માં નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ એટલે ચંદ્રઘંટા…નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતિક છે માં ચંદ્રઘંટા

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ પહેલા એટલે કે આજના દિવસે ક્યા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે…….

માં નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે, માતાની ઘંટામાં આહલાદકરી ચંદ્ર છે, માતાજીનો વર્ણ સુવર્ણ જેવો ચમકદાર અને અત્યંત તેજમાન છે, માતાજીને દસભુજાઓ છે કે જેમાં માતાજીએ ખડગ, બાણ તેમજ આદિ શસ્ત્રો ધારણ કરેલ છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાના આ શકિત સ્વ‚પની ઉપાસના કરવામાં આવે છે.ચંદ્રઘંટાનો અર્થ થાય છે ચંદ્ર સમાન પ્રકાશમાંન ઘંટ સાથેની દેવી. આ સ્વરુપમાં માતાના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર હોય છે. જે તમામ નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતિક છે. આ સ્વરુપના પૂજન અર્ચન અને ધ્યાનથી માં પોતાના ભક્તોના જીવનમાં ચંદ્રની શીતળતા જેવો આનંદ આપે છે અને તેની આસપાસ રહેલી નકારાત્મક્તાનો નાશ કરે છે. માંનું આ સ્વરુપ ભક્તોના તમામ ભયને હરી લઈને તેમને નિર્ભયતાનું વરદાન આપે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *