Connect with us

ગેજેટ

ઓનલાઇન શોપિંગ કરતી વખતે આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Published

on

હાલ ઓનલાઇન શોપિંગ કરવા તરફ લોકો વળી રહ્યા છે સમયનો અભાવ ઓફરનો ફાયદો અને ઘરે જ સામાન આવી જતો હોય તો વધારે ઓનલાઇન ખરીદી કરવામાં આવે તે સ્વાભાવિક છે. ઓનલાઇન ખરીદી કરવાના ઘણા ફાયદા અને ગેરફાયદા પણ છે. ઓનલાઇન શોપિંગથી ફક્ત તમારો સમય જ નહીં પરંતુ ઓફરની સહાયથી પૈસાની બચત પણ કરી શકાય છે.

 

જો કે, વિશ્વસનીય સ્રોતથી ઓનલાઇન ખરીદી કરવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શોપિંગના નામે, છેતરપિંડીની રમત પણ લાંબા સમયથી ચાલી રહી છે અને ચુકવણી પછી, ઉત્પાદનની ડિલિવરીથી લઈને, ખાતામાંથી વધુ પૈસા કાપવા સુધીના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે.ઘણી વખત નકલી વેબસાઇટ્સ લોકપ્રિય શોપિંગ પોર્ટલોની કોપી કરતી જાહેરાતો ઉમેરી અને યૂઝર્સને લલચાવે છે. શોપિંગ કરતી વખતે કેટલીક સાવધાની રાખો તો પસ્તાવો નહી થાય.

વેબસાઇટના અજીબ URL

નકલી વેબસાઇટ્સના URL હંમેશા વિચિત્ર હોય છે અને ભૂલો સરળતાથી મળી આવે છે. બ્રાઉઝરનું સરનામું બાર માં જ જોવા મળે છે કે આવી વેબસાઇટ્સ સુરક્ષિત નથી અને અસુરક્ષિત છે.

અશક્ય હોય તેવી ઓફરોના ઢગલા

નકલી વેબસાઇટ્સ પર 90 ટકા સુધીની ઓફર એવી હોય જે અશક્ય કહી શકાય. જેમ કે iPhone 11 ફક્ત 10,000 રૂપિયામાં ખરીદો. આવી ઓફર જોઈને સાવધાન રહેવુ જોઈએ અને મનથી વિચારવુ જોઈએ કે શું આ શક્ય છે. જે ભાવની વસ્તુઓ હોય તેનાથી અડધાથી ઓછી કિંમતની વસ્તુઓ કેવી રીતે કોઇ કંપની આપી શકે આટલી વાત સમજી લેશો તો ક્યારેય છેતરાશો નહી.

જાહેરાતમાં ઓફલાઇન સ્ટોર

જો તમને કોઈ ઓનલાઇન વેબસાઇટના ઓફલાઇન સ્ટોરનો ફોટો દેખાય તો તરત જ સમજો કે આ જાહેરાત અને ઓફર બંને નકલી છે. આવી ઘણી જાહેરાતો સોશિયલ મીડિયા પર દેખાય છે.

સાઇન ઇન જરૂરી નથી

મોટાભાગની નકલી સાઇટ્સ પર, વપરાશકર્તાઓને લોગઇન અથવા સાઇન-ઇન કરવાની પણ જરૂર નથી. આવી છેતરપિંડી સાઇટ્સ યૂઝર્સને સીધા પેમેન્ટ પેજ પર રીડાયરેક્ટ કરે છે. તો હવે લોભામણી અને છેતરામણી જાહેરાતોથી બચીને કરજો શોપીંગ.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગેજેટ

જાણો કેવી રીતે ઓફલાઇન પણ કરી શકાશે ડિઝીટલ ટ્રાન્ઝક્શન,RBIએ કરી આ નવી સુવિધા

Published

on

કોરોના મહામારીમાં થયેલા લોકડાઉનના કારણે ઓનલાઇન વસ્તુનું પ્રમાણ વધ્યું છે,અને તેના કારણે ડિઝીટલ ટ્રાન્ઝક્શનમાં પણ વધારો થયો છે.ત્યારે આવા સમયને ધ્યાનમાં રાખી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.


મળતી માહિતી મુજબ ડિઝીટલ ટ્રાન્ઝક્શનમાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ટરનેટ વિના જ લેણ દેણની સુવિધાને પાયલોટ આધાર ઉપર શરૂ કરી છે. જો કે, માત્ર 200 રૂપિયા સુધીની રકમ સુધી આ મર્યાદીત હશે.પરંતુ આગળ વધીને તેમાં વધારો થઈ શકે છે.


ત્યારે તાજેતરમાં જ આરબીઆઈ ગવર્નર શક્તિદાસની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ટરનેટ વિના કાર્ડ અને મોબાઈલના માધ્યમથી નાની રકમની ચુકવણી કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.


બેંકની અધિસુચના હેઠળ આ પાયલોટ યોજના હેઠળ ડેબિટ કાર્ડ, વોલેટ કે મોબાઈલથી કરવામાં આવે છે. એ માટે કોઈ વેરિફિકેશનની જરૂરત નહીં રહે. આ યોજના 31 માર્ચ 2021 સુધી ચાલશે.

આરબીઆઈએ જણાવ્યું કે, આજે પણ કેટલાક વિસ્તારોમાં જ્યાં ઈન્ટરનેટનો અભાવ છે. તેવી જગ્યાએ ડિઝીટલ પેમેન્ટમાં અવરોધો આવી શકે છે, તેને જોતા રિઝર્વબેંક ઓફ ઈન્ડિયાએ આ પગલુ ઉપાડ્યું છે.

 


આ જ કારણ છે કે, કાર્ડ, વોલેટ અને મોબાઈલ ઉપકરણોના માધ્યમથી ઓફલાઈન ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.નિવેદનમાં જણાવાયું છે કે, પાયલોટ યોજના હેઠળ યુઝર્સના હિતો અને દેણદાર સુરક્ષા વિગેરેનું ધ્યાન રાખતા ઓફલાઈન માધ્યમથી અંતર્નિહિત સુવિધાઓ માટે નાની રકમની ચુકવણીની મંજૂરી અંગેનો પ્રસ્તાવ છે.


કેન્દ્રીય બેંકે પણ કહ્યું છે કે,પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરને ઓનલાઈન વિવાદ સમાધાન લાગુ કરશે. ડિઝીટલ લેણદેણ વધારવાની સાથે વિવાદ અને ફરિયાદો વધી રહી ચે. ફરિયાદોમાં સમાધાનની આ વ્યવસ્થા નિયમ આધારીત અને પારદર્શી હશે. તેમાં માનવીય હસ્તક્ષેપ નહી હોય અને જો હશે તો પણ ઓછો હશે.

Continue Reading

ગેજેટ

મેક ઈન ઈંડિયાને લઈને મળી આ મોટી સફળતા,ભારતનાં આ શહેરમાં બની રહ્યા છે આઇફોન

Published

on

એક તરફ કોરોના મહામારી છે ત્યારે બીજી તરફ ભારત ચીન-વિવાદ બાદ 59ચીની કંપનીની એપ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે હવે ચીનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એપલે ચેન્નાઈની નજીક ફોક્સકોન પ્લાન્ટમાં પોતાના ફ્લૈગશિપ મોબાઈલ iPhona 11 બનાવવાનું શરૂ કરી દીધું છે.

આપને જણાવી દઇએ કે એપલે પહેલી વખત ભારતમાં ટોપ ઓપ ધ લાઈન મોડલ બનાવ્યું છે. કેન્દ્ર સરકારની મેક ઈન ઈંડિયાને લઈને આ મોટી સફળતા છે. વિવિધ વિભાગમાં ફોનનું પ્રોડક્શન વધારવામાં આવશે. આ સિવાય ચીન પર પોતાની નિર્ભરતા વધારવા માટે એપલ ભારતમાં બનેલ iPhone 11નું એક્સપોર્ટ કરવા માટે વિચાર કરી શકે છે. આ વાત ઈંન્ડસ્ટ્રીઝના બે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કહેવામાં આવી છે.

મહત્વનુ છે કે એપલે આજકાલ મોબાઈલના ભાવમાં ઘટાડો નથી કર્યો. કારણ કે કંપની ભારતમાં ચીનમાં બનેલા iPhone 11 ફોન પણ વેચી રહી છે. પરંતુ વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આગળ જઈને આ એક વિકલ્પ થઈ શકે છે.

લોકલ પ્રોડક્શનથી એપલને 22 ટકા ઈમ્પોર્ટ ટેક્સ બચી જાય છે. અધિકારીઓનું કહેવું છે કે એપલ બેંગલુરુની નજીક વિસ્ટ્રોન પ્લાન્ટમાં નવા iPhone SE બનાવવાના પ્લાન પર વિચાર કરી રહી છે. આ પ્લાન્ટમાં પહેલા વાળો iPhone SE બનતા હતા.

હાલમાં ભરવામાં આવેલ પગલા એપલના પ્રોડક્શનના દેશમાં વધતા લોકલાઈઝેનની તરફ ઈશારો કરે છે. કંપની, સરકારના પ્રોડક્શન લિંક્ડ ઈનસેંટિવ સ્કીમના પગલે બેનિફિટ્સનો ફાયદો ઉઠાવવા માંગે છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ પગલાથી એપલને ચીનની બહાર પણ પોતાનું પ્રોડક્શન બેસ વધારમાં મદદ મળશે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવ છે.

માર્કેટ રિસર્ચર IDC ઈંડિયા મુજબ, જાન્યુઆરી-માર્ચમાં ભારતમાં પ્રીમિયમ સેગમેંટમાં એપલનો દબદબો રહ્યો છે. તેના પછી સેમસંગ અને વનપ્લસ રહ્યા હતા. જૂનના આંકડા હજૂ સુધી નથી આવ્યા. રિસર્ચરનું કહેવું છે કે માર્ટમાં 700-1000 ડોલર વાળા સેગમેંટમાં વધારે વૃદ્ધી મળી. વાર્ષિક આધાર પર શિપમેંટ બેગણું થઈ ગયું. આ પ્રાઈસ સેગમેંટમાં iPhone 11ની 68 ટકા ભાગીદારી રહી. ઓવરઓલ ઈઁડિયન સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીનો દબદબો રહ્યો.

Continue Reading

ગેજેટ

વોડાફોન અને આઇડિયાના ગ્રાહકો માટે સારા સમાચાર, કંપનીએ તેના ગ્રાહકો માટે કરી આ મોટી જાહેરાત

Published

on

વોડાફોન-આઇડિયાએ આજે ​​તેનું પોસ્ટપેડ એકત્રીકરણ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ હેઠળ હવે આઈડિયાના પોસ્ટપેડ યુઝર્સને એક સેવા આપવામાં આવશે. કંપનીની આ ઘોષણા બાદ હવે આઈડિયા પોસ્ટપેડ સબ્સ્ક્રાઇબર્સ વોડાફોન RED યોજનાના ફાયદાથી લાભ મેળવી શકશે. આટલું જ નહીં, હવે ગ્રાહકો પણ આ જ ગ્રાહક સેવા અને ઉત્તમ ડિજિટલ અનુભવનો આનંદ માણી શકશે.

આ ઉપરાંત કંપનીના આ પગલાથી ગ્રાહકોને આઈવીઆર, યુએસએસડી, માય વોડાફોન એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા સ્વ-સેવા ચેનલનો અનુભવ મળશે. ઉપરાંત તેઓ તેમના દ્વારા ઉત્પાદનો, સેવા અને ચૂકવણી પણ કરી શકશે.

 

 

આપને જણાવી દઇએ કે વોડાફોન અને આઈડિયાનું મર્જર 31 ઓગસ્ટ, 2018 ના રોજ કરવામાં આવ્યું હતું. મર્જર પછી તેનું નામ બદલીને વોડાફોન આઈડિયા લિમિટેડ કરવામાં આવ્યું.એટલે કે, હવે આઈડિયાના પોસ્ટપેડ ગ્રાહકો બોર્ડિંગ અને સર્વિસના અનુભવ પર અલગ લેવાની રહેશે નહીં, તેના બદલે તેઓ રેડ ફેમિલીમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે.

આનાથી તેમને એક જ બિલ આપવામાં આવશે અને વોડાફોન પ્લે, પ્રીમિયમ કન્ટેન્ટ અને આખા પરિવાર માટે ઘણી અન્ય વેલ્યુ એડેડ સેવાઓ.વોડાફોન આઈડિયાના ચીફ ટેક્નોલોજી ઓફિસર વિશાંત અરોરાએ કહ્યું હતું કે, “વોડાફોન અને આઈડિયા પોસ્ટપેડ ગ્રાહકોનું એકત્રીકરણ, કંપનીના નેટવર્ક, કંપની વિઝન તરફનું એક મોટું પગલું છે. આ અમને અમારા પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે ગ્રાહકનો અનુભવ વધારવામાં સક્ષમ કરે છે.

ટેલિકોમ ટ્રિબ્યુનલ ટીડીએસએટીએ તાજેતરમાં વોડાફોન-આઈડિયા લિમિટેડને મોટી રાહત આપી છે. ટીડીએસએટીએ ટેલિકોમ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેડ એક્સ પ્રીમિયમ પર વોડાફોન-આઈડિયાના નવા ગ્રાહકોને નહીં ઉમેરવા પર આદેશ આપ્યો છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending