હવે ઘરે બનાવો જટ-પટ પનીર-કોર્ન રોલ વાનગી: પનીર-કોર્ન રોલ રેસીપી

Panir-corn

ભૂખ લાગે એટલે સૌથી પહેલાં તો જડપથી કઈ વાનગી બનશે એ વિચારવું પડે. તેમજ ઘણી બધી વાનગીઓ જડપથી બનતી જ હોય છે. પણ ઘણાને રોજ નવી નવી વાનગીનો સ્વાદ માણવાનો  શોખ હોય છે. પણ જો આમાં કોર્ન એટલે કે મકાઈ યાદ આવે પછી એ પોપ કોર્ન હોય કે મકાઈનો ભૂટો, એ જો મળી જાય તો મજા પડી જાય. તો આજે અમે તમને આવીજ મકાઈ ની વાનગી બનવતા શીખવીશું. જેનું નામ છે પનીર-કોર્ન રોલ.

સામગ્રીઃ

 • ૧ કપ છીણેલું પનીર,
 • ૧/૨ કપ મકાઈનાં બાફેલાં દાણા,
 • ૭-૮ બ્રેડ સ્લાઈસ,
 • ૨ ઝીણાં સમારેલાં કાંદા,
 • ૨-૩  ઝીણાં સમારેલાં લીલાં મરચાં,
 • ૧ ટી.સ્પૂન આદુ-લસણની પેસ્ટ,
 • ૧/૨ ટી.સ્પૂન મરી પાવડર,
 • ૨  ટે.સ્પૂન લીંબુનો રસ,
 • ૩ ટે.સ્પૂન કોર્ન ફ્લોર,
 • ૧ ટે.સ્પૂન ટોમેટો સોસ,
 • ૧ ટે.સ્પૂન ખમણેલું ચીઝ,
 • મીઠું સ્વાદ પ્રમાણે,
 • રોલ તળવા માટે તેલ

રીતઃ

 • એક પેનમાં તેલ ગરમ કરી મધ્યમ આંચે કાંદા, આદુ-લસણની પેસ્ટ તેમજ લીલાં મરચાં નાખીને 2-3 મિનિટ સુધી સાંતડી લો.
 • ત્યારબાદ એમાં સોસ, લીંબુ, મીઠું, ચીઝ, પનીર તેમજ મકાઈ ઉમેરીને મિક્સ કરીને ગેસ પરથી ઉતારીને ઠંડું કરવા મૂકી દો.
 • એક નાના બાઉલમાં કોર્ન ફ્લોર તેમજ મીઠું નાખીને થોડું પાણી ઉમેરીને ખીરૂં બનાવી લો.
 • બ્રેડ સ્લાઈસની કિનારી કટ કરીને વેલણથી વણી લો.
 • એક એક બ્રેડ લેતાં જાવ અને દરેકમાં મિશ્રણ ભરીને રોલ વાળી લો.
 • આ રોલને કોર્ન ફ્લોરના ખીરાંમાં પલાળીને તેલમાં ગોલ્ડન ક્રિસ્પી તળી લો.

હવે પનીર-કોર્ન રોલને ગ્રીન ચટણી અથવા સોસ સાથે પીરસો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *