Connect with us

ફૂડ

મીઠો મધપૂડો નહી પણ આ છે તીખો મધપૂડો: જાણો કેવો હોય છે આ સ્વાદમાં

Published

on

Not a sweet hive but this is a spicy hive: know what it tastes like

મધપૂડામાં માત્ર છૂંદેલાં બટાટા અને ટમેટાં હોય છે જેને તમે  ઘટ્ટ ગ્રેવી કહી શકો. મધપૂડા સાથે તમને કોબી, ટમેટાં, ગાજરનું સૅલડ આપે. સાથે આથેલાં મરચાં હોય, લસણની ચટણી હોય અને ચાપડી હોય. તમારે ચાપડીનો ભૂકો કરી ગ્રેવીમાં મિક્સ કરી એ ખાવાનું. જો ટ્રેડિશનલ ફૂડ ભાવતું હોય તો સાતે કોઠે દીવા થઈ જાય એવી વરાઇટી.ચાપડી માટે તો તમને અગાઉ કહ્યું છે એમ, ચૂરમાના લાડુ બનાવવા માટે જે કરકરો લોટ હોય એમાંથી એ બને અને આ ચાપડી શેકેલી નહીં, તળેલી હોય પણ એમાં તેલ કે ઘી તમને સહેજ પણ જોવા મળે નહીં. સો ટકા શુદ્ધ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનતી આ લસણની ચટણી તમે હાથમાં લઈને મોઢામાં મૂકો એ પહેલાં જ એની ખુશ્બૂ તમને આવવા માંડે. યાદ રાખજો, ફૂડમાં ખુશ્બૂ હોવી ખૂબ જરૂરી છે.

Not a sweet hive but this is a spicy hive: know what it tastes like

આ ખુશ્બૂ ભૂખ ઉઘાડવાનું કામ કરે છે.ટમેટાને કારણે મધપૂડો ચટાકેદાર લાલ રંગનો બને છે. બાફેલા બટાટાને પીસીને એમાં નાખવામાં આવે ત્યારે શાકની સપાટી પર જે ભાત ઊપસે એ ભાત ડિટ્ટો પેલા ઝાડ પર થતા મધપૂડા જેવી ઊભી થતી હોવાને લીધે આ શાકનું નામ મધપૂડો પડ્યું છે. મધપૂડો અત્યારે શિયાળામાં ખવાય છે પણ પહેલાં એ ચોમાસામાં ખવાતો. વરસતા વરસાદ વચ્ચે વાડીએથી પાછા આવ્યા પછી તીખોતમતમતો મધપૂડો ખાઈને ઠંડી ઉડાડવા માટે આ રેસિપી ઘરમેળે શોધવામાં આવી હોવાનું કહેવાય છે, જે વાતમાં તથ્ય લાગે છે; કારણ કે શિયાળામાં તો બધાં શાક સરળતાથી મળે અને એ જ ખાવાનાં હોય તો પણ આ મધપૂડામાં બારેમાસ મળતાં ટમેટાં અને બટાટા સિવાય બીજા કોઈ શાકનો ઉપયોગ નથી થતો

Not a sweet hive but this is a spicy hive: know what it tastes like

એટલે માની શકાય કે આ આઇટમ પહેલાં ચોમાસામાં ખવાતી હોઈ શકે છે પણ આપણે શું, આપણને તો ભાવતાં ભોજનિયાં અને નિતનવી નખરેદાર આઇટમ મળે એટલે જલસો જ જલસો અને એવો જ જલસો પડ્યો મધપૂડો ખાઈને.તમારે પણ આવો જ જલસો કરવો હોય,તો  રાજકોટના યુનિવર્સિટી રોડ પર સંતોષ ચાપડી-ઊંધિયું સેન્ટર જવાનું ચૂકતા નહીં. શિયાળા પૂરતો જ મધપૂડો અહીં મળે છે એટલે જો આ દિવસોમાં જવાનું બને તો ચાપડી-ઊંધિયું નેક્સ્ટ ટાઇમ પર રાખીને પણ મધપૂડો ટ્રાય કરવાનું ચૂકતા નહીં.

ફૂડ

ગણેશચતુર્થી પર ઘરે બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ,જાણો બૂંદીના લાડુ બનાવવાની રીત

Published

on

આવતી કાલે ગણેશચતુર્થી અને ત્યારે ગણપતિના ભક્તો ગણપતિની પૂજા સાથે તમને મનપસંદ ભોગ પણ ધરાવતા હોય છે,એમા પણ ગણેજીના પ્રિય મોદક તો અચૂક ધરાવતા હોઇએ છે પરંતુ આ સમયમાં આપણે મોદક બહારથી લાવતા ટાળતા હોય છે.ત્યારે આવા સમયે કોરોના કાળમાં ઘરે જ બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ .

સામગ્રી

  • 1 કપ મોળી બૂંદી
  • 11/2 કપ માવો
  • 1 કપ દળેલી ખાંડ
  • 1/2 કપ દૂધ
  • બદામ જરૂર મુજબ

બનાવવાની રીત

જ્યારે પણ તમે માવો લાવો ત્યારે તે માવાને પહેલાં તો હાથ વડે સારી રીતે મસળી લો. હવે કઢાઈમાં માવો નાંખીને 5 મિનિટ સુધી ધીમા તાપ પર તેને શેકી લો. હવે તેમાં ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો.

બૂંદી નાંખો તેમજ વારેઘડીએ દૂધની છાલક મારતા રહો. જ્યારે એકરસ થઈ જાય ત્યારે તાપ પરથી ઉતારી ઠંડુ થવા દો. થોડુંક ઠંડુ થાય એટલે તેના ગોળ-ગોળ મોદક બનાવો. તૈયાર છે સ્વાદિષ્ટ બૂંદી લાડુ. તેના પર બદામના ટુકડા લગાવીને ગાર્નિશ કરો. ત્યાર બાદ ગણપતિ દાદાને ભોગ લગાવો.


જો તમારી પાસે મોળી બૂંદી ન હોય તો તમે ઘરે જ બેસનનું ખીરું તૈયાર કરીને ઝારાની મદદથી ઝીણી બૂંદી બનાવી શકો છો. આ બૂંદી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે.

Continue Reading

ફૂડ

તમે ઓનિયન રિંગ્સ ટ્રાય કરી કે નહીં? આ રહી બનાવવાની રીત

Published

on

Have you tried onion rings? Here's how to make it

મોટાભાગના ઘરોમાં ડુંગળીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ડુંગળીમાંથી બનેલા ભજીયા  પણ સવારના નાસ્તામાં  ખૂબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય નાસ્તામાં ઓનિયન રિંગ્સ ટ્રાય કરી છે. જો નહિ તો આજે અમે તમને ઓનિયન રિંગ્સ બનાવવાની એક સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. ઘણીવાર ઘરમાં એક જ નાસ્તો ખાવાથી કંટાળો આવે છે. આવી સ્થિતિમાં તે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગે છે. જો તમે પણ એવું જ અનુભવી રહ્યા છો, તો ડુંગળીમાંથી બનાવેલી રિંગ્સ એક શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે અને થોડા જ સમયમાં ઓનિયન રીંગ્સ તૈયાર થઈ જાય છે.

Have you tried onion rings? Here's how to make it

ઓનિયન રિંગ્સ તૈયાર કરવા માટે ડુંગળીની સાથે મેંદા અને મકાઇના લોટનો પ્રયોગ કરવામાં આવે છે. આ રેસીપી સવારના નાસ્તા અથવા દિવસના નાસ્તા તરીકે બનાવી શકાય છે. બાળકોને પણ આ રેસીપી ખૂબ જ ગમે છે.

ઓનિયન રિંગ્સ બનાવવા માટે સામગ્રી

ડુંગળી – 2

મેંદો – 1/2 કપ

મકાઈનો લોટ – 2 ચમચી

ચિલી ફ્લેક્સ – 1/2 ચમચી

કોર્ન ફ્લેક્સ ક્રમ્બ – 1 કપ

મિક્સ્ડ હર્બ્સ – 1/2 ચમચી

તેલ – તળવા માટે

મીઠું – સ્વાદ મુજબ

ઓનિયન રિંગ્સ બનાવવી રીત

ઓનિયન રિંગ્સ બનાવવા માટે, પહેલા કાંદાના થોડા જાડા ગોળાકાર ટુકડા કરો અને તેમાંથી દરેક રિંગને અલગ કરો અને તેને બાઉલમાં રાખો. હવે એક મિક્સિંગ બાઉલ લો અને તેમાં મેંદા લોટ અને મકાઈનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરો.

આ પછી આ લોટના મિશ્રણમાં મિક્સ્ડ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવો. ખાતરી કરો કે બેટરના બધા ગઠ્ઠા નીકળી ગયા છે.

Have you tried onion rings? Here's how to make it

હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે મેંદા-મકાઈના લોટની પેસ્ટમાં ડુંગળીની રિંગ નાખો અને તેને સારી રીતે કોટ કરો અને પછી કોર્ન ફ્લેક્સના ટુકડામાં રિંગ નાખો અને સારી રીતે કોટિંગ કરો. ધ્યાનમાં રાખો કે કોર્ન ફ્લેક્સને સારી રીતે ક્રશ કરીને તેનો ભૂકો તૈયાર કરો. જો તમે ઈચ્છો તો કોર્ન ફ્લેક્સને બદલે બ્રેડક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

કોર્ન ફ્લેક્સ ક્રમ્બ્સ પર કોટિંગ કર્યા પછી, ફરીથી એક વાર ડુંગળીની રિંગ્સને લોટની પેસ્ટમાં સંપૂર્ણપણે બોળી દો, પછી તેને તળવા માટે તેલમાં મૂકો. આ દરમિયાન, સ્ટિકની મદદથી, રિંગ્સને પલટાવી અને તેને બેક કરો.

ડુંગળીની રિંગ્સ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લો. એ જ રીતે બધી રિંગ્સને તળી લો. નાસ્તા માટે સ્વાદિષ્ટ ઓનિયન રિંગ્સ તૈયાર છે. તેમને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

 

Continue Reading

ફૂડ

લંચ બોક્સમાં બાળકોને આપો આ સેન્ડવીચ! બનવવાની એકદમ સરળ રીત

Published

on

give-the-kids-this-sandwich-in-the-lunch-box-the-easiest-way-to-make-it

રુટ સેન્ડવિચ બાળકો માટે ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ છે. શાળા ખુલતાની સાથે જ હવે મોટાભાગના ઘરોમાં સવારથી જ પ્રશ્ન ઊભો થાય છે કે બાળકોના લંચ બોક્સમાં એવું શું રાખવું જોઈએ જે તેમના માટે ટેસ્ટી અને હેલ્થી પણ હોય. ખરેખર, જો બાળકોના ટિફિનમાં તેમની મનપસંદ વસ્તુ ન રાખવામાં આવે તો ઘણી વખત બાળકો ભરેલું ટિફિન પાછું લાવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે બાળકોને ફ્રૂટ સેન્ડવીચ બનાવીને લંચ બોક્સમાં આપી શકાય છે. ફ્રુટ સેન્ડવીચ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે.

give-the-kids-this-sandwich-in-the-lunch-box-the-easiest-way-to-make-it
ફ્રુટ સેન્ડવીચની ખાસિયત એ છે કે તેને બનાવવામાં વધુ સમય નથી લાગતો અને તે પોષણથી પણ ભરપૂર છે. જો તમે હજુ સુધી ફ્રુટ સેન્ડવીચ નથી બનાવી તો અમારી રેસીપીની મદદથી તમે તેને તરત જ તૈયાર કરી શકો છો.

give-the-kids-this-sandwich-in-the-lunch-box-the-easiest-way-to-make-it

ફ્રુટ સેન્ડવીચ માટેની સામગ્રી:
બ્રેડ સ્લાઈસ – 5
ઝીણી સમારેલી કેરી – 1/2 કપ
દ્રાક્ષ – 10-12
ક્રીમ – 3 ચમચી
સફરજન સમારેલ – 1/2 કપ
જામ (3-4 પ્રકારો) – જરૂર મુજબ
અખરોટ પાવડર – જરૂર મુજબ

give-the-kids-this-sandwich-in-the-lunch-box-the-easiest-way-to-make-it

ફ્રુટ સેન્ડવીચ બનવવાની રીત :

ફ્રુટ સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા બ્રેડના ટુકડા લો અને તેની કિનારી કાપીને અલગ કરો. હવે કેરી અને સફરજન લો અને તેના નાના ટુકડા કરો. તેમને અલગ બાઉલમાં રાખો. આ પછી દ્રાક્ષને પણ એક બાઉલમાં કાઢી લો.
આ પછી 4 પ્રકારના જામને અલગ-અલગ બાઉલમાં કાઢીને રાખો. હવે બ્રેડ સ્લાઈસ લો અને તેના પર ક્રીમ લગાવીને ચારે બાજુ સારી રીતે ફેલાવો. આ પછી બાકીની 3 બ્રેડ સ્લાઈસમાં ચારેય જામ અલગ-અલગ લગાવો.
હવે જામથી ભરેલી બ્રેડ પર જુદા જુદા કાપેલા ફળો મૂકો. ધ્યાન રાખો કે જામથી ભરેલી બ્રેડ પર માત્ર એક જ પ્રકારનું ફળ રાખવાનું છે. હવે ક્રીમ બ્રેડને તળિયે મૂકો. તેના પર એક પછી એક વિવિધ ફળો અને જામથી ભરેલી બ્રેડ રાખો.

Continue Reading
Advertisement
Advertisement

Trending