મગજના સ્વાસ્થ્યને જાળવવું ઘણું જરૂરી

શરીરના યાંત્રિક અને ખાસ કરીને વીજળી બળનું ઉત્પાદન અને વિતરણ કરવાનું મુખ્ય કાર્ય મગજનું છે. તેમજ શરીરના સત્તા કેન્દ્ર વિશે વાત કરવામાં આવે છે, તો મગજ તેનું મુખ્ય મથક છે. આથી મગજની તંદુરસ્તી જાળવવી ખુબ જ આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, આ મગજને તીવ્ર કરવા માટે અમુક ટીપ્સ ફોલો કરવામાં આવે તો મગજનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. મળતી માહિતી અનુસાર, પાણી અત્યંત મહત્વનું છે. શરીરના 60% જેટલા ભાગમાં પાણી આવેલું છે

તેમજ મનુષ્યના મગજ પણ આશરે 73% પાણીથી બનેલું છે. આ ઉપરાંત મગજના આરોગ્યને સુધારવા માટે તેલયુક્ત માછલી ઘણી ઉપયોગી સાબિત થાય છે.  ઓમેગા 3s માનવ મગજનું કાર્ય સુધારવા તેમજ અલ્ઝાઇમરના દર્દીઓ માટે અસરકારક સાબિત થાય છે. મળતી માહિતી અનુસાર, લીલા પાંદડાવાળી શાકભાજી પણ મગજના સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક નીવડે છે. આ ઉપરાંત પુરતી ઊંઘ લેવી એ પણ મગજના સ્વાસ્થ્ય માટે ઘણું મહત્વનું છે. ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. નહિ તો મગજ પર ઘણો તનાવ પડી શકે છે, તેમજ યોગ્ય રીતે મગજ કાર્યરત થઇ શકતું નથી. આથી 7 કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે.

આ ઉપરાંત રમત રમવાથી પણ મગજને સારી એવી કસરત મળી રહે છે.

 

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *