સુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ

કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને નાના પડદાના સ્ટાર્સની આત્મહત્યા કરવાનો સિલસિલો ચાલુ છે.સુશાંત સિંહ રાજપૂત પછી સમાચાર છે કે ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. તેણે મુંબઈમાં પોતાના ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. સમીર શર્માએ ‘કેમકે સાસ ભી કભી બહુ થી’ સિરિયલમાં કામ કર્યું છે.

2020નું વર્ષ જાણે એક ભયંકર રાક્ષસ હોય તેવું ભાસે છે કારણકે એક બાદ એક વિપદા આપી રહી છે અને માનવજાત તેની સામે સાવ લાચાર છે. કોરોના વાયરસથી શરૂ થયેલી મુશ્કેલીઓ વધી અને એક બાદ એક મોતના સમાચાર મળી રહ્યાં છે. સુશાંતની આત્મહત્યા બાદ તો દેશ આખો હચમચી ગયો હતો ત્યારે વધુ એક એક્ટરે આત્મહત્યા કરી લીધી છે.

બુધવારે રાત્રે 44 વર્ષીય સમીર શર્માએ મલાડ વેસ્ટમાં નેહા સીએચએસ બિલ્ડિંગમાં તેના ઘરે જ ફાંસો ખાઇ લીધો હતો. મલાડ પોલીસના જણાવ્યા મુજબ, સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટ ભાડે લીધો હતો. નાઇટ ડ્યુટી દરમિયાન ચોકીદારે સમીર શર્માનો મૃતદેહ લટકતો જોયો.

સમીર શર્માની લાશ ઘરે પંખા સાથે લટકેલી મળી હતી. તમને જણાવી દઈએ કે સમીર ‘કહાની ઘર ઘર કી’ સહિત ઘણા ટીવી શોમાં કામ કરી ચૂક્યો હતો. અત્યાર સુધીની માહિતી અનુસાર, સમીર શર્માને થોડા દિવસોથી કોઈએ જોયો નહોતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સમીર શર્માનું લગભગ બે દિવસ પહેલા જ અવસાન થયું હતું અને જ્યારે ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પડોશીઓએ શંકાને આધારે પોલીસ બોલાવી હતી.સમીર ‘યે રિશ્તા હૈ પ્યાર કે’, ‘સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર-ઘર કી’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે. માનવામાં આવે છે કે તેણે બે દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. જોકે હજી સુધી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

 

એક સમયની ફેમસ ટીવી સિરીયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીના એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. 44 વર્ષીય સમીર શર્માએ બુધવારે રાત્રે મલાડ પશ્ચિમ સ્થિત તેમના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સમીરે શા કારણથી આત્મહત્યા કરી તેનો ખુલાસો હજૂ સુધી થયો નથી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *