પ્રી-વેડિંગ શૂટ દરમિયાન જ થયો બ્લાસ્ટ, અચાનક બ્લાસ્ટ થતાં મચી દોડધામ

લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે 4 ઓગસ્ટના રોજ ભીષણ વિસ્ફોટ થયો હતો જેમાં અત્યાર સુધી લગભગ 135 લોકોના મોત નિપજ્યા છે. તો 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.


બ્લાસ્ટ થયા બાદ 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો પણ આવ્યો હતો. બ્લાસ્ટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે આ બ્લાસ્ટ દરમિયાનનો વધુ એક વિડિયો સામે આવ્યો છે.


વિડિયોમાં વ્હાઇટ ગાઉનમાં શૃંગાર સજીને એક દુલ્હન પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. જે દરમિયાન અચાનક બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામે છે અને પ્રી વેડિંગ શૂટ કરાવતી દુલ્હનને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવે છે. જોકે આ દરમિયાન શુટિંગ સ્થળે ઘણુ નુકશાન પણ થાય છે.


20 વર્ષીય લેબનાનની દુલ્હન ઈસારા સેબલાની આ દ્વશ્ય જોઇને ગભરાઇ જાય છે. બ્લાસ્ટથી પેદા થયેલી ધ્રુજારીથી દુલ્હનનો ફોટોશૂટ કરી રહેલો કેમેરામેન પણ પોતાની જગ્યાએથી ક્યાંય દૂર જઇને પડે છે.

બ્લાસ્ટની ગર્જનાથી ચારેય તરફ અફરા તફરી મચી ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *