બૉલીવુડમાં સૌથી સુંદર છે આ 7 સુપરસ્ટારની પુત્રીઓ છે

બોલીવુડમાં ઘણા મોટા સુપરસ્ટાર છે, અને જે આજે બોલીવુડ પર રાજ કરે છે. તેમના ચાહકો હંમેશા તેમની ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ આજે આપણે આ અભિનેતાઓ વિશે વાત નથી કરી રહ્યા, આજે અમે તમને બીજા સુપરસ્ટારની પુત્રીઓ વિશે જણાવીશું. જેમની પુત્રીઓ નજીકના સમયમાં બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે અને તેમની સુંદરતા જોઈને સૌ કોઈ દંગ રહી જશે. અને તેમાંની કેટલીક બોલીવૂડમાં એન્ટ્રી પણ કરી ચુકી છે અને કેટલીક બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે.

૧. સંજય કપૂર-શનાયા કપૂર

અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર આજકાલ ઘણી ચર્ચાઓમાં રહે છે. બહેન સોનમ કપૂરના લગ્ન સમયે શનાયા કપૂરે તેની સુંદરતા અને ફેશનના કારણે મીડિયામાં ઘણી ચમકી હતી. શનાયા કપૂર ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાની કારકિર્દી શરૂ કરી શકે છે.

2. ચંકી પાંડે-અનન્યા પાંડે

બૉલીવુડના પ્રખ્યાત અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇઅર’થી બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે. તેની સાથે આ ફિલ્મમાં ટાઇગર શ્રૉફ હશે. આ ફિલ્મ આગામી વર્ષ સુધીમાં રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થયા પહેલા અનન્યા પાંડેએ પોતાની સુંદરતાથી ચાહકોને પાગલ કરી દીધા છે.

3. શાહરૂખ ખાન-સુહાન ખાન

બોલીવુડના કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ બહુજ સુન્દર દેખાય છે. તાજેતરમાં, સુહાનાએ એક મેગેઝિન માટે ફોટો શૂટ કરાવ્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, એવું લાગી રહ્યું છે કે બહુ જલ્દી શાહરૂખ ખાન પોતાની પુત્રીને બોલિવુડમાં લોન્ચ કરી શકે છે.

4. આમિર ખાન-ઇરા ખાન

બૉલીવુડના પરફેક્ટનિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાનની ઉંમર હાલમાં 20 વર્ષની છે અને તે નેધરલેન્ડમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. આમતો ઇરા ખાન બોલીવુડની ચમકતી દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. પણ બની શકે છે કે તે ભવિષ્યમાં તેનું નસીબ બોલીવુડમાં અજમાવી શકે છે.

5. મિથુન ચક્રવર્તી-દિશા ચક્રવર્તી

પોતાના સમયના સુપરસ્ટાર ડાન્સર મિથુન ચક્રવર્તીની પુત્રીની દિશા દેખાવે બહુજ સુંદર છે અને સોશિયલ મીડિયા પર એક્ટીવ પણ રહે છે. દિશા ચક્રવર્તી પણ આજકાલ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે દિશા ચક્રવર્તી એ મિથુન ચક્રવર્તીની દત્તક લીધેલી પુત્રી છે.

6. સૈફ અલી ખાન- સારાહ અલી ખાન

સારા સૈફ અલી ખાનની પ્રથમ પત્ની અમૃતા સિંહની દીકરી છે. અમૃતા પણ બોલીવુડ અભિનેત્રી હતી. સારા અલી ખાન હાલમાં દિગ્દર્શક અભિષેક કપૂરના માર્ગદર્શન હેઠળ સુશાંત સિંહ રાજપુતની સામે તેની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ માટે શૂટિંગ કરી રહી છે. આ સિવાય સારાએ તેની આગામી ફિલ્મ સિમ્બા માટે પણ શૂટિંગ શરૂ કરી દીધું છે.

7. જેકી શ્રોફ – કૃષ્ણા શ્રોફ

કૃષ્ણા શ્રોફ જેકી શ્રોફની પુત્રી છે. તેની ઉંમર 25 વર્ષ છે. અફવા છે કે તે બ્રાઝિલના સ્પેન્સર જોન્સનની નજીક છે. કૃષ્ણા શ્રોફ એક દિગ્દર્શક બનવા માંગે છે. તે “બ્લેક શીપ” નામની એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મની સહયોગી નિર્માતા હતી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *