ગુજરાત
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મોટેરા સ્ટેડિયમને લઈ મોટા સમાચાર,બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી શકે છે આ આયોજન
Published
2 years agoon

કોરોના વાઇરસની મહામારીના કારણે ભારતીય ક્રિકેટર્સ માર્ચ મહિનાથી ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઊતર્યા નથી. કોવિડ-૧૯ના કારણે વિશ્વભરમાં વિવિધ ક્રિકેટ શ્રેણીઓ રદ થઇ ચૂકી છે પરંતુ હવે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી સાથે વિશ્વ ક્રિકેટની પુન: શરૂઆત થઇ ચૂકી છે.
આ સ્થિતિમાં બીસીસીઆઇ પોતાના કરારબદ્ધ ખેલાડીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવાની યોજના તૈયાર કરી ચૂક્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ કેમ્પ માટે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાને પસંદ કર્યું છે તેવી આધારભૂત સૂત્રોથી માહિતી મળી છે.
કોરોના વાઇરસની મહામારીના કારણે સાવચેતીના પગલાંરૂપે પ્લેયર્સ અમદાવાદમાં કેમ્પ શરૂ થાય તે પહેલાં આઠથી ૧૦ દિવસ ક્વોરન્ટાઇન થાય તેવી સંભાવના છે. અત્યારે પ્લેયર્સે પોતપોતાના શહેરમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
પરંતુ જ્યારે તેમને કેમ્પની ચોક્કસ તારીખ આપવામાં આવશે તેના પાંચ દિવસ પહેલાં તેઓ પોતાના શહેરમાં જ પ્રથમ તો ક્વોરન્ટાઇન થશે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ કરાવીને મોટેરા આવશે. આ દરમિયાન તેમને નાના ગ્રૂપમાં ફિઝિકલ ફિટનેસ માટે મંજૂરી આપવામાં આવી શકે છે.
ભારતીય ક્રિકેટર્સ માટેના ટ્રેનિંગ કેમ્પના સેન્ટર માટે મોટેરા સ્ટેડિયમ સહિત ધર્મશાલા અને બેંગ્લુરૂ ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમી પણ દાવેદાર હતા, પરંતુ ગયા શુક્રવારે બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં મોટેરા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી તેવા સંકેત મળ્યા છે.
બેંગ્લુરૂ ખાતેની એનસીએમાં કેમ્પ માટે બોર્ડે તૈયારીઓ દર્શાવી નથી કારણ કે ત્યાં કોવિડ-૧૯ની સ્થિતિ હજુ યથાવત્ છે અને આગામી બે મહિના સુધી સ્થિતિમાં સુધારો થશે કે નહીં તેની ચિંતા છે. બીજી તરફ ધર્મશાલા ખાતે હજુ કોરોના વાઇરસના કારણે પરિસ્થિતિ વણસી નથી પરંતુ આ સેન્ટરમાં પ્લેયર્સના રહેવા માટેની મુખ્ય સમસ્યા છે. મોટેરા સ્ટેડિયમ તમામ અત્યાધુનિક સગવડો સાથે સજ્જ છે જેના કારણે આ સેન્ટરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ટ્રેનિંગ કેમ્પમાં બીસીસીઆઇ તમામ ખેલાડીઓની સ્વાસ્થ્યને વધારે પ્રાધાન્ય આપશે તે નિશ્ચિત છે. કોવિડ-૧૯ના કારણે ખેલાડીઓની સુરક્ષા જોખમમાં મુકાય નહીં તે માટે બોર્ડ પોતાની મેડિકલ તથા સિક્યોરિટી ટીમને મોટેરાનું નિરીક્ષણ કરવા માટે મોકલે તેવી સંભાવના છે.
બોર્ડ માટે સ્કીમ ઓફ થિંગ્સનો હિસ્સો છે તેવા જ ખેલાડીઓ માટે આ કેમ્પનું આયોજન કરશે. આ કેમ્પમાં આઇપીએલ માટે કોઇ પણ ફ્રેન્ચાઇઝી દ્વારા નહીં ખરીદવામાં આવેલા તથા મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટ માટે નિષ્ણાત ગણાતા ખેલાડીઓ ભાગ લે તેવી સંભાવના છે.
બીસીસીઆઇની ટી૨૦ લીગ આઇપીએલ યુએઇ ખાતે સપ્ટેમ્બરથી નવેમ્બરના ગાળામાં રમાય તેવી પૂરી સંભાવના છે. આ માટે ખેલાડીઓને પ્રેક્ટિસની સખત જરૂર છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે ખેલાડીઓ આઇપીએલમાં રમવા માટે જશે તેઓ કદાચ મોટેરા ખાતેના કેમ્પમાં ભાગ લેશે નહીં, પરંતુ આઇપીએલમાં નહીં રમનાર અને બીસીસીઆઇ સાથે કરારબદ્ધ ખેલાડીઓ કેમ્પમાં ભાગ લેશે.
આ ઉપરાંત આઇપીએલમાં રમનાર પરંતુ સમય હશે તો અન્ય કરારબદ્ધ ખેલાડીઓ પણ આ કેમ્પમાં ભાગ લઇ શકે છે. આઇપીએલમાં નહીં રમનાર ખેલાડીઓ માટે કેવી રીતે અને કેટલા સમયનો કેમ્પ યોજવો તે અંગેનો નિર્ણય એપેક્સ કાઉન્સિલની બેઠકમાં લેવાય તેવા સંકેત મળ્યા છે.
You may like
-
ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે બેન સ્ટોકે ક્રિકેટ વનડેમાથી લીધી નિવૃતિ! આપ્યું કઈક આવું કારણ
-
Asia Cup 2022માં ભારત-પાકિસ્તાન ફરી થશે આમને સામને જાણો ક્યારે છે તેમની વચ્ચે મેચ
-
સૂતી વખતે વળે છે પરસેવો? તો થઈ જાવ સાવધાન આ વાઇરસના છે લક્ષણો
-
આ કપ્તાને ભારતીય ખેલાડીઓને ફિલ્ડમાં દાદાગીરી શીખવાડેલ
-
જસપ્રિત બુમરાહે ફરી કમાલ! આ ખેલાડીનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
-
છોરીઓએ મારી બાજી! મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝ જીતી
ગુજરાત
અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી
Published
1 month agoon
July 11, 2022
ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. બીજી બાજુ અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાત કરીએ શહેરના હેલમેટ સર્કલ વિસ્તારની તો અહીંયા પણ પાણીમાં AMTSની બસ ગરકાવ થયેલી જોવા મળી રહી છે. હેલમેટ સર્કલની આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે.
અમદાવાદનો પોશ વિસ્તાર એવો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બોપલ અને ઘુમાને જોડતા માર્ગ પર પણ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી અમદાવાદમાં જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ઝાડ પડવાની અને રોડ પર ભુવા પડવાની ઘટના બની રહી છે. આમ, એકવાર ફરી વરસાદ આગળ AMCનો પ્રિ-મોનસૂન પ્લાન એકદમ ફલોપ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં ગઇકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને બાનમાં લીધુ હોય તેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. અમદાવાદના હેલ્મેટ સર્કલ, આયોજનનગર, સિંધુભવન રોડ અને બોપલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદથી અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઠેર-ઠેર અવ્યવસ્થા સર્જાઇ છે. હેલ્મેટ સર્કલ પર AMTSની બસ ફસાઇ હતી તો જીવરાજપાર્ક વિસ્તારની આયોજનનગર સોસાયટીમાં તો પાણી ફરી વળ્યા હતા.
અમદાવાદના ભારે વરસાદે તારાજી સર્જતા શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે સરસપુર બેટમાં ફેરવાઇ ગયો છે. વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું. આથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. દર ચોમાસામાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે.
શહેરનો આંબાવાડી વિસ્તાર પણ બેટમાં ફેરવાયો છે. શહેરના હીરાબાગ ક્રોસિંગ નજીકના ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નિકોલ, નરોડા સહિતના પૂર્વ વિસ્તારો પણ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગુજરાત
વરસાદી માહોલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સર્જાયા મનમોહક દ્રશ્યો! જુઓ તસવીરોમાં
Published
1 month agoon
July 8, 2022
નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કેવડિયા અને સાગબારા ડેડિયાપાડા પંથકમાં વરસાદ નોંધાયો છે. ગત રાતથી જિલ્લાના ડેડિયાપાડા સાગબારા અને કેવડિયામાં ધીમી ધારે વરસાદ સતત પડ્યો છે, જેનાથી ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે અને ચારેકોર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.
કેવડિયા વિસ્તારમાં આજે સવારે 6 વાગ્યા સુધી બેઠ્ઠો વરસાદ વરસતાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પડેલા વરસાદને લીધે પ્રકૃતિ સોળા કળાએ ખીલી ઊઠી છે, જેના લીધે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે મિની કાશ્મીર જેવાં આહલાદક દૃશ્યો સર્જાયાં છે.
કેવડિયા પંથકમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 8 હજાર 558 ક્યુસેક પાણી આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમ 114.38 મીટર પર પહોંચી છે. ધીમે ધીમે સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
સરદાર સરોવરના CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે અને વીજ ઉપ્તાદન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે અને સરદાર સરોવર છલોછલ ભરાશે એવી શક્યતાઓ નર્મદા નિગમના આધિકારીઓ રાખીને બેઠા છે. હાલ પાણીની આવક થતાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી પાણી પહોંચાડવા નર્મદાની મુખ્ય કેનાલમાં 8409 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગુજરાત
સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી! અમદાવાદે હજુ રાહ જોવી પડશે
Published
2 months agoon
July 2, 2022
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.જો કે અમદાવાદ શહેરમાં આગામી 4 દિવસ દરમિયાન હજુ સારા વરસાદની શક્યતાઓ જણાતી નથી. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 209 મિમી. બનાસકાંઠાના દિયોદરમાં 190 મિમી અને નવસારીના ખેરગામમાં 144 મિમી વરસાદ થતાં લોકોએ રાહત અનુભવી છે. તે ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 57 તાલુકાઓમાં વરસાદ થયો છે. વાંસદા, તલાલા અને ગણદેવીમાં સૌથી વધુ વરસાદ આજે સવારે થયો છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ, રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અને સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છ, જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.
રાજ્યમાં એક તરફ અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ માટે તરસી રહ્યા છે. આ બંને ઝોનમાં સિઝનનો માત્ર 4 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસા, લખપત અને રાપર તાલુકામાં એક ટીપું વરસાદ પડ્યો નથી.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ