હેલ્થ
ઘરગથ્થૂ ઉપાય જેનાથી તમે 10 જ દિવસમાં ઊતારી શકશો આંખોના ચશ્માના નંબર ..
Published
3 years agoon

આજકાલની લાઇફસ્ટાઇલ જ કંઇક એવી થઇ ગઇ છે કે દર બીજી વ્યક્તિને આંખો પર ચશ્મા લાગેલા હોય છે. હવે આંખોના ચશ્માને ફેશન તરીકે ગણવામાં આવે છે. નાના નાના બાળકો પણ ચશ્મા પહેરી રહ્યા છે. એનું સૌથી મોટું કારણ છે આજકાલનું ખોટું ખાવાનું. જેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતાં નથી અને એનાથી આંખોની રોશની ઓછી થઇ જાય છે. જો 40 થી 45 વર્ષના આયુષ્યમાં રોશની ઓછી થઇ જાય છે તો એને બીમારી કહી શકાય નહીં. વધતી ઉંમર સાથે રોશની ઓછી થવી એ સામાન્ય વાત છે.આંખોના ચશ્મા ઉતારવા અજમાવો આ ઘરગથ્થૂ ઉપાય..
આમળાનો જ્યૂસ અથવા પાવડરની ફાંકી
આમળામાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી તે આંખો માટે ઘણા ફાયદાકારક છે. આમળાનું સેવન તમે પાવડર, કેપ્સ્યુલ, જામ કે પછી જ્યૂસ બનાવીને કરી શકો છો. જો કે સૌથી સારી રીત હોય તો રોજ સવારે મધની સાથે તાઝા આમળાનો રસ પીવાથી કે પછી રાત્રે ઉંઘતા પહેલા પાણીની સાથે એક ચમચી આમળા પાવડરની ફાંકી લેવાથી પણ તમને ફાયદો થઈ શકે છે. આ ફાંકી લીધા બાદ પાણી ન પીવું અને સવારે પણ આમળાનો રસ પીઓ તે પછી પણ તાત્કાલિક પાણી પીવાની મનાઈ છે.
બદામ,વરિયાળી અને ખાંડનું મિશ્રણ
સૌથી પહેલા સમાન પ્રમાણમાં ત્રણેય ચીજો લઇને એક સાથે પીસીને પાઉડર બનાવી લો. પછી આ પાઉડરને રોજે રાતે એક ચમચી સૂતા પહેલા દૂધ સાથે સેવન કરો. તમે ઇચ્છો તો મિશ્રીનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો. તમે જોશો કે 10 થી 12 દિવસમાં તમને આંખની રોશનીમાં ફરક જોવા મળશે. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો આ નુસ્ખાનો ઉપયોગ કરશો નહીં.
ત્રિફળા પાઉડરના પાણીથી આંખો ધોવી
એક ચમચી ત્રિફળા પાવડરને પાણીમાં ભેળવી દો અને આખી રાત તેને એમ જ રહેવા દો, સવારે ઉઠો ત્યારે એ પાણીને ગાળી લો અને તેનાથી તમારી આંખોને ધોઈ નાંખો. આંખને એ પાણીથી ધોતી વખતે મ્હોમાં જો તમે તાજુ પામી ભરી રાખો તો તેના કારણે વધુ ફાયદો થશે. આંખ ધોવી એટલે સારી રીતે ધોવી ઉપર ઉપરથી ધોવી તેને આંખ ધોયેલી ના કહેવાય એ યાદ રાખજો, આ પદ્ધતિથી એક જ મહિનામાં તમને ફરક દેખાવા લાગશે.
ગાજરનું સલાડ અથવા તો રસ
ગાજરમાં ફોસ્ફરસ, વિટામિન એ અને સી તેમજ આયર્ન વધુ માત્રામાં હોય છે, જેના કારણે ગાજર આંખો માટે ઘણાં અસરકારક માનવામાં આવે છે. જો તમે નિયમિત રૂપે કાચા ગાજર સલાડ બનાવીને ખાઓ અથવા તો તમે ગાજરનો રસ કાઢીને રોજ પીઓ તો તેના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ ઘણી જ મજબૂત બને છે એના કારણે તમારા ચશ્માના નંબર પણ ઉતરતા જાય છે.
બિલબેરી ખાવી
બિલબેરી એક પ્રકારના બોર જ છે, જો કે તે દેખાવે કાળી દ્રાક્ષ જેવી દેખાય છે, તે શરીરમાં રક્તનો પ્રવાહ વધારે છે, જો તમે તાજી બિલબેરી ખાઓ તો તમને રાત્રે ઓછુ દેખાવાની બિમારી હોય તો તે દૂર થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ પણ વધુ મજબૂત બને છે. સમસ્યા એ છે કે બિલબેરી ગુજરાતના આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં જોવા મળે છે. તે બ્લ્યૂબેરી નથી એ પણ જાણી લો.
ખોરાકમાં પોષક તત્વોનું ધ્યાન
તમારો ખોરાક તમામ પોષક તત્વોથી ભરપુર હોવો જોઈએ, સંતુલિત આહાર માત્ર આંખો માટે નહીં પણ સમગ્ર શરીર માટે જરૂરી છે. ગાજરનો રસ, ઈંડા, દૂધ, લીલા શાકભાજી, ફળ, સુકો મેવો, કોબીજ, લીંબુ વગેરે તમારા રોજીંદા ખોરાકનો હિસ્સો હોવો જોઈએ. કઠોળને પણ તેમાં સ્થાન મળવું જરૂરી છે. જો કે સૌથી લાભકારક વસ્તુઓમાં કોઈપણ પ્રકારની ભાજીને તમે ખાસ સ્થાન આપો.
વહેલી સવારે ખુલ્લા પગે ઘાસમાં ચાલો
જો તમને વહેલી સવારે ઉઠી જવાની ટેવ હોય તો તમારે સવાર સવારમાં ઘરની નજીક કોઈ ગાર્ડન આવ્યું હોય તો ત્યાં ચાલ્યા જવું જોઈએ. આયુર્વેદ કહે છે કે વહેલી સવારે ઝાકળછાયા લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી દૃષ્ટિ તેજ બને છે. જો કે તેના માટે સૂર્યોદય થાય તે પહેલા ઉઠવું જરૂરી છે, જો તમે ચશ્માના નંબર ઉતારવા માંગો છો તો આ બાબતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવી લેવો જોઈએ.
સવારે ઊઠી હથેળી ઘસીને આંખોને શેક
સવારે જ્યારે પણ તમે ઉઠતા હો ત્યારે તમારા બંને હાથની હથેળીને એકબીજા સાથે પરસ્પર જોરથી ઘસો, અને જ્યારે તમારી હથેળીમાં ગરમાટો જેવું લાગે તે પછી બંને હથેળી તમારી આંખો પર મુકી દો, આ રીતે આંખોને શેક આપો. આવું સવારે ઉઠીને ઓછામાં ઓછું ચારથી પાંચ વાર કરો, એના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થઈ શકે છે.
You may like
-
પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ
-
ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર
-
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
-
ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે
-
તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી
-
શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.
લવિંગનુ સેવન કરવાના ફાયદા
- દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
- જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
- લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.
અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.
લસણ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન