૮૪.૬૮% લોકો ઘેર જમતા જ નથી !! ખાણી-પીણીની મિજબાનીથી ઉજવે છે

આ રાજકોટ છે, હા આ રાજકોટ જ છે !! જેની હર બાત નિરાળી-નોખી અને અનોખી છે. અહિં કેટલાય દિવસે ઉંઘી જાય છે ને રાત્રે જ જાગે છે. બપોરનાં ૧ થી ૪ની વાત જ ન કરવી. કારણ આ સમયે રાજકોટ બંધ થઈ જાય છે. નિરાળા-રંગીલા રાજકોટની વાત જ નિરાળી છે.

રંગીલા રાજકોટનાં લોકો ઉત્સવપ્રીય છે ને તહેવાર પ્રીય પણ છે. રાજકોટીયન્સ કંઈક બહાનું જોઈ ઉજવણીનું બસ… ઉજાણી કરે !! દૂનિયાની ગમે તેવી મોંઘી વસ્તુ અહિ બીજા મહિને જોવા મળે છે, પછી એ કાર હોય કે મોજ શોખની વસ્તું.

રાજકોટની દિવાળી-સાતમ આઠમનો મેળો કે થર્ટીફસ્ટ… બસ…. રૂમઝુમની સાથે ઝુમ-ઝુમ થવા લાગે અહિ ફકત ‘સ્કુટર’ અડી જાય તો મારામારી થઈ જાય છે. અહિંના રવિવારની વાત જ ન પુછો ‘સન્ડે ફનડે’ રાજકોટનો આનંદ ઉત્સવ છે. રાજકોટવાસી રવિવારે ખાણીપીણીનો જલ્સો કરે છે. એક તારણ મૂજબ ૮૪.૬૮ % રાજકોટના નગરજનો ઘેર જમતા જ નથી.

સન્ડે જમણમાં એકલા ગ્રુપ, મિત્રો કે પરિવાર સહિતની ઉજાણીમાં ફૂટપાથ રેકડી નાની મોટી હોટલ કે હાઈવેનું ‘કાઠીયાવાડી’ જમણ પ્રથમ પસંદગી હોય છે. રવિવારે સવારથી જ ‘ગાંઠીયા જલેબી’ના જમણથી શુભારંભ કરતો રાજકોટીયન્સ મોડીરાત્રે પણ ચા-પાણી પીતો જોવા મળે છે. અહિના અફલાતુન ગોલા શાન છે. ઘેર પધારતા મહેમાનો આગ્રહથી ‘ભર શિયાળે’ પણ ખવરાવાય છે. રાજકોટીયન્સનો મિજાજ જુદો છે. તે બીજાથી અલગ દેખાવામાં હંમેશા પ્રયત્ન કરે છે.

 

આજી નદીના કડક-પથ્થરીયા પાણીને કારણે અહિંના લોકો પણ થોડા કડક છે. અહિ સેવા કરતી સંસ્થાઓની સંખ્યા અને પ્રસિધ્ધ થતા સવાર/સાંજના અખબારોની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. અહિક શાક માર્કેટીંગ હોય કે સેલ-મોલ- ૩૬૫ દિવસ ભરાતા મેળા હોય… રાજકોટવાસી જોવા અચુક પહોચી જાય… પછી ભલે લે કે વસ્તુ ના લે !!

અહિંના લોકો માટે ‘ચા’ પ્રેમ પ્યારી છે… તેઓ પ્રેમથી તેને ‘ચાસુંદી’ કહે છે તેને બનતી જોવી પણ એક લ્હાવો છે. અહિના ટેસ્ટી ગોલા જોઈને બહારના લોકો તો અચંબિત થઈ જાય છે. ગુજરાતમાં ભલે દારૂ બંધી છે; પણ રાજકોટીયન્સ જેને આની જરૂર પડે છે તે તેને મળી જાય છે. લગ્ન પ્રસંગે અહિ ‘ઝુમ ઝુમ’ થવાની અનોખી રસમ છે.

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે !! કાઠિયાવાડી સંસ્કૃતિના રંગે રંગાયેલ નવરાત્રીમાં મન મૂકીને ગરબે સતત નવ દિવસ રમે છે. વસ્ત્રોનાં ફેશન ફન્ડા કે હેર સ્ટાયલ અહિની શોભા છે. જૂનવાણી વિચારો અને ૨૧મી સદીના નવા વિચારો પણ જોવા મળે છે. રાજકોટવાસી અહિં હોય ત્યારે પંજાબી ખાય ને પંજાબ જાય ત્યારે ‘કાઠિયાવાડી’ ખાય !!

આ છે; રાજકોટની અને બહારગામથી અહિ આવનારની મનગમતી વસ્તુઓ…

ફાફડા-વલેણા ગાંઠીયા, ચા, ફાકી,-પાન, ચાપડી, ઉંધીયું, ગોલા, શિંગ, રગડો, ઉંધીયું, ચીકી, કાજુ ગાંઠીયાનું શાક, કાવો, ઘૂંટો, જીંજરાનું શાક, શેરડીનો રસ, ધુધરા, કટકા બ્રેડ, વિગેરે વિગેરે.

ટેસ્ટી ફુડના નાસ્તામાં પાણી પુરી હંમેશા નંબર વન છે !!

રાજકોટમાં ‘પાણીપુરી’નો ગજબ ક્રેશ છે, શાકભાજી લેવા જતી મહિલાઓ ખટ્ટમીઠી પુરીનો સ્વાદ અચુક માણે છે. અગાઉની પાણીપુરી કે ગોલ ગપ્પામાં પરિવર્તન થતા આજે વિવિધ ૧૦ પ્રકારના પાણીની મીજબાની મળે છે.

પાણીપૂરીવાળો ગુજરાતી હોયતો પણ તેની સાથે ‘હિન્દી’માં જ બોલવું !! એમ મહિલાઓ માને છે. તીખા-મીઠા પાણીનો પૂરી ચસ્કો રાજકોટીયન્સ મહિલાઓ માટે અનેરી રંગત છે.

અમુક ને તો દરરોજ પાણીપુરી ખાવા જોઈએ છીએ રેકડી પર ઉભા રહીને કે નાની મોટી રેસ્ટોરન્ટમાં ટેસ્ટી ફાસ્ટફૂડમાં પાણી પુરી સદૈવ નંબર વન છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *