ડિસેમ્બરમાં બનશે આલિયા-રણબીરની દુલ્હન, ફિલ્મ બ્રહ્માસ્ત્રના રીલિઝ બાદ કરી શકે છે લગ્ન

બોલિવુડની સૌથી ચર્ચિત જોડી જે આજ કાલ ખૂબ ચર્ચામાં છે. અને અવારનવાર તેમના લગ્નની અફવાઓ ચર્ચાનો વિષય બનતો હોય છે.બોલીવુડના મોસ્ટ એલિજબલ બેચલર અભિનેતા રણબીર કપૂર અને દર્શકોની લાડલી આલીયા ભટ્ટના લગ્ન નક્કી થઈ ગયા છે.


માહિતી પ્રમાણ, આ બંનેના લગ્નનો મહિનો પણ નક્કી થઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણે, આ વર્ષના ડિસેમ્બર મહિનામાં આ લોકપ્રિય સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઈ જશે. જો કે, આ બંનેની ફિલ્મ બ્રહ્માસ્ત્રના રીલિઝ થયા બાદ આ બંનેના લગ્નની તારીખ જોવામાં આવી રહી છે.


સૂત્રોની માહિતી પ્રમાણે, રણબીર અને આલિયાના લગ્નની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. જેવી આ બંનેની ફિલ્મ 4 ડિસેમ્બરના રો જ રીલિઝ થશે, ત્યારબાદ તુરંત જ સમય વેડફ્યા વગર આ બંને સાતફેરા લઈ લેશે. જો કે, હજુ આ બંનેના પરિવારો વચ્ચે લગ્નની અંતિમ તારીખને લઈ સહમતિ બનાવવામાં આવી રહી છે, વધારેમાં વધારે લોકો આ લગ્નમાં સામેલ થઈ શકે.


વર્તમાન સમયમાં આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શુટિંગ રહી છે, પરંતુ તે બાદ પણ તેણી એક બ્રેક લેવા જઈ રહી છે.


ઉલ્લેખનીય છે કે, ઘણા પડકારજનક પાત્ર ભજવ્યા હોવાથી તેણી થોડી થાકી ગઈ છે. ગંગૂબાઈ કાઠિયાવાડી સિવાય તેણી કરણ જોહરની મુગલકાલની ફિલ્મ ‘તખ્ત’ નો પણ ભાગ છે અને રોહિત શેટ્ટીની ગોલમાલ ફ્રેન્ચાઈજીની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે, પરંતુ હાલમાં તેણી એક સામાન્ય પાત્ર ભજવવા માગે છે. સાથે જ તે થોડો આરામ કરવા માટે કામથી દૂર થઈ રહી છે.

રણબીર પણ ‘બ્રહ્માસ્ત્ર’ બાદ કરણ મલ્હોત્રાની ફિલ્મ ‘શમશેરા’ સિવાય લવ રંજનની ફિલ્મ સાઈન કરી લીધી છે. જો કે, તેમણે પણ આગામી થોડા સમય માટે કામ પરથી બ્રેક લેવાનું મન બનાવી લીધું છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *