શ્રાદ્ધનું ભોજન બનાવવામાં રાખો આ સાવધાની!

શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે, અને પિતૃપક્ષને શ્રાદ્ધ નાખવા માટે ઘરની ગૃહિણીઓ શાસ્ત્રો અનુસાર ભોજન બનાવે એ જરૂરી છે. શ્રાદ્ધના સમયે પૂરી શુદ્ધતા અને પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી છે. તો ચાલો જાણીએ ભોજન બનવાતી સમયે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

શ્રાદ્ધમાં ખીર:

શ્રાદ્ધમાં ખીરનું ખાસ મહત્વ છે પરંતુ જરૂરી એ છે કે ભેશના દૂધની બદલે ગાયના દૂધમાંથી ખીર બનાવવામાં આવે. પંડિતો અનુસાર ખીર તમામ પકવાનોમાં ઉત્તમ છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડવાનું મહત્વ છે અને બ્રાહ્મણોને સૌથી વધુ ખીર પસંદ હોય છે. પૂર્વજો અને દેવતાઓને પણ ખીર પસંદ હોય છે.

નમકનો ઉપયોગ:

ભોજનની શુદ્ધતા માટે સાદા નમકની બદલે સિંધાલુનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં પણ સિંધાલુના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. કેમકે તે સૌથી વધુ શુદ્ધ હોય છે અને તેમાં કેમિકલનો ઉપયોગ થતો નથી.

લસણ અને ડુંગળીથી બચો:

શ્રાદ્ધમાં સાત્વિક ભોજન બનાવવું જોઈએ અને આથી શાસ્ત્રો અનુસાર લસણ અને ડુંગળીનો ઉપયોગ તેમાં ન હોવો જોઈએ.

ચપ્પલ ન પહેરવા જોઈએ:

જયારે તમે શ્રાદ્ધ માટે ભોજન બનાવી રહ્યા હો તો ચામડાના ચપ્પલ પહેરવા ન જોઈએ કેમકે તે ધાર્મિક રીતે માન્ય નથી. હા, તમે લાકડાના ચપ્પલ પહેરી શકો છો.

ચાંદીના વાસણોનો કરો ઉપયોગ:

ચાંદીને સૌથી વધુ પવિત્ર, શુદ્ધ અને સારી ધાતુ માનવામાં આવે છે. ચાંદી થકી નકારાત્મક શક્તિઓ અને દોષનો નાશ થાય છે. ચાંદીના વાસણ દ્વારા પિતૃઓને પાણી અર્પણ કરવામાં આવે તો તેઓ સંતુષ્ઠ થાય છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *