માધુરીએ ફરી એકવાર 1 2 3 પર કર્યો જબરદસ્ત ડાન્સ

બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી અને ધકધક ગર્લ માધુરીદીક્ષિતનો ચાહકવર્ગ બહુ મોટો છે. લોકો હંમેશા તેની નવી પોસ્ટની રાહ જુએ છે. હાલમાં માધુરીએ એક નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. આ પોસ્ટમાં માધુરી તેના સુપરહીટ ગીત  ‘1 2 3…’ પર ડાન્સ કરી રહી છે……….

હકીકતમાં માધુરી અને અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ તેઝાબને 31 વર્ષ થઈ ગયા છે અને આ વાતને માધુરીએ પોતાની સ્ટાઇલમાં સેલિબ્રેટ કરી છે. તેણે પોતાના જ હિટ ગીત  ‘1 2 3…’ પર જબરદસ્ત ડાન્સ કરીને ચાહકોને મોટી સરપ્રાઇઝ આપી છે. આ વીડિયોમાં માધુરી દીક્ષિતએ બ્લેક રંગના આઉટફિમાં દેખાય છે અને તેણે ગજબના એક્સપ્રેશન આપ્યા છે. માધુરીના આ વીડિયોની ચાહકો જબરદસ્ત પ્રસંશા થઇ રહી છે……આ વીડિયોને માધુરીએ કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું છે કે આ ગીત મારા માટે બહુ ખાસ છે અને આજે હું તેઝાબના 31 વર્ષ પુરા થવાની સિદ્ધિનું સેલિબ્રેશન કરી રહી છું.

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *