જાન્યુઆરીના બદલે આ મહિનાથી લો ન્યુ યર રિઝોલ્યુશન.. વધુ સફળતા કરી શકશો પ્રાપ્ત..

ન્યુ યર રિઝોલ્યુશન લેવું હવે એક પરંપરા બની ગઈ છે, પહેલા આ પરંપરા ફક્ત પશ્ચિમી દેશોમાં જોવા મળતી હતી .. પરંતુ હવે તે પૂર્વીય દેશોમાં પણ જોવા મળે છે… જેમાં કોઈ વ્યક્તિ ખરાબ ગુણો સુધારવા અથવા વર્તન બદલવા માટે, વ્યક્તિગત ધ્યેયને પૂર્ણ કરવા અથવા જીવનમાં સુધારો લાવવા નિશ્ચય કરે છે. દર વર્ષે નવું વર્ષ આવે એટલે લોકો જાતજાતના સંકલ્પો લેતા હોય છે. કોઈ ખરાબ આદતો છોડવાનું પોતાની જાતને વચન આપે છે તો કોઈ નવી શરૂઆત કરવાનું. કોઈ ડાયેટ કરીને વજન ઉતારવાનું તો કોઈ સ્મોકિંગ છોડી દેવાનું.

 

જાન્યુઆરી મહિનાની શરૂઆત ઘણા પોઝિટિવ ફેરફારો સાથે થાય છે. જો કે થોડા દિવસો વીતે અને આ નવા રિઝોલ્યુશનની પણ હવા નીકળી જાય છે. સોઈકોલોજિસ્ટ કહે છે કે જો તમે ઈચ્છો કે તમે લીધેલા પ્રણ લાંબુ ટકે તો તમારે જાન્યુઆરીના બદલે માર્ચ મહિનામાં તેની શરૂઆત કરવી જોઈએ.

વોશિંગટન યુનિવર્સિટીના ટિમ બોનો મુજબ આપણે આપણી જાતને એવું મનાવી જ દીધું છે કે 1 જાન્યુઆરી નવા નિયમો બનાવવા માટેનો બેસ્ટ દિવસ છે. પરંતુ આદતો બદલવા માટે જાન્યુઆરી એ સૌથી અઘરો મહિનો છે. જો તમારો ધ્યેય રોજ પાંચ માઈલ દોડવાનો હોય તો જાન્યુઆરીમાં એટલી ઠંડી હોય છે કે તમે તેની શરૂઆત જ ન કરી શકો. આ વાત એકદમ માન્યામાં આવે તેવી છે. શિયાળાની ઠંડી સવારે કોઈને વહેલા ઊઠવું નથી ગમતું.બોનો મુજબ રજાના મૂડ પછી કંઈક નવું શરૂ કરવું એ પણ ન્યુ યર રિઝોલ્યુશન ફેઈલ થવા પાછળનું મુખ્ય કારણ છે. લોકો વેકેશનમાં ખુબ એન્જોય કરતા હોય છે. તેમાં રિઝોલ્યુશન પૂરું કરવું ખુબ જ અઘરું લાગે છે..

સામાન્ય રીતે વર્ષના શરૂઆતમાં તે પ્લાન કરવું મુશ્કેલ છે. જ્યારે કશું ખાસ કરવા જેવું ના હોય તો આપણો ઉત્સાહ પણ ઠંડો પડી જાય છે. આથી નવી નવી પહેલ માટે આપણને પૂરતી પ્રેરણા નથી મળતી. જો તમને એવું લાગતું હોય કે ગરમ પ્રદેશમાં રહેતા લોકોને આ વાત લાગુ ન પડે તો તમે ભૂલો છો. સૂર્ય પ્રકાશ આપણા પર કેવી અસર પાડે છે તેને ઓછુ આંકવાની ભૂલ જરાય ન કરશો. જાન્યુઆરીના શરૂઆતના દિવસો ખૂબ ટૂંકા હોય છે. જ્યારે આપણને સૂર્ય પ્રકાશ દેખાય ત્યારે એ આપણી વિચારવાની પ્રક્રિયાને પણ અસર કરે છે.ઘણા લોકો કામ પર જાય ત્યારે અંધારુ હોય છે અને ઘરે આવે ત્યારે પણ અંધારુ થઈ ગયું હોય છે. સીધો સૂર્ય પ્રકાશ ન મળે તેની આપણા સ્વાસ્થ્ય અને એનર્જી લેવલ પર ઘણી અસર પડે છે. જો તમે 2020માં કોઈ નવા રિઝોલ્યુશન લેવા માંગતા જ હોવ તો તેને થોડા મહિના પાછળ ધકેલી દો. સફળતાના ચાન્સ વધી જશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *