે. ખિમસર કિલ્લામાં ખાસ પ્રકારના પત્થર અને રેતીનો પ્રયોગ કરાયો છે.
ઠાકુર કરમસિંહે બનાવ્યો હતો ખિમસર કિલ્લો
ખિમસર કિલ્લો થાર રણના પૂર્વ કિનારે જોધપુર અને નાગોરી બીચ પર છે. તે લગભગ 500 વર્ષ જુનો કિલ્લો છે. તેનું નિર્માણ રાવ જોધાજીના આઠમા પુત્ર ઠાકુર કરમસિંહે 1523ની આસપાસ કર્યુ હતુ. તેમાં મહિલાઓ માટે ખાસ જગ્યા બનાવાઇ છે. આ ઉપરાંત અહીં એક શાહી વિંગનું પણ નિર્માણ કરાવાયુ હતુ.
શાનદાર વાસ્તુકલાનો અદભૂત નમૂનો
ખિમસર કિલ્લામાં ખાસ પ્રકારના પત્થર અને રેતીનો પ્રયોગ કરાયો છે. તેનાથી આ કિલ્લો સોનેરી રંગમાં ચમકતો દેખાય છે. જાણકારો કહે છે કે આ કિલ્લો બનાવવા માટે પ્રયોગમાં લેવાયેલી વાસ્તુકલામાં નાગોરના પારંપરિક સિધ્ધાંતોનો પ્રયોગ કરાયો છે. કિલ્લામાં ભારતીય, ઇસ્લામિક અને ફારસી શૈલીની વાસ્તુકળાનું મિશ્રણ જોવા મળે છે. એક જ જગ્યા પર તમે ઘણા પ્રકારની વાસ્તુકળાની શૈલીઓથી પરિચિત થશો. ઉલ્લેખનીય છે કે કિલ્લાના વાસ્તુશિલ્પમાં ત્રણ શૈલીઓ મધ્યયુગીન, મુગલ અને અંગ્રેજી શૈલીનો નમૂનો જોવા મળે છે.
ભારતની પ્રમુખ વિરાસતમાં સામેલ
રાજસ્થાનના ખિમસર કિલ્લાને ભારતની પ્રમુખ વિરાસતોમાં સામેલ કરાયો છે. તેની અંદર જૂના હથિયાર, તોપ અને બંદૂકો ઉપરાંત તબેલાઓ અને ખંડેર જોવા મળશે. આ કિલ્લો 11 એકરની જમીન પર બનેલો છે. આ સાથે ત્યાં અદભૂત હરિયાળી પણ જોવા મળે છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
શું છે આ કિલ્લાની ખુબીઓ
આ કિલ્લો પોતાની વાસ્તુકળા માટે ખુબ જ પ્રસિધ્ધ છે. તેની ભવ્યતા જોઇને તે જમાનાના ઠાઠ અનુભવી શકાય છે. આ કિલ્લામાં એન્ટ્રી કરતી વખતે તમને હર્યા ભર્યા બાગ બગીચા અને તેની વચ્ચે ઘણા પ્રકારના જીવજંતુઓ જોવા મળે છે. કિલ્લાની અંદર જતા રસ્તામાં ઘણા સ્તંભ, થાંભલા, નકશીકામ વાળી મુર્તિઓ જોવા મળશે. આ કિલ્લાની માવજત ખુબ જ શાનદાર રીતે કરાઇ છે. કિલ્લાની આસપાસ અન્ય કેટલાય મશહુર અને શાનદાર કિલ્લા હાજર છે. તેમાં મહેરાનગઢનો કિલ્લો, ઉમેદ ભવન પેલેસ પણ છે. ખિમસરના કિલ્લાની સાથે સાથે તમે ત્યાંની મુલાકાત પણ લઇ શકો છો. જો તમે ખિમસરનો કિલ્લો ફરવા ઇચ્છતા હો તો તમારી પાસે અત્યારે બેસ્ટ સમય છે. કેમકે ખિમસરમાં ફરવાનો સૌથી બેસ્ટ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ત્યારપછી અહીં અસહ્ય ગરમી પડે છે. આમ તો રાજસ્થાનની કોઇ પણ જગ્યાએ ફરવા માટે આ સમય જ બેસ્ટ છે. આ સીઝનમાં વધુ ગરમી કે ઠંડી પડતી નથી અને તમે ફરવાનો આનંદ માણી શકો છો.
ખિમસરનો કિલ્લો રાજસ્થાનના સૌથી સુંદર કિલ્લામાંનો એક છે. એક કિલ્લામાં હેરિટેજ હોટલ ચાલી રહી છે. જ્યારે એક ભાગમાં આજે પણ રાજવી પરિવાર રહે છે. હોટલ પણ તે પરિવાર ચલાવે છે.
You may like
-
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જીત્યું છે 503 મેડલ્સ! જાણો અત્યાર સુધીની જર્ની
-
આ મશીન દર્શાવશે કે તમારો પાર્ટનર લોયલ છે કે નહીં! જાણો શું છે આ ટેકનૉલોજિ
-
પિતાને મારવાનો બદલો લેવા યુવકે એક ઈસમને મારી દીધી ગોળી
-
સંબંધમાં ખટાશ આવે ત્યારે સ્વેચ્છાએ પુરૂષ સાથે રહેનારી મહિલા બળાત્કારનો કેસ નોંધાવી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ
-
Asia Cup 2022માં ભારત-પાકિસ્તાન ફરી થશે આમને સામને જાણો ક્યારે છે તેમની વચ્ચે મેચ
-
વિરાટનો ગુસ્સો ટીમને ભારે પડ્યો! ઝઘડા બાદ જોનીએ ધુવાધર બેટિંગ કરી
ટ્રાવેલ
ફરવા જવું છે પણ બજેટ ઓછુ છે? તો અહી ફરી શકસો સસ્તામાં
Published
3 months agoon
July 7, 2022
મધ્યમ-વર્ગીય પરિવાર માટે પ્રવાસનું આયોજન કરવાનો અર્થ એ છે કે આખા વર્ષની બચતને તે પ્રવાસમાં એકસાથે લગાવી દેવું. પરંતુ એવું જરૂરી નથી કે ફરવા માટે તમારે તમારા પગારનો મોટો ભાગ વાપરવો પડે. ભારતમાં ઘણી એવી સુંદર જગ્યાઓ છે જ્યાં ફરવા માટે તમારા બજેટ પર વધારે ભાર નહીં આવે. આ વખતે તમારી ટ્રિપ પ્લાન કરતા પહેલા તમારે આ ટૂરિસ્ટ પ્લેસ વિશે એક વાર જાણી લેજો.
તવાંગ, અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ તેના મઠો માટે પ્રખ્યાત છે. અરુણાચલ પ્રદેશનું તવાંગ પણ ઓછા બજેટમાં ફરવા માટેનું સારું સ્થળ છે. આ સ્થળની સુંદરતા તમારા હૃદયમાં એક અલગ સ્થાન બનાવી લેશે અને તમે અહીં જીવનભરની યાદો બનાવીને ઘરે પરત ફરી શકો છો.. તમે અહીં 5,000 રૂપિયાથી ઓછા ખર્ચમાં તમારી ટ્રિપનો આનંદ માણી શકો છો.
પચમઢી, મધ્યપ્રદેશ
ઉનાળામાં દરેક વ્યક્તિ ફરવા માટે હિલ સ્ટેશન પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે પચમઢી હિલ સ્ટેશન ફક્ત પાંચ હજાર રૂપિયામાં ફરી શકાય છે. અહીં વોટરફોલ, પ્રાકૃતિક વિસ્તારો, ગુફાઓ, જંગલો સહિત અનેક જોવાલાયક સ્થળો છે. તમને અહીં માત્ર 1,200 રૂપિયામાં જીપ્સી ભાડે મળશે.
લેન્સડાઉન, ઉત્તરાખંડ
ઉત્તરાખંડ પહેલેથી જ પ્રવાસન સ્થળ માટે જાણીતું છે. પરંતુ જો તમે બજેટ ફ્રેન્ડલી ટ્રીપ પ્લાન કરવા માંગતા હોવ તો લેન્સડાઉન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમને 700-800 રૂપિયામાં સારી હોટલમાં રૂમ સરળતાથી મળી જશે.
કસોલ, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશની સુંદર ખીણો તમને શહેરની નાસભાગથી દૂર થોડા આરામના ક્ષણો જીવવાની તક આપશે. હિમાચલનું કસોલ એડવેન્ચર લવર્સ માટે યોગ્ય સ્થળ છે. તમે ઓછા બજેટમાં અહીં દરેક વસ્તુનો આનંદ માણી શકો છો. તમને હોટલમાં 500 રૂપિયામાં રૂમ પણ મળશે.
ટ્રાવેલ
SOLO TRIP કરવા નિકળા છો તો ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા
Published
4 months agoon
July 6, 2022
ટ્રાવેલિંગ દરમિયાન ફોટોગ્રાફી કરવી દરેકને ગમે છે. કહેવાય છે કે ફોટોગ્રાફી કોઈ પણ ચીજની સુંદરતા બોલ્યા વગર જ કહી દે છે. સોશિયલ મીડિયાથી લઈને ટુરિઝમને પ્રમોટ કરવા માટે પણ ફોટોગ્રાફી મહત્વની બની છે. પરંતુ જો તમે સોલો ટ્રીપ પર જઈ રહ્યા છો તો પછી ફોટો ક્લિક કરવા મુશ્કેલ કામ બની જાય છે. અને જો તમે ફોટા પાડશો તો પણ માત્ર સેલ્ફી જ કે પછી કોઈ પણ સ્થળના હશે, જેમાં તમે નહીં હોય. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ એવી ટિપ્સ જેનાથી તમે ફરવાના સ્થળે સુંદર ફોટા ક્લિક કરી શક્શો.
સેલ્ફી કેમેરા રહેશે બેસ્ટ
સોલો ટ્રિપ પર સારી સારી જગ્યાઓની સાથે પોતાના ફોટો પાડવા માટે તમારી મદદ કરશે સેલ્ફી કેમેરા કે ફોન. જેનાથી તમે કોઈની પણ મદદ માગ્યા વગર ફોટા પાડી શક્શો.
ટૂર ગાઈડ કે હોસ્ટની લો હેલ્પ
સોલો ટ્રીપ પર તમારા ફોટોઝ ક્લિક કરવા માટે તમે ટૂર ગાઈડ કે હોસ્ટની પણ મદદ લઈ શકો છો. મોટાભાગની જગ્યાએ ટૂર ગાઈડ હાજર હોય છે, જે તમને જે તે જગ્યા વિશે માહિતી આપે છે. સાથે જ તે તમારા ફોટો પાડવામાં પણ મદદ રૂપ થઈ શકે છે. તમે એકવાર પૂછશો તો તેઓ ના તો નહીં જ પાડે. આ ઉપરાંત જાણીતી જગ્યાઓએ ફોટોગ્રાફર્સ પણ રહેતા જ હોય છે. જે તમારો ફોટો પાડીને તરત જ આપે છે. બસ તમારે તેમનો ચાર્જ ચૂકવવો પડશે.
સ્થાનિક ફોટોગ્રાફર્સની લો મદદ
જો તમે ટ્રાવેલ બ્લોગિંગ કરો છો, તો ટ્રીપ દરમિયાન તમારા માટે ફોટોગ્રાફી મહત્વની છે. કારણ કે ફોટોગ્રાફી દ્વારા જ જે તે સ્થળની સુંદરતા એઝ ઈટ ઈઝ દર્શાવી શકાય છે. આ માટે તમે લોકલ જાણીતા ફોટોગ્રાફર્સ સાથે ચર્ચા કરી શકો છો. કેટલીકવાર સોલો ટ્રાવેલિંગ દરમિયાન બીજા સોલો ટ્રાવેલર્સ પણ મળી જાય છે. તમે એકબીજા સાથે વાત કરીને પણ એકબીજાની મદદ લઈ શકો છો.
કેમેરા, ટ્રાઈપોડ અને ટાઈમર
આજકાલ જાતભાતના કેમેરા અને એસેસરીઝ અવેઈલેબલ છે. આવી જ એક એસેસરી છે ટ્રાઈપોડ. ટ્રાઈપોડ પર તમે કેમેરાને ફિક્સ કરી ફોટા પાડી શકો છો. તમે જરૂરિયાત અનુસાર ટ્રાઈપોડ ખરીદી શકો છો. પછી તમારે જ્યાં ફોટો પાડવો છે. ત્યાં ટ્રાઈપોડ પર કેમેરા સેટ કરો. ટાઈમર ગોઠવો અને કેમેરા સામે ઉભા રહી જાવ. કેટલાક કેમેરામાં રિમોટનો ઓપ્શન પણ હોય છે. આ ટ્રીકની મદદથી તમારે કોઈની હેલ્પ માગવાની જરૂર નહીં પડે.

બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામમાં માતા પિતાનું અનોખું મંદિર છે. કેટલાક સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધા આશ્રમમાં મોકલતા હોય છે. પરંતુ આકોલી ગામના સરકારી અધિકારીએ પોતાના માતા પિતાનું અને વડવાઓનું મંદિર બનાવીને તેમની પૂજા કરે છે. વૃદ્ધોની પૂજા કરતા આ દ્રશ્યો કોઈ વૃદ્ધા આશ્રમના નથી. આ દ્રશ્યો બનાસકાંઠાના આકોલી ગામમાં આવેલા માતૃ પિતૃ મંદિરના આકોલી ગામના સુદીપકુમાર વાલાણી નામના તાલુકા વિકાસ અધિકારીએ પોતાના પિતા સ્વ.દિનેશભાઇ વાલણી યાદમાં અનોખું માતૃ પિતૃ મંદિર બનાવ્યું છે. આકોલી ગામની મધ્યમાં આ માતૃ પિતૃ મંદિર આવેલું છે. આ મંદિરમાં સુધીરકુમાર વલાણીએ તેમના પિતા અને વડવાઓનની મૂર્તિઓની સ્થાપના કરી છે અને આ મંદિરમાં પૂજા કરવા માટે પૂજારી પણ રાખવામાં આવ્યા છે. સાંજ સવાર જેમ ભગવાનના મંદિરની આરતી થાય છે તે જ રીતે આ માતૃ પિતૃ મંદિરમાં પણ માતા પિતાની આરતી થાય છે.
ધાંગધ્રા ગામમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે નોકરી કરતા સુધીપકુમાર વાલાણીનું માનીએ તો આ વિશ્વનું એકમાત્ર મંદિર હશે જે માતૃ પિતૃની આરાધના માટે બન્યું છે. સંસ્કૃતમાં કહેવત છે કે, “માતૃ પિતૃ દેવો ભવ” આ કહેવતને સાર્થક બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામના પનોતા પુત્ર સુધીપકુમાર વાલાણીએ માતૃ પિતૃ મંદિર બનાવીને કરી છે. આકોલી ગામમાં આવેલા આ માતૃ પિતૃ મંદિરને આજે એક વર્ષ પૂર્ણ થતા વાલણી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાના સરકારી અધિકારીઓ સહિત પાલનપુર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને બોલાવવામાં આવ્યા હતા. તેમના સન્માન સાથે આકોલી ગામના લોકોએ વૃદ્ધોની પૂજા અર્ચના કરી હતી. વૃદ્ધો પણ તેમના પુત્રોની જગ્યાએ અન્ય વ્યક્તિઓ તેમની પૂજા કરતા હોવાથી તેમની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા.
આકોલી ગામના લોકોનું માનીએ તો આકોલી ગામ નસીબદાર છે. જ્યાં દેશનું પ્રથમ એવું માતા પિતાનું માતૃ પિતૃ મંદિર બન્યું છે. જે રીતે લોકો ભગવાનની મંદિરમાં પૂજા કરતા હોય છે તે જ રીતે સ્વ. દિનેશભાઈના સંતાનો આ મંદિરમાં વડવાઓની મૂર્તિની ભગવાનની જેમ પૂજા કરી રહ્યા છે. એક તરફ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજી તરફ સ્વ. દિનેશભાઇના ત્રણ પુત્રોએ પોતાના પિતા અને દાદા દાદીનું માતૃ પિતૃ મંદિર બનાવીને સમાજમાં અન્ય યુવાનોને પ્રેરણા આપે તેવો દાખલો બેસાડ્યો છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન