નવરાત્રીમાં હેલ્દી રહેવા માટે અપનાવો આ ડાઈટ પ્લાન: નવરાત્રી ડાઈટ પ્લાન

નવરાત્રી શરૂ થઈ રહી છે. અને નવરાત્રીની સૌ કોઈ કાગડોળે રાહ જોઇને બેઠું હોય છે. તેમજ આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે તો ફળાહાર કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય. અને તમે મોજથી ગરબે ગુમી શકો. તો ચાલો શું છે આ ડાઈટ પ્લાન

કેળા: કેળા એનર્જી બૂસ્ટરનુ કામ કરે છે. અને વ્રતમાં થાક થતા બચાવે છે.

મૌસબી: વ્રતના આ મૌસમમાં સંક્રામક રોગ થવા એ સામાન્ય બાબત છે. પણ આપણે સજાગ રહેવું જરૂરી છે. માટે એ દ્રષ્ટિએ વિટામિન સી ભરપૂર લેવુ જોઈએ. કેમેકે વિટામિન સી મૌસબી સંક્રમણથી બચાવે છે.

પપૈયુ: વ્રતના સમયે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે . તેમજ વ્રતમાં થતી ગેસની તકલીફથી બચાવે છે.

છાશ: પાણીની ઉણપ ન થાય એના માટે સિંધાલૂણ નાખી છાશ પીવો . અને હા જે લોકો બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે.

બટાટા: બાફેલા કે શેકેલા બટાટા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. અને બટાકા રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

સાબૂદાણા: વ્રતમાં સાબુદાણાની ખીચડી સૌથી વધુ પ્રખ્યાત છે. પણ શું તમને ખબર છે સાબુદાણા શરીરમાં એકત્ર થયેલ વધારાનું પાણી કાઢવનું કામ કરે છે. અને આ કિડનીની સફાઈ પણ કરે છે.

નારિયળ પાણી: નારિયેળ પાણી પીવું કોને ના ગમે. નારિયેળનું પાણી શરીરમાં વ્રતના સમયે ઈલેક્ટ્રોલાઈટ અસંતુલનને ઘટાડવાનું કામ કરે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *