ટેલીબઝ
તારક મહેતામાં આવી રહ્યા છે નવા દયાભાભી! જાણો કોણ લે છે દિશા વાકાણીનું સ્થાન?
Published
7 days agoon

નાના પડદાનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે દરેક ઘરમાં જાણીતો બન્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી દયાબેનના સમાચાર ચર્ચામાં છે. શોમાં હવે જૂના દયાબેનના તો આવવાના નથી, પરંતુ તેમનું સ્થાન કોણ ભરશે તેને લઈને અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી હવે આ શોમાં જોવા નહીં મળે, પરંતુ તેની જગ્યાએ ‘હમ પાંચ’ ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રી રાખી વિજન દયાબેનનો રોલ કરશે. ચાલો આજે જાણીએ કે આખરે કોણ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની નવી દયાબેન છે.
અહેવાલો અનુસાર હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સે આ વાતની જાણકારી આપી હતી કે વર્ષ 2017થી બ્રેક પર ગયેલા દયાબેન ઉર્ફે દિશા વાંકાણી આ શોમાં હવે વાપસી નહીં કરે. એવામાં હવે મીડિયા રિપોર્ટ્સ એવો દાવો કરી રહી છે કે સબ ટીવીના આ શોમાં ટીવી ઈન્ડરસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રાખી વિજનના નામ પર દયાબેનના રૂપમાં મોહર લગાવવામાં આવી શકે છે.
માત્ર ‘હમ પાંચ’ ટીવી શો જ નહીં, રાખી વિજને નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની આગવી ભૂમિકા ભજવીને જાણીતી બની છે. વાત કરીએ રાખી વિજનની ટીવી કરિયર વિશે તો તેમણે હમ પાંચ સહિત દેખ ભાઈ દેખ, બનેગી અપની બાત અને નાગિન 4 જેવી મોટી સીરિયલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેના સિવાય રાખી વિજન જાણીતી રિયાલિટી શો બિગ બોસ 2માં પણ પોતાનો જલવો દેખાડી ચૂકી છે. એટલું જ નહીં, રાખી ફિલ્મ ગોલમાન રિટર્ન્સમાં પણ રોલ કરી ચૂકી છે.
હવે વાત કરીએ રાખી વિજન વિશે તો તેમણે નાના પડદાનો જાણીતો શો ‘હમ પાંચ’ માં સ્વીટીની ભૂમિકા ભજવીને તમામના દિલ જીતી લીધા હતા. એવામાં હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દયાબેનના રોલથી રાખી તમામને હસાવવા માટે તૈયાર છે. તમને કદાચ ખબર હોય તો લાંબા સમય બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલ્દીથી દયાબેનની એન્ટ્રી થનાર છે.
You may like
ટેલીબઝ
તારક મહેતાનો “ટપુ” ભવ્ય ગાંધી થયો 25 વર્ષનો! આવડી ઉમરે જાણો કેટલી છે કમાણી
Published
3 days agoon
June 22, 2022
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલમાં ટાપુ તરીકે ફેમસ બનેલ ભવ્ય ગાંધી આજે 25 વર્ષનો થયો છે. ભવ્ય ગાંધી જ્યારે ‘તારક મેહતા’માં હતો ત્યારે તે એક એપિસોડનાં 10,000થી 25,000 રૂપિયા ચાર્જ કરતો હતો. એટલે તેની માસિક આવક 2.50 લાખથી 5 લાખ રૂપિયા હતી ભવ્ય ગાંધીની આવકની ગણતરી તેનાં ટીવી શૉ પરથી કરવામાં આવી છે. આ ઉપરાંત તે ફિલ્મો, બ્રાન્ડ, એડવર્ટાઇઝમેન્ટ અને અન્ય પ્રોમોશનલ ઇવેન્ટ પરથી તે કમાણી કરે છે.
તેની કમાણી અંગે વાત કરીએ તો કોરોના બાદ તેની કમાણીનાં આંકડા સામે આવ્યાં નથી. પણ વર્ષ 2020 સુધી તેની કમાણી એક કરોડ રૂપિયા છે. વર્ષ 2019માં પણ તેની કમાણી 1 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે વર્ષ 2018માં તેની કમાણી 10 લાખ રૂપિયા હતી. જોકે આ આંકડાની તેનાં કે તેનાં પરિવાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
ભવ્ય ગાંધી પાસે બે ગાડી છે. તે Audi A4 કારનો માલિક છે. જેની કિંમત 46.96 લાખ રૂપિયા છે. આ સીવાય તે BMW કારનો પણ માલિક છે. રિપોર્ટ અનુસાર તેનાં માતા-પિતાએ તેને આ કાર ગિફ્ટ આપી હતી. જેની કિંમત એક કરોડ રૂપિયા છે. ભવ્ય ગાંધી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ પહેલાં ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ અને ‘પાપા તમને નહીં સમજાય’ જેવી ફિલ્મો કરી છે.
ભવ્યનાં ભણતર અંગે વાત કરીએ તો, ભવ્ય કોમર્સનો વિદ્યાર્થી હતો. તેણે બેચલરની ડિગ્રી મેળવેલી છે. એવોર્ડ્સની વાત કરીએ તો, ભવ્યને TMKOC માટે મોસ્ટ પોપ્યુલર ચાઇલ્ડનો એવોર્ડ વર્ષ 2010માં મળ્યો હતો. જે બાદ વર્ષ 2011 અને 2013માં તેને ઝી ગોલ્ડ એવોર્ડ તરફથી બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ ફોર TMKOC મળ્યો હતો. વર્ષ 2012 અને 2016માં તેને સબ કે અનોખે એવોર્ડ જીત્યો હતો. નિકલડન કિડ્સ ચોઇઝ એવોર્ડ માટે તેને બેસ્ટ ચાઇલ્ડ એન્ટરટેઇનરનો એવોર્ડ મળ્યો હતો જે વર્ષ 2016માં તેને જીત્યો હતો.
ભવ્યાનાં પિતા વિનોદ ગાંધીનું ગત વર્ષે કોરોનાથી નિધન થઇ ગયું હતું. તેની માતાનું નામ યશોદા ગાંધી છે તેઓ હાલમાં સાથે જ રહે છે. તેનાં મોટા ભાઇનું નામ નિશ્ચિત ગાંધી છે. તેને એક બહેન પણ છે. જોકે તેનું નામ જાહેર નથી. કારણ કે તે તેનો પરિવાર મીડિયાથી દૂર જ રહે છે. વિવાદની વાત કરીએ તો, ભવ્ય ગાંધી જ્યારે વર્ષ 2017માં ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ રાતો રાત છોડી દીધો હતો ત્યારે તેની ઘણી આલોચના થઇ હતી. જે બાદ તેને રાજ અનડકટે રિપ્લેસ કર્યો હતો.
ટેલીબઝ
વધુ એક કલાકરનું તારક મહેતાને અલવિદા? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કેટલા સમયથી ટપુ છે ગાયબ!
Published
2 weeks agoon
June 13, 2022
ટીવી પર છેલ્લાં 14 વર્ષથી ચાલતી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં ચર્ચામાં છે. આ શોના કલાકારો એક પછી એક સિરિયલ છોડી રહ્યા છે. પહેલાં શૈલેષ લોઢાએ સિરિયલ છોડી, પછી દિશા વાકાણી આ શોમાં પરત નહીં ફરે તે વાત સામે આવી હતી. હવે એવી ચર્ચા છે કે સિરિયલમાં ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટે પણ સિરિયલ છોડી દીધી છે. આ દરમિયાન એવી પણ વાતો વહેતી થઈ હતી કે મુનમુન દત્તા પણ આ શો છોડી શકે છે.
એ વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે કે હવે રાજ આ શોમાં જોવા મળશે નહીં. આમ પણ રાજ છેલ્લાં કેટલાંક દિવસોથી સિરિયલમાં જોવા મળતો નથી. જોકે, આ અંગે ચેનલ કે રાજ તરફથી કોઈ જાતની વાત કરવામાં આવતી નથી. સિરિયલના સૂત્રો આ વાત અફવા હોવાનું કહી રહ્યા છે. જોકે, આ વાત કેટલી સાચી તે તો આવનારો સમય જ કહેશે. પ્રોડડક્શન હાઉસ સાથેના મતભેદને કારણે હવે રાજ ગયા વર્ષે 20 ડિસેમ્બર પછી શૂટિંગ પણ કરવાનો નહોતો. જોકે પ્રોડક્શન હાઉસે રાજ સાથેના મતભેદનો ઉકેલ લાવી દીધો હતો અને તેણે શોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
રાજ અનડકટ 2017થી ટપુડાનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલાં ભવ્ય ગાંધી આ પાત્ર ભજવતો હતો. મુનમુન દત્તાના અફેરની વાત સામે આવી ત્યારે રાજે સો.મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને આ વાતને ખોટી ગણાવી હતી. આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.
ટેલીબઝ
અંતે તારક મહેતામાં દયાભાભીનો પડદો ઉચકાયો! જાણો સુંદરે જીજા જેઠાલાલને શું આપી ખુશ ખબરી?
Published
3 weeks agoon
June 7, 2022
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં કેટલાંક મહિનાથી ચર્ચામાં છે. આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. તો હવે આ શો દયાભાભીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ સિરિયલનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ શોમાં દયાભાભીની એક ઝલક જોવા મળી હતી.
સિરિયલના પ્રોમોમાં દયાભાભીની એક ઝલક જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે દયાભાભી ચાલતા આવે છે, તેમનો પડછાયો દેખાય છે અને પછી તેમના પગ જોવા મળે છે. પછી તરત જ સુંદરનો અવાજ આવે છે કે બહેન જરૂરથી આવશે. બીજા સીનમાં જેઠાલાલ તથા સુંદર ફોન પર વાત કરે છે. સુંદર કહે છે કે તે જાતે બહેનને લઈને મુંબઈ આવશે. આ વાત સાંભળીને જેઠાલાલ પૂછે છે કે તે મજાક નથી કરતો ને? આ સવાલના જવાબમાં સુંદર કહે છે તે સાચું બોલે છે અને પરમ દિવસે બહેન મુંબઈ આવશે તે પાક્કું છે. આ વચન છે. સુંદરની વાત સાંભળીને જેઠાલાલ ખુશ થઈ જાય છે.
જોકે દયાભાભીના પાત્રમાં દિશા વાકાણી હશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે, કારણ કે દિશા વાકાણીએ થોડાં સમય પહેલાં જ દીકરાને જન્મ આપ્યો છે. માનવામાં આવે છે કે અસિત મોદીએ દયાભાભીના પાત્ર માટે નવી એક્ટ્રેસ શોધી લીધી છે. આ નવી એક્ટ્રેસ દિશા વાકાણીને ટક્કર આપે છે કે નહીં તે હવે એપિસોડમાં જોયાબાદ જ ખબર પડશે.
જોકે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના મીઠા ઝઘડાથી એન્ટરટેઇન કરશે.

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

સાઉથની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પાસે છે મોંઘી કારનું કઈક આવું કલેક્શન!

રાત્રે સ્નાન કરવું સ્વસ્થ્ય માટે છે ખૂબ ફાયદા કારક! જાણો કેવા થાય છે ફાયદાઓ

વજન ઘટાડવામાં દહી કે દૂધ મદદરૂપ? જાણો શું કહે છે એક્સપર્ટ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી