બીમારીથી બચવા માટે અને સ્વસ્થ જીવન જીવવા માટે ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. જ્યારે આપણે કોરોના વાયરસ જેવી મહામારી સામે લડી રહ્યા છીએ ત્યારે તો ખાસ સ્ટ્રોન્ગ ઈમ્યૂનિટીની જરૂર પડે છે.
શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં આમ તો ઘણ સમય લાગે છે, પરંતુ કેટલાક એવા ઉપાયો છે જે વાયરસના ખતરાને ઓછો કરે છે. લોકો ઈમ્યૂનિટી માટે ચા અને કાવો પી રહ્યા છે ત્યારે તમારે આ ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી જરૂરથી ખાવી જોઈએ.
ઉનાળો એટલે કેરીની સીઝન. કાચી અને પાકી એમ બંને કેરી ખાવાની અલગ જ મજા છે. તેના સેવનથી કેટલા લાભ થાય છે તેના વિશે પણ સૌ જાણે છે.
સામગ્રી
- 1 નંગ કાચી કેરી
- 3 નંગ લસણની કળી
- 1 નાનો આદુનો ટુકડો
- 3 ચમચી સમારેલી ડુંગળી
- 3 ચમચી સમારેલા ટામેટા
- 10-12 લીમડાના પાન
- 4-5 અજમાના પાન
- 5-6 તુલસીના પાન
- 1 કપ ફુદીનાના પાન
- 2-3 લીલા મરચા
- સ્વાદાનુંસાર મીઠું
બનાવવાની રીત
ઉપર જણાવેલી તમામ સામગ્રીને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો. તો લો તૈયાર છે ઈમ્યૂનિટી બૂસ્ટર ચટણી. 1 ચમચી ચટણી બપોર-સાંજ ખાવી.
જે લોકોને કબજિયાત, ગેસ અને ઝાડાની તકલીફ રહેતી હોય તેમણે આ ચટણી ખાવાની ટાળવી. આ સિવાય પ્રેગ્નેન્ટ મહિલાએ પણ ઓછી માત્રામાં તેનું સેવન કરવું.
તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.