લીમડાના પાનમાંથી બનાવો હેયર પેક, જડમુળથી થશે ખોડો (ડેન્ડ્રફ) દૂર

Uses-of-Neem-Powder

લીમડો ભલે કડવો,ગુણ મીઠો હોય
લીમડો ગુણ બત્રીસ,કંચન કાયા હોય

કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. આ લીમડાનો ઉપયોગ જૂના સમયથી થઈ રહ્યો છે કારણ કે એમાં ઘણા એવા ગુણ છે જે ઘણા પ્રકારની સમસ્યાઓથી બચાવે છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. લીમડાને આપણે ત્યાં કટુ અમૃત કહેવામાં આવે છે. તેની શીળી છાંય, આરોગ્યપ્રદ ગુણધર્મ અને પરોપકારી સ્વભાવને લીધે આપણી સંસ્કૃતિમાં લીમડાંના વૃક્ષને આગવું મહ્ત્વ આપવામાં આવ્યું છે. સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાતો લીમડો બધી જગ્યાએ જોવા મળે છે. પણ શું તમને ખબર છે કે લીમડાના પાન અપડા વાળ માટે કેટલા ફાયદાકારી છે. વાળ માં થતા ખોડા ને દૂર કરવાથી લઈને ખરતા વાળની સમસ્યા જેવા ઘણા કામ માટે લાભકારી છે. વાળમાં થતા ખોડા ને દૂર કરવા માટે લીમડામાંથી હેયર પેક પણ બનાવી શકાય છે. તો આવો જાણીએ હેયર પેક બનાવવાની રીત.

હેયર પેક બનાવવાની રીત:-

  • સૌ પ્રથમ મગની દાળ અને મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખી દો. ત્યાર પછી બીજા દિવસે એમનો પેસ્ટ તૈયાર કરી લો.
  • આ પેસ્ટને લીમડાના પાંદળીઓ અને ગુડહલના પાનના પેસ્ટમાં મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો.
  • આ પેસ્ટને વાળના મૂળ પર લગાવીને 20 મિનિટ સુધી સૂકવા દો. એ પછી માથાને પાણીથી ધોઈ લો.
  • આ લીમડાનો હેયર પેક વાળ માટે ખૂબ ફાયદાકારી હોય છે. એને લગાડવાથી વાળની ગ્રોથ સારી હોય છે અને ખોડા ની સમસ્યા થી છુટકારો મળે છે. તમે આ પેક નો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *