Connect with us

ધર્મદર્શન

ગરબા રમતા તમારો મેકઅપ ખરાબ થાય છે તો અપનાવો આ મેકઅપ ટિપ્સ

Published

on

સામાન્ય અવસરના મેકઅપ અને નવરાત્રીમાં તમે જે મેકઅપ કરો છો તેમાં ખૂબ અંતર હોય છે. જો તમે સામાન્ય દિવસોની રીતે જ નવરાત્રીમાં મેકઅપ કરશો તો ગરબા રમતા તમને મુશ્કેલીઓનો સામનો કરવું પડી શકે છે. આવો જાણીએ આ નવરાત્રીમાં કેવો મેકઅપ કરવો જોઈએ.

1. સતત કલાકો સુધી ગરબા રમવા સ્વભાવિક છે. અને ગરબા રમતા પરેસેવાથી તમારો આખો મેકઅપ ખરાબ થઈ શકે છે. માટે તેનાથી બચવા માટે તમે મેકઅપ કરતા પહેલા ચેહરા પર આઈસ કયૂબ રગડવું અને ત્યારબાદ મેકઅપ કરવું.

2. ગરબામાં નવ કે દસ દિવસ સુધી હેવી મેકઅપ કરવો પડે છે. તેનાથી ચેહરા પર ખીલ અને બીજી સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા મેકપ ઉતારીને સૂવો.

3. જયારે તમે મેકઅપ ઉતારો છો ત્યારે, સાબુ કે ફેસવૉશની જગ્યાએ મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરવો.

4. ગરબાના સમયે દરેક દિવસે જુદો-જુદો લુક રાખવો. પણ શક્ય હોય તો ડાર્ક રંગની જ લિપ્સ્ટીક લગાડવી.

5. હેયરસ્ટાઈલમાં સૌથી બેસ્ટ છે અંબુડો – જુદા જુદા પ્રકારના અંબુડા બનાવી શકો છો.

ધર્મદર્શન

આ મહિને આ રાશિના જાતકોની વધશે મુશ્કેલી, આ ઉપાય કરો અને બચો ખરાબ સમયથી.

Published

on

આપણે બધા આપણી નિયમિત ઇન્કમમાંથી આપણાં ભવિષ્ય માટે કેટલીક બચત કરતાં હોઈએ છે. ભવિષ્ય કેવું હશે એ લગભગ કોઈ કહી શકતું નથી. પણ તેમ છતાં પણ આજે ઘણા લોકો પોતાના ભવિષ્યમાં શું થવાનું છે એ જાણવા માટે પ્રયત્ન કરતાં હોય છે.

ભવિષ્ય વિષેની સાચી જાણકારી આપણને જ્યોતિષ શાસ્ત્ર પાસેથી મળી શકે છે અને એ પણ જાણી શકાય છે કે એટલું જ નહીં જ્યોતિષ પાસેથી જાણી શકાય છે કે તમે કેવીરીતે આવનાર પરિસ્થિતિનો સામનો કરી શકશો. તમારી રાશિ પરથી જાણી શકાય છે કે આવનાર સમય તમારી માટે સારો રહેશે કે ખરાબ.

તમને જણાવી દઈએ કે આ નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને અમુક રાશિના જાતકોને ખરાબ સંકેત મળી રહ્યા છે આ લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે. આ રાશિના જાતકોએ કેટલાક સરળ ઉપાયથી આ મુશ્કેલીથી બચી શકશો.

મિથુન : આ રાશિના જાતકો માટે આ સમય થોડો નકારાત્મક રહેશે. આ મહિને તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આ સાથે પૈસા સંબંધિત પણ કોઈ મુશ્કેલી થઈ શકે છે. કોઈપણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે થોડું વિચારી લેવું જોઈએ. કોઈપણ ફાલતુ ખર્ચ સમજી વિચારીને કરવો.

ઉપાય : હનુમાનજીને સિંદુર અર્પણ કરો અને તેમનો સંપૂર્ણ શણગાર કરો. હનુમાનજીને બેસનમાંથી બનેલ મીઠાઇ ધરાવો અને દાન કરો. આ સાથે તમે મંગળવારના દિવસે વાંદરાઓને પલાળેલા ચણા ખવડાવો.

સિંહ : આ રાશિના જાતકો માટે આ મહિનો કેટલીક મુશ્કેલીઓથી ભરેલ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. ડૉક્ટરની સલાહ લઈને જ કોઈ મહત્વનો નિર્ણય કરવો.

ઉપાય : દુર્ગા બિસા યંત્ર, માણેક રતન અથવા ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરો અને સંપૂર્ણ બાધા મુક્તિ યંત્ર કે લોકેટ પહેરો. શનિવારના દિવસે સરસવના તેલનું દાન કરવું.

કન્યા : કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કેટલીક આર્થિક મુશ્કેલીઓથી ભરેલ રહેશે. આ મહિને તમારી આવક ઓછી અને ખર્ચ વધી શકે છે. આ મહિનો નોકરી કે ઘરમાં સ્થાન પરિવર્તન પણ કરવું પડશે.

ઉપાય : 1 કિલો બ્લેક રાઈને બુધવારના દિવસે પાણીમાં પ્રવાહિત કરી દો. હળદરનો ચાંદલો કપાળ પર અને ગળા પર કરો. ગુરુવારના દિવસે પીળા ચંદનનો ચાંદલો કરો અને વિષ્ણુ ભગવાનની પૂજા કરો.

તુલા : આ રાશિના જાતકો માટે આ મહિને સ્વાસ્થ્યની મુશ્કેલી થઈ શકે છે. આ સાથે કોઈ એવી સમસ્યાનો સામનો કરવો પડશે જેના લીધે તમારા રોજિંદા જીવનમાં તણાવ આવી શકે છે.

ઉપાય : શનિવારના દિવસે સરસવ તેલનું દાન કરો. ગરીબોને જરૂરતનો સામાન દાન કરો. નિયમિત માતા લક્ષ્મી સામે દેશી ઘીનો દીવો કરવો. આઆમ કરવાથી કોઈપણ સમસ્યાથી મુક્તિ મળે છે.

Continue Reading

ધર્મદર્શન

ભગવાન શિવને જ શું કામ કરાય છે જળાભિષેક? આ રહ્યું કારણ

Published

on

What is Jalabhishek done to Lord Shiva? Here's the reason

ભગવાન શિવ ભક્તોની ઉપાસનાથી પ્રસન્ન થઇને તેમની દરેક કામના પૂર્ણ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભક્તો શિવ ઉપાસનાની સાથે-સાથે મંદિરોમાં જઇને શિવજી પર જળાભિષેક પણ કરે છે. કહેવામાં આવેે છે કે તેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇને ભક્તોના બધા કષ્ટ હરી લે છે. ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બધા દેવોમાં માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે. જેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે.

What is Jalabhishek done to Lord Shiva? Here's the reason

ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલું જ નહીં, શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી લોક પર રહે છે. આ બધા કારણોને લીધે શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે.

What is Jalabhishek done to Lord Shiva? Here's the reason

જ્યોત્રિલિંગોને શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્ત્રોત પરથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ રેડિએશન જ્યોતિર્લિગ પર હોય છે. આ જ્યોતિર્લિગ એક ન્યુક્લિઅર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરપૂર હોય છે. આ ભયંકર ઉર્જાને શાંત કરવા માટે શિવલિંગ પર જળ અર્પિત કરવામાં આવે છે એટલેકે જળાભિષેક કરવામાં આવે છે.

Continue Reading

ધર્મદર્શન

રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને આ ઉપાય કરવો જોઈએ! સબંધમાં આવશે મીઠાશ

Published

on

Brothers and sisters should do this remedy on the day of Raksha Bandhan! There will be sweetness in the relationship

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટ 2022ના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ દિવસ છે. જેની બંને આખું વર્ષ રાહ જોતા હોય છે.

રાખડી આ સમયે જ બાંધવી 
આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાખડી હંમેશા ભદ્રા અને રાહુના સમયે જ બાંધવી જોઈએ.  જ્યોતિષ શાસ્ત્રમાં રક્ષાબંધનના દિવસે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

Brothers and sisters should do this remedy on the day of Raksha Bandhan! There will be sweetness in the relationship

રક્ષાબંધન પર ભાઈ-બહેન કરો આ ઉપાય 

  • રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો ભાઈ આ બંડલને તિજોરી કે પૈસા સંબંધિત જગ્યાએ રાખે તો પૈસા આવે છે.
  • રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા આવે છે અને મનભેદ દૂર થાય છે.

Brothers and sisters should do this remedy on the day of Raksha Bandhan! There will be sweetness in the relationship

  • રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે તમે ચંદ્રદેવની પૂજા કરો. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે. બીજી તરફ, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
  • ભાઈને નજરદોષથી બચાવવા માટે રક્ષાબંધન પર બહેને ભાઈ પાસેથી માથા ઉપર 7 વાર ફટકડી ઉતારી અને તેને આગમાં બાળી દેવી અથવા તેને ચોકડી પર ફેંકી દેવી.
  • રક્ષાબંધનના શુભ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને ભાઈ-બહેન દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્ત રહે છે.

 

Continue Reading
Advertisement
Advertisement

Trending