હોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે રણદીપ હૂડ્ડા, સુપરહીરો થોર એટલે કે ક્રિસ હેમ્સવર્થ સાથે કરશે કામ

randeep-hooda HD PIC

આજ કાલ બોલિવુડ સ્ટાર્સ બોલિવુડની સાથે સાથે હોલિવૂડ ફિલ્મો તરફ આગળ વધી રહ્યા છે,દિપીકા,પ્રિયંકા,પછી હવે બોલિવૂડ એક્ટર રણદીપ હૂડ્ડા હવે હોલિવૂડની ફિલ્મમાં જોવા મળશે.

 

ઈન્ટરનેશનલ કાસ્ટસાથે તેની પહેલી ફિલ્મનો લૂક સામે આવી ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે જોવા મળશે સુપરહીરો ‘થોર’ એટલે કે ક્રિસ હેમ્સવર્થ.

નેટફ્લિક્સની એક્શન પેક્ડ ફિલ્મ ‘એક્સ્ટ્રેક્શન’માં મિલિટ્રી પર્સનલનો રોલ કરતો જોવા મળશે બોલિવૂડ હંક રણદીપ હૂડા. ફિલ્મમાં રણદીપનો લૂક હાલમાં જ રીલિઝ કરવામાં આવ્યો છે. જેમાં તે હાથમાં ગન અને લાંબા વાળ સાથે જોવા મળી રહ્યો છે.

આ અંગે રણદીપે કહ્યું કે, ‘મેં બોલિવૂડમાં અનેક ફિલ્મોમાં એક્શન કરી છે. કદાચ હું પહેલો એક્ટર હોઈશ કે જેને હોલિવૂડની એક્શન-પેક્ડ ફિલ્મ મળી છે. હેમ્સવર્થ સાથે કામ કરવાનો અનુભવ ખુબજ મજેદાર રહ્યો.’

આ ફિલ્મને જો રૂસોએ લખી છે અને તેનું ડિરેક્શન ફિલ્મ એવેન્જર્સ-એન્ડ ગેમના સ્ટંટ કોઅર્ડીનેટર સેમ હરગ્રેવેને કર્યું છે.આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદના સીટી વિસ્તાર તેમજ કાળીગામ વિસ્તારમાં પણ કરવામાં આવ્યું છે.

રણદીપની આ હોલીવુડ ફિલ્મ એક્ટ્રેશન નેટફ્લિક્સ પર 24 એપ્રિલ 2020 ના રોજ રિલીઝ કરવામાં આવશે. તે સિવાય રણદીપ હુડ્ડા સલમાન ખાનની ફિલ્મ રાધેમાં નેગેટિવ પાત્ર ભજવતા નજર આવશે, ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ઈદ પર રિલીઝ કરવામાં આવશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *