સ્ટેંટ અને બાયપાસ પર ઉઠાવ્યા સવાલ

અમેરિકન હાર્ટ એસોસિયેશન’ની વાર્ષિક બેઠકમાં બાયપાસ સર્જરી અને સ્ટેંટને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે, દર્દીઓની સારવાર દવાઓથી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જેમની ધમનીઓ વધારે બ્લોક હતી. તેમને સ્ટેટિંગ અને બાયપાસથી એન્જાઈના કારણે છાતીના દુખાવામાં રાહત મળી છે. ઈસ્કીમિયા નામનું નવું રિસર્ચ ઘણું મોટું છે.  તેનો હેતુ સ્ટેંટ અને બાયપાસના ફાયદા પર ઉઠાવવામાં આવેલ પ્રશ્નોનું સમાધાન લાવવાનું છે. આ રિસર્ચમાં 5,179 લોકો પર સાડા ત્રણ વર્ષ સુધી દેખરેખ રાખવામાં આવી હતી. તમામ દર્દીઓની હૃદયની ધમનીઓ ગંભીર અને હળવી બ્લોક થયેલી હતી. જે લોકોએ સ્ટેંટ અથવા બાયપાસ સર્જરી કરાવી હતી તેમની વચ્ચે 145 લોકોનું મૃત્યું થયું હતું. તેમની સરખામણીએ માત્ર દવાઓ લેતા દર્દીઓમાં 144 લોકોના મૃત્યું થયા હતા. સ્ટેંટ અને બાયપાસ જૂથના લોકોમાં હાર્ટ અટેકની સંખ્યા 276 થઈ ગઈ હતી, જ્યારે દવાઓ઼ લેતા લોકોનોની વચ્ચે આ આંકડો 314 હતો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડો. ડેવિડ મેરોનના જણાવ્યા પ્રમાણે, જ્યારે કોઈ ડોક્ટરને ધમની બ્લોક હોય તેવું લાગે છે ત્યારે તેનાથી જલ્દી રાહત મેળવવા માટે સ્ટેંટિગ અને સર્જરીનો નિર્ણય લેવામાં આવે છે.

 

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *