વિચિત્ર ગેટઅપમાં જોવા મળ્યો રણવીર

બોલિવૂડનો એનર્જેટિક સ્ટાર કહેવાતો રણવીર સિંહ પોતાની એક્ટિંગના કારણે તો ચર્ચામાં રહે જ છે. આ ઉપરાંત તે પોતાના આઉટફીટના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે પણ આવું જ થયું છે. જ્યારે રણવીર ફરી પોતાના વિચિત્ર આઉટફીટના કારણે યૂઝર્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ફેન્સ પણ તેના કલરફુલ આઉટફીટ પર મજેદાર કમેન્ટ કરી રહ્યાં છે. ફરી એકવાર રણવીરે આવું જ કંઈક પહેર્યું જેના કારણે તે લાઈમલાઈટમાં આવ્યો છે.

રણવીરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શૅર કરી છે. જેમાં તે બ્લેક કલરના બ્લેઝરમાં જોવા મળે છે જ્યારે નીચે પણ તેણે બ્લેક કલરનું પ્લાઝોનુમા જેવું કંઈક પહેર્યું છે. તેના શૂઝ લાલ કલરના છે તો બ્લેક હેટ અને ગોગલ્સ સાથે તેણે રેડ વાઈન કલરનું એક લાંબુ મફલર નાખ્યું છે.

આ ઉપરાંત તેણે હાથમાં એક કાળા કલરની લાકડી પણ રાખી છે જેવી રણવીરે આ તસવીરો શૅર કરી કે તરત જ લોકો તેની આ તસવીરો પર મજેદાર કમેન્ટ કરવા લાગ્યા હતાં. જો વર્કફ્રન્ટની વાત કરવામાં આવે કામની તો રણવીરે હવે ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ 83માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ ઉપરાંત કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં મહત્વના રોલમાં જોવા મળશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *