અંબાણી પરિવારના અગ્રણી મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને અજય પીરામલના પુત્ર આનંદના આજે મુંબઈમાં લગ્ન છે. આ ભવ્ય પ્રસંગે એન્ટિલિયાની સજાવટ ઉડીને આંખએ વળગે તેવી હતી. તો જાણવા મળતી વિગતો પ્રમાણે આ લગ્ન પાછળ ઓછામાં ઓછો એક કરોડ ડોલર કે તેથી વધુંનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જો કે મીડિયામાં આવેલી ખબરો પ્રમાણે આ ભવ્યાતિભવ્ય લગ્ન પાછળ 10 કરોડ ડોલરનો ખર્ચ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉદયપુરમાં આયોજિત કાર્યક્રમમાં જ પ્રી વેડિંગ પાર્ટીમાં સીમિત સંખ્યામાં જ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે આ પાર્ટીની ઉજવણીમાં અંબાણી પરિવારે કોઈ કસર રાખી નહોતી.

બુધવારે મુંબઈમાં યોજાતા લગ્નમાં આ વીવીઆઈપી હસ્તીઓ થશે શામેલ:
ઉદયપુર કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને તેમના પત્ની હિલેરી ક્લિન્ટન, વૈશ્વિક બેંકરો અને બોલીવુડની અનેક સુપ્રસિદ્ધ હસ્તીઓએ ભાગ લઈ રહી છે. સૂત્રો અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આંધ્રપ્રદેશનના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતની અને રાજનૈતિક પક્ષના નેતાઓ આ લગ્નમાં ભાગ લઈ રહ્યાં છે.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન તેમની દીકરી સાથે.

નીક જોનાસ અને પ્રિયંકા ચોપરા લાક્ષણિક મુદ્રામાં.

આ લગ્નમાં હિલેરી ક્લિન્ટન ફરી પધાર્યા

આ લગ્નમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ પહોચ્યા હતા.

આમીર ખાન અને તેમના પત્ની કિરણ રાવ સાથે.

આ ફોટામાં આમીર ખાન અને તેમના પત્ની કિરણ રાવ ફોટોગ્રાફર ને પોજ આપતા નજર આવી રહ્યા છે.

અનીલ અંબાણી એક અલગ જ અંદાજ માં.

પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અનીલ અંબાણી એક સાથે અને બંને ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે.


વિદ્યા બાલન હિલેરી ક્લિન્ટન સાથે સેલ્ફી પડાવી હતી અને આ ફોટો તેમણે તેમના સોશીઅલ મીડિયા માં પોસ્ટ કરી હતી.

આ ફોટામાં તમે જયા બચ્ચન ને જોઈ શકો છો.

આ લગ્નમાં ક્રિકેટર સચિન તેંદુલકર તેમના પરિવાર સાથે રહ્યા હાજર.

બોલીવુડની ખુબસુરત અભિનેત્રી કીયારા અડવાની તેના આ લૂક માં ખુબ સુંદર લાગી રહી છે.

આ રીતે રસ્તાઓને ફૂલોથી સજાવ્યા .

જાનનું સ્વાગત કરતા બેન્ડબાજા વાળાઓ.

બિલ્ડીંગની બહાર સુરક્ષા માટે મુંબઇ પોલીસ અને પર્સનલ સિક્યોરિટી ગાર્ડસ સિવાય ઇન્ટરનેશનલ એજન્સીની પણ મદદ લેવામાં આવી છે.

આ ફોટો જોઇને લાગી રહ્યું છે કે કેવી રીતે દરેક જગ્યાને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.

અનન્ત અંબાણી અને સ્લોકા મેહતા જાનનું સ્વાગત કરતા નજરે આવી રહ્યા છે.
