Connect with us

રાષ્ટ્રીય

ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો

Published

on

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. 84 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને થોડા દિવસો પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ તેમને મગજની સર્જરી માટે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. વાત કરવામાં આવે પ્રણવ મુખર્જીના જીવનની તો તેમનો જન્મ 11 ડિસેમ્બર 1935 ના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના નાના ગામ મીરાતીમાં થયો હતો.

રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ દેશેર ડાક મેગેઝિનમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. બાદમાં 1969 માં, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા. પ્રણવ મુખર્જીને રાજકારણમાં લાવવાનો શ્રેય તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને જાય છે.

 

વર્ષ 1973-74માં ઇન્દિરાએ તેમને ઉદ્યોગ, શિપિંગ અને પરિવહન, સ્ટીલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી અને નાણા રાજ્ય પ્રધાન બનાવ્યા. 1982માં તેઓ ઇન્દિરા ગાંધીની પ્રધાનમંડળમાં ભારતના નાણાં પ્રધાન બન્યા અને 1980 થી 1985 સુધી રાજ્યસભામાં ગૃહના નેતા રહ્યા.

મુખર્જીએ ભારતીય અર્થવ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણ પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમને ઘણા એવોર્ડ અને સન્માન મળ્યા. આમાં 2008માં પદ્મ વિભૂષણ, 1997માં સર્વશ્રેષ્ઠ સંસદસભ્ય અને 2011માં ભારતમાં સર્વશ્રેષ્ઠ સંચાલકનો એવોર્ડ શામેલ છે.

પ્રણવ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા.. 2019માં મોદી સરકારે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. પ્રણવ મુખર્જીને એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે, જે પરસ્પર મતભેદોને ભૂલીને, દરેક રાજકીય પક્ષ દ્વારા આદર આપવામાં આવતા હતા.

મોદી સરકાર દ્વારા ભારત રત્ન માટે તેમના નામની પસંદગી તેના પુરાવા છે. મુત્સદ્દીગીરી, અર્થશાસ્ત્ર, રાજકારણ અને સંસદીય પરંપરાઓનું ફાંફડું ધરાવતા રાજકારણી હતા. રાષ્ટ્રપતિ તરીકે પણ તેમણે આવા અનેક કાર્યો કર્યા જે એક ઉદાહરણ બની ગયા. ભારતીય રાજકારણમાં તેમની અભાવ હંમેશા અનુભવાશે.

રાષ્ટ્રીય

પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ

Published

on

કેપ્ટન કુલના નામથી જાણીતા એમએસ ધોની એ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના લીધે તેના કરોડો પ્રશંસકોને આંચકો લાગ્યો હતો પણ દુનિયાભરમાં ફેલાયેલા તેના ફેન્સે તેને શુભકામનાઓ પાઠવાઈ હતી.


હવે આ યાદીમાં એક બીજું નામ પણ જોડાઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ધોનીને નિવૃત્તિ પર શુભકામનાઓ પાઠવી હતી અને એક બે પેજ લાંબો શુભેચ્છા પત્ર પણ મોકલ્યો હતો. ત્યારે ધોનીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ દ્વારા પીએમ મોદીનો આભાર માન્યો છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી, અને શુભેચ્છા રૂપ ધોનીની કારકિર્દી, વ્યક્તિત્વ અને સિદ્ધિવન બિરડાવતો એક પત્ર પણ મોકલ્યો છે.

ધોનીએ ટ્વિટર પર આ પત્ર શેર કર્યો હતો અને ટ્વિટર પર લખ્યું હતુ કે, “એક કલાકાર, સૈનિક અને સ્પોર્ટસપર્સન જેની તેઓની ઇચ્છા છે તે પ્રશંસા છે, કે તેમની મહેનત અને બલિદાન દરેકની નજરમાં આવે અને તે પ્રશંસા થઈ રહી છે. તમારી પ્રશંસા અને શુભેચ્છાઓ માટે આભાર પીએમ મોદી.

Continue Reading

એન્ટરટેઈનમેન્ટ

સુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન

Published

on

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા પછી બોલિવુડની સાથે સાથે રાજકારણમાં પણ ખડભડાટ મચી ગયો છે,સુશાંતસિંહ આત્મહત્યા કેસની તપાસના મામલે શરદ પવારે નિવેદન આપ્યું છે. CBI તપાસ મુદ્દે NCP સુપ્રીમો શરદ પવારે નિવેદન આપ્યું છે.


શરદ પવારે તેમના નિવેદનમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે કેસની તપાસ CBIને સોંપી છે. મને ખાતરી છે કે મહારાષ્ટ્ર સરકાર નિર્ણયનો આદર કરશે. એટલું જ નહીં તેમણે CBI પર કટાક્ષ કર્યો હતો.એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સીબીઆઈ એક્શનમાં છે.


આ દરમિયા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ચીફ શરદ પવારે સીબીઆઈ તપાસ પર નિશાન સાધતા કહ્યું કે, ક્યાંક આની હાલત પણ નરેન્દ્ર દાભોલકર મર્ડર કેસ જેવી ન થઈ જાય. જે અત્યાર સુધી નથી ઉકેલાયો. વર્ષ 2014માં શરૂ કરાયેલી તપાસમાં હજુ કોઇ પરિણામ મળ્યું નથી.


પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે મને ભરોસો છે કે મહારાષ્ટ્ર સરકાર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈને તપાસમાં સહકાર આપશે. આ કેસની તપાસને સહયોગ કરવા માટે ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને સન્માન કરશે.


તેમણે કહ્યું કે આશા રાખુ છું કે એવુ ન થાય તે તપાસ આગળ ન વધે જેવું ડો. નરેન્દ્ર દાભોલકર મર્ડર કેસ જેવી ન થઈ જાય. જે અત્યાર સુધી નથી ઉકેલાયો. વર્ષ 2014માં શરૂ કરાયેલી તપાસમાં હજુ કોઇ પરિણામ મળ્યું નથી.

Continue Reading

ભારત

સરકારને ઝટકો,સુપ્રીમ કોર્ટે ફગાવી પીએમ કેર ફંડની રકમ NDRFમાં ટ્રાન્સફરની માંગ

Published

on

પીએમ કેયર્સ ફંડમાં જમા કરાયેલ નાણાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ NDRFમાં ટ્રાન્સફર કરી શકાતા નથી. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. કોરોના રોગચાળા સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેયર્સ ફંડ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.

જેમાં લોકોએ ખુલ્લા મને દાન આપી સરકારને કોરોનાની લડાઈમાં પોતાનો સહયોગ આપ્યો હતો. હજુ કોરોનાની લડાઈ ચાલુ છે. ત્યારે સરકાર આ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવા માંગે છે.સુપ્રીમ કોર્ટે પીએમ કેર ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી દીધી છે. અરજદારોને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય કહ્યું કે પીએમ કેર ફંડ પણ ચેરિટી ફંડ જ છે. જેથી રકમ ટ્રાન્સફર કરવાની જરુર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા NDRFમાં રકમ દાન કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવેમ્બર 2019માં બનાવવામાં આવેલી એનડીઆરએફ કોરોના સંકટને પહોંચી વળવા માટે સક્ષમ છે. કોઈ નવા એક્સન પ્લાન અને ન્યૂનતમ માપદંડોને અલગ કરવાની જરુર નથી.

મળતી માહિતી મુજબ લિટિગેશનએ દાવો કર્યો હતો કે ડીએમ એક્ટ હેઠળ કાયદાના આદેશનું ઉલંઘન કરતા પીએમ કેર ફંડ બનાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે ડીએમ એક્ટ મુજબ સંકટને પહોંચી વળવા માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ અનુદાન અનિવાર્ય રુપથી એનડીઆરએફને ટ્રાન્સફર કરવામાં આવે.

ત્યારે કેન્દ્ર સરકારે 8 જુલાઈએ મુખ્ય અદાલતમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં આ તર્કને ફગાવી દીધો હતો. સરકારે કહ્યું હતુ કે પીએમ કેર ફંડ રાહત કાર્ય કરવા બનાવાયેલ એક કોષ છે અને ભૂતકાળમાં આવા અનેક કોષ બનાવવામાં આવ્યા છે

Continue Reading


Advertisement

Trending

Copyright © 2018 - 2021 Gujju Media.