‘ઇન્ડિયન આઇડલ 11’માં ફરી જજ તરીકે નેહા કક્કર

સિંગર નેહા કક્કર ‘ઇન્ડિયન આઇડલ 11’માં ફરી જજ તરીકે દેખાઈ છે. સિંગરના જણાવ્યા અનુસાર આ શો એ અવાજ છે જે આપણા દેશને એકજુથ કરે છે. આ એક મંચ છે ,જેણે ભારતને અદભુત ગાયક આપ્યા છે. એક દેશ એક અવાજ સબ્જેક્ટ યોગ્ય છે કારણકે ઇન્ડિયન આઇડલ હંમેશાં આ સ્ટેજ પર દેશભરના ગાયકોને સાથે લાવ્યું છે અને તેમની પ્રેરક સ્ટોરીને શેર કરી છે. આ એ અવાજ છે જે આપણા દેશને એકજુથ કરે છે. અહી પ્રતિયોગીઓને તેમના ટેલેન્ટના આધાર પર જજ કરવામાં આવે છે.

ગાયન દરમ્યાન સાચા નોટ્સથી લઈને દર્શકોનું ધ્યાન ખેંચવા સુધી આ સ્ટેજ આગામી સિંગર્સને ગાવાની ઘણી ઝીણવટભરેલી વાતો માટે ટ્રેન કરશે. તેમને દેશનો અવાજ અને નેક્સ્ટ સિંગિંગ સેન્સેશન બનવા માટે તૈયાર કરવામાં આવશે. આનાથી વિશેષ એ જોવાનું રસપ્રદ હશે કે તેઓ પોતાના રિયલ ટેલેન્ટનો ઉપયોગ ટ્રેનિંગ દરમ્યાન કઈ રીતે કરે છે. અનુજીની શાયરીથી લઈને વિશાલના માર્ગદર્શન સુધી, નેહા ફરી બંને સાથે કામ કરવા ઉત્સુક છે.

આ સિઝન પાર્થ બ્રેકિંગ ટેલેન્ટથી ભરેલી છે જેને કારણે લોકોને નવી રીતે સંગીતથી પ્રેમ થઇ જશે. આ મંચ પર ફરી એકવાર કેટલાક જોરદાર અવાજ ધરાવતા સિંગર જોવા મળશે અને ભારતને નેક્સ્ટ મ્યુઝિક સેન્સેશન આપશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *