જાણો સલમાને કિયારા અડવાણીને કઇ સલાહ આપી હતી, જેનાથી બદલાઇ કિયારાની લાઇફ

બોલિવુડની હોટ એક્ટેસ માંથી એક કિયારા અડવાણી માટે આ વર્ષ ખૂબ ફળદાયી રહ્યુ તેમ કહી શકાય કિયારાએ આ વર્ષે તેના બોલિવુડ કરિયરની સુપર હિટ ફિલ્મ આપી એ હતી કબીર સિંહ.

કબીર સિંહમાં પ્રિતિનો રોલ તેના ફેન્સ ખૂબ પસંદ આવ્યો.પરંતુ શુ તમે જાણો છો કે કિયારાના નામ અને સલમાન ખાન વચ્ચે એક અનોખુ કનેક્શન છે.

 

કિયારા અડવાણીએ એક મોટો ખુલાસો કર્યો છે. બોલિવુડમાં તો આ સ્ટાર કિયારાના નામે જાણીતી છે. જો કે ફિલ્મોમાં આવતા પહેલા તેનું નામ આલિયા અડવાણી હતું. પણ સલમાન ખાનની સલાહ માનીને તેણે પોતાનું નામ બદલાવી નાંખ્યું અને કિસ્મત ચમકી ગઈ. હવે ગત્ત ઘણા વર્ષોથી તેણે પોતાનું નામ કિયારા જ રાખ્યું છે.

આ વચ્ચે સરકારી દસ્તાવેજોમાં તેને ખૂબ અડચણ પેદા થઈ હતી.કિયારાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કિયારાએ કહ્યું હતું કે, અત્યાર સુધી તેણે પાસપોર્ટ અને આધારકાર્ડમાં પોતાનું નામ નથી બદલ્યું. તેમાં તેનું નામ આલિયા અડવાણી જ છે. તેણે કહ્યું કે, જ્યારે હું એરપોર્ટ પર જાઉં છું તો ત્યાં લોકો મને પૂછે છે કે તું કિયારા અડવાણી છો ને ? તો હવે મને લાગે છે કે હું ખૂબ જ જલ્દી પાસપોર્ટ અને આધાર કાર્ડમાં મારું નામ બદલી નાખીશ. પણ મારું મીડલ નેમ આલિયા જ રહેશે.

 

જણાવી દઈએ કે કિયારાનું આ નામ ઈન્સ્ટાગ્રામ પર પણ છે.હાલમાં કિયારા 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી પોતાની ફિલ્મ ગૂડ ન્યૂઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. સરોગસી પર આધારિત આ ફિલ્મમાં કિઆરા સાથે અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંજ જેવા સ્ટાર કલાકારો છે.

ફિલ્મનું ટ્રેલર ફેન્સને ખૂબ જ પસંદ આવ્યું છે ત્યારે હવે તેના્ રિલીઝની રાહ જોવાઈ રહી છે.ગૂડ ન્યૂઝ સિવાય કિયારા પાસે ચાર મોટા પ્રોજેક્ટ છે. અક્ષય કુમારની સાથે જ સાઉથની સુપરહિટ ફિલ્મ કંચનાની રિમેક લક્ષ્મી બોમ્બ, ઈંદુ કી જવાની, ભૂલ ભૂલૈયા-2 અને શેરશાહ જેવી ફિલ્મોમાં તે નજર આવશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *