બંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી

ગુજરાતમાં હાલ છેલ્લા થોડા દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થતાં ગુજરાત તરફ આગળ વધતાં 21મી થી 24 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દીવ-દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં 21થી 24 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.


આ સિસ્ટમ છત્તિસગઢ અને મધ્યપ્રદેશના માર્ગે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવશે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ પણ થઈ શકે છે. 22 અને 23 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આગાહી મુજબ ઉત્તરગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની આશંકા છે. બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જોકે 25 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. બીજી તરફ ભારે વરસાદની સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરી છે.

આમ બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થતાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છમાં 2થી 6 ઇંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *