રાકેશ રોશને પોતાની કેન્સર સરવાર અંગે કરી વાત

ફિલ્મમેકર રાકેશ રોશને પહેલી જ વાર કેન્સર અંગે વાત કરી હતી. હાલમાં રાકેશ રોશને વાતચીતમાં પોતે કેન્સર સામે કેવી રીતે લડ્યાં તે અંગે વિગતે વાત કરી હતી. રાકેશે કહ્યું હતું કે શરૂઆતમાં તેમના ફેમિલી ડોક્ટર્સે લખેલી દવાઓની કોઈ અસર થઈ નહોતી. તેમને ગળામાં ફોલ્લી જેવું હતું, જેમાં તેમને કોઈ દુખાવો કે ખંજવાળ આવતી નહોતી. એ દિવસ તેઓ તેમના ફ્રેન્ડને હિન્દુજા હોસ્પિટલમાં મળવા ગયા હતાં. ફ્રેન્ડને મળીને બહાર નીકળતી વખતે તેમણે હોસ્પિટલમાં  સર્જનની કેબિન જોઈ હતી અને તેઓ તે ડોક્ટરને મળવા ગયા હતાં. ત્યારે ડોક્ટરે તેમને બાયોપ્સી કરાવવાની સલાહ આપી હતી પરંતુ ખબર નહીં કેમ તેમને એવું લાગતું જ હતું કે તેમને કેન્સર હશે.

જ્યારે કેન્સરનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો ત્યારે તેઓ રીતિક રોશનના ઘરે હતા. તે દિવસ 15 ડિસેમ્બર, 2018 હતો…….રાકેશ રોશનને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને કેન્સર હોવાની જાણ થઈ તો રીતિકે કેવી રીતે રિએક્ટ કર્યું હતું? તો તેમણે જવાબ આપ્યો હતો કે તેમના માટે કેન્સર કોઈ નવી વાત નહોતી. તેમણે ઘણી જ સહજતાથી આ વાત લીધી હતી અને તેમને આને લઈ ક્યારેય ડિપ્રેશન પણ આવ્યું નહોતું. કેન્સર માત્ર મોટું નામ છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *