Connect with us

ગુજરાત

વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કરી મોટી જાહેરાત

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી.જેમા ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસના કારણે મૃત્યુદર કેમ વધારે કેમ છે તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ સ્પષ્ટતા કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે, ગંભીર રોગ ધરાવતા એટલે કે કોમોરબિડ દર્દીઓ અને કોરોનાના ગંભીરરીતે શિકાર થઇ ગયા પછી સારવાર માટે દાખલ થતા દર્દીઓના કારણે ગુજરાતમાં મૃત્યુ આંક વધારે છે.

આવતાં સપ્તાહ સુધીમાં રાજ્યમાં કોરોના દર્દી માટે 22,500 બેડ્સની ક્ષમતા કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન સમક્ષ વિજય રૂપાણીએ ગુજરાતની સ્થિતિ વર્ણવતા કહ્યું હતું કે, ગુજરાતમાં સઘન સર્વેલન્સ થતા કોવિડ-19 પર કંટ્રોલ મેળવી શકયા છીએ. ઉપરાંત ચાલુ સપ્તાહ સુધીમાં 22500 બેડની સુવિધા થઇ જશે.

રૂપાણીએ ગુજરાતના મૃત્યુઆંક વિશે કહ્યું હતું કે જે દર્દીઓને કેન્સર, હાઇપરટેન્શન, કીડની જેવા ગંભીર રોગ સાથે કોરોના થવાથી મૃત્યું થાય છે, આવા આંક 85 ટકા છે. ઉપરાંત કોવિડ-19નો શિકાર થઇ ગયા પછી મોડા મોડા દર્દી હોસ્પિટલમાં દાખલ થતા તેમનાના કોવિડ ગંભીરપણે પ્રસરી ગયો હોય છે,આથી આવા દર્દીઓનો બચવાની શકયતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતી વખતે જ ઓછી હોય છે,આમ, કોમોરબિડ અને સીરીયસ હોય ત્યારે જ સારવાર માટે હોસ્પિટલાઇઝ થવાની વૃત્તિને કારણે ગુજરાતમાં મોતનો આંક વધ્યો છે.

રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં 3 જિલ્લામાં એકેય કેસ નથી. રાજ્યમાં લોકડાઉન બાબતે પણ સંપૂર્ણપણે કેન્દ્રની ગાઇડલાઇનને અનુસરીને નાના, મધ્યમ વેપારી અને કર્મચારીઓને તકલીફ ન પડે તેમ ધીમે ધીમે લોકડાઉન ખોલવામાં આવશે.

ત્યારે મુખ્યમંત્રીએ ગુજરાત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી કુલ 3301 પોઝિટિવ કેસ છે. જેમાં 2837 એક્ટિવ છે અને 151 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 313 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તારીખ 17 એપ્રિલ સુધીમાં 22,467 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 10 દિવસમાં 2800થી વધુ ટેસ્ટ થયા છે. હોટસ્પોટ વિસ્તારમાં સૌથી વધારે તકેદારી રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના આદેશથી 20મી એપ્રિલથી ગ્રામિણ વિસ્તારમાં ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં વિવિધ ભવનનિર્માણ કાર્ય, પ્રાઇવેટ ફર્મની કામગીરી વગેરેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 25મી એપ્રિલે કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર એક્સપોર્ટ્સ યુનિટ્સને પરવાનગી આપવામાં આવી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

‘તારક મહેતા’ ફૅમ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન,77 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Published

on

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.

વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું. ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું.

આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.
ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી.
શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી. તેમણે દર મહિને 1 લાખનો પગાર મળતો હતો. આ ઉપરાંત તેમને જેટલા એપિસોડ શૂટ કર્યા હોય તે પ્રમાણે ફી મળતી હતી.

Continue Reading

ગુજરાત

મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર ટાઇફોઇડની અસર, 10થી 12 ગામમાં ટાઈફોઈડની અસર

Published

on

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં ટાઈફોઈડે અસર જોવા મળી રહી છે.

જેના કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 900 લોકો ટાઈફોઈડના શિકાર બની ચૂક્યા છે. કોરોના વચ્ચે આ રોગ ફાટી નીકળતાં લોકોને પરેશાન કર્યા છે. ત્યારે ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય સહિતના ગામમાં ટાઈફોઈડની અસર જોવા મળી છે.

અહીં સતત ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ધનોરા જેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓની સારવાર ખુલ્લામાં અને તંબુમાં કરવી પડે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending